________________
૪૮
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ છે; કેમ કે સંસ્કારરહિત યોગનું તાદશ યોગમાં જ હેતુપણું છે=યોગશુદ્ધિનું કારણ ન બને તેવી યોગની પ્રવૃત્તિમાં જ હેતુપણું છે.
તવિમુવત્તમ્ - તે=શ્લોકમાં ભ્રમદોષનું સ્વરૂપ કહ્યું કે, આ વક્ષ્યમાણ, ષોડશક-૧૪, શ્લોક-ટમાં કહેવાયું છે.
પ્રાન્તો ..... નિZર્તમ્” || ભ્રાંતિ હોતે છતે=ભ્રાંતિ એ ચિત્તદોષ હોતે છતે, વિભ્રમના યોગથી કૃતેતરાદિગત કૃત અને ઈતર-અકૃતગત, સંસ્કાર પડતા નથી જ અર્થાત્ આ કરાયું છે કે નથી કરાયું એવા સંસ્કાર પડતા નથી જ. તેના અભાવમાં કૃતેતરાદિગત સંસ્કારના અભાવમાં, તેનું કરણ=પ્રસ્તુત યોગનું કરણ, પ્રક્રાંતનું વિરોધી એવું અનિષ્ટ ફળ છે યોગની ક્રિયાથી પ્રક્રાંત એવી જીવપરિણતિરૂપ યોગ, તેનું વિરોધી એવું અનિષ્ટ ફળ છેઃનિષ્ફળ છે. II૧પણા
તેતરવિત: અહીં કાટિ શબ્દથી આ મારા વડે ઉચ્ચારાયું કે નથી ઉચ્ચારાયું એનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૩) ભ્રમદોષનું સ્વરૂપ :
સદનુષ્ઠાનકાળમાં કે ધ્યાનયોગકાળમાં જે પદાર્થનું ચિંતન ચાલતું હોય તે પદાર્થવિષયક ભ્રમદોષ વર્તતો હોય તો, આ વચન મારા વડે બોલાયું કે આ વચન મારા વડે નથી બોલાયું, એ પ્રકારની વાસના થતી નથી, તેથી ઉત્તરમાં પોતાને વિપર્યય થાય છે=પોતે કર્યું હોય કે ઉચ્ચારણ કર્યું હોય છતાં મેં નથી કર્યું કે નથી ઉચ્ચાર્યું, એવી બુદ્ધિ થાય છે.
જેમ - છીપમાં કોઈને રજતની બુદ્ધિ થાય, તેમ પોતે સેવેલ અનુષ્ઠાનના વિષયમાં ભ્રમ વર્તે છે. જેમ - કોઈ ચૈત્યવંદનની ક્રિયા કરતા હોય ત્યારે નમું ણ' આદિ સૂત્રોના દરેક પદ પોતે બોલેલ છે, તેવી સ્મૃતિ ઉત્તરમાં ન થઈ શકે તો, ફક્ત સૂત્ર બોલવાનો પ્રારંભ કર્યો માટે સૂત્ર બોલાયું છે, તેવી કલ્પના થઈ શકે. તેથી જે પદો બોલતાં ઉત્તરમાં સ્મરણ થઈ શકે તેવા સંસ્કારો ન પડે તો તે ભ્રમદોષ કહેવાય. આ ભ્રમદોષપૂર્વક કરાયેલી ક્રિયાથી અનુષ્ઠાન વડે સાધ્ય એવા અનુષ્ઠાનના સંસ્કારો આત્મામાં પડતા નથી. તેથી યોગની ક્રિયાથી યોગની સિદ્ધિરૂપ ફળ મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org