________________
યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩
૪૩
પ્રવૃત્તિતિવન્ધ દુ:સ્લમ્''=પૂર્વક્રિયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ ઉત્તરક્રિયાની પ્રવૃત્તિનું પ્રતિબંધક એવું દુઃખ એ ખેદ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ એક અનુષ્ઠાનનું સેવન કર્યા પછી શારીરિક કે માનસિક શ્રમ વર્તતો હોય, અને જે અન્ય અનુષ્ઠાનને સેવવા માટે યોગી તત્પર થયેલો હોય, તે અનુષ્ઠાનનો પ્રારંભ કરે તોપણ પૂર્વ અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ શ્રમ અન્ય અનુષ્ઠાનમાં પ્રણિધાનને અનુરૂપ ઉપયોગને પ્રવર્તાવવામાં વિઘ્નભૂત થાય છે, તેવું માનસદુઃખ તે ખેદ છે.
તે ખેદનું સ્વરૂપ બતાવતાં ટીકામાં કહ્યું કે પૂર્વક્રિયાથી ઉત્પન્ન થયેલ માનસદુઃખના પ્રવાહને ચલાવનાર એવો પ્રયાસ તે ખેદ છે. તેથી ખેદ હોતે છતે ક્રિયાકાળમાં પ્રણિધાનને અનુરૂપ યત્ન કરવા માટે ચિત્ત અનુત્સાહી હોય છે, જેથી કરાતી પણ યોગમાર્ગની પ્રવૃત્તિ માત્ર કાયિક કે વાચિક ક્રિયારૂપ બને છે, અને ક્વચિત્ માનસિક ક્રિયારૂપ હોય તોપણ પ્રણિધાનને અનુરૂપ પ્રયાસ કરવામાં શ્રાન્ત=થાકી ગયેલા, મુસાફરના જેવો પ્રયાસ હોવાથી સમ્યગ્ માનસયત્ન થતો નથી.
ખેદદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :
આ ખેદદોષ ક્રિયામાં વર્તતો હોય તો પ્રણિધાનપૂર્વક કરાયેલા અનુષ્ઠાનમાં પણ પ્રણિધાન દ્વારા અપેક્ષિત એવું ચિત્તનું એકાગ્રપણું આવતું નથી. જેમ - ખેતીમાં પાણી એ ધાન્યની નિષ્પત્તિમાં પ્રબળ કારણ છે, તેમ સેવાતા અનુષ્ઠાનમાં પ્રણિધાનપૂર્વકનું એકાગ્રપણું મોક્ષને અનુકૂળ એવી યોગના પરિણામની નિષ્પત્તિમાં મુખ્ય કારણ છે. તેથી ખેદદોષનો પરિહાર કરવામાં આવે તો સેવાતું અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વકની એકાગ્રતાવાળું બને અને, તેવા અનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ યોગની પરિણતિ પ્રગટ થાય. માટે ખેદદોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો ધ્યાનયોગ સમ્યગ્ બને અને ઉત્તરોત્તર વૃદ્ધિવાળો થાય છે. ૧૩ અવતરણિકા :
શ્લોક-૧૨માં ઘ્યાનના વિઘ્નભૂત ખેદાદિ આઠ દોષો બતાવ્યા, તેમાં પ્રથમ ખેદ દોષનું વર્ણન શ્લોક-૧૩માં કર્યું. હવે ઉદ્વેગ દોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org