________________
પર
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ઉત્થાનદોષથી કરાતા અનુષ્ઠાનનું ફળ અને સ્વરૂપ :
ઉત્થાનદોષથી કરાયેલ અનુષ્ઠાન ત્યાગને અનુરૂપ છે=પરિહારને ઉચિત છે; કેમ કે અનુષ્ઠાનની સમ્યગૂ નિષ્પત્તિ કરવા માટે જે પ્રશાંતવાહિતા જોઈએ તે નથી. તેથી તે અનુષ્ઠાન ફળનિષ્પત્તિનું કારણ બનતું ન હોવાથી ફળના અર્થી માટે કર્તવ્ય નથી; પરંતુ સમ્યગુ અનુષ્ઠાનની નિષ્પત્તિને અનુકૂળ પ્રશાંતવાહિતાવાળું ચિત્ત બનાવવું તે ઉચિત છે. આમ છતાં જે જીવ પ્રશાંતવાહિતાવાળા ચિત્તને નિષ્પન્ન કરી શકતો નથી, અને ઉત્થાનદોષથી યુક્ત એવું સદનુષ્ઠાન કરે છે, તેનાથી કાંઈક શુભ ભાવો થાય છે. તે અપેક્ષાએ તે અનુષ્ઠાન કાંઈક ઉપાદેય છે, તેથી અત્યાગવાળું છે, અર્થાત્ તે અનુષ્ઠાનના સેવનથી કાંઈક આત્મહિત થાય છે, તેથી અત્યાગવાળું છે, એમ કહેલ છે.
ઉત્થાનદોષથી સેવાયેલા અનુષ્ઠાનનું ફળ અને ઉત્થાનદોષના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :
અનુષ્ઠાનના સેવનકાળમાં ઉત્થાનદોષ હોવાને કારણે ચિત્ત તે અનુષ્ઠાનથી ઉપશાંત ભાવનો સ્વાદ લઈ શકે તેવું નથી, તેથી તે અનુષ્ઠાનનું સેવન નિર્વેદથી= ખેદથી, થાય છે અર્થાત્ તે અનુષ્ઠાનનું એક અંગ ભંગવાળું છે=ચિત્ત ઉપશાંતભાવવાળું નહિ હોવાને કારણે તે અનુષ્ઠાનકૃત કાયાનો શ્રમ પ્રાપ્ત થાય છે, અને તે રૂપ ખેદપૂર્વક તે અનુષ્ઠાનનું સેવન હોવાને કારણે યોગકરણના ઉચિતપણા વડે ભાવિકાળનો ઉદય તે અનુષ્ઠાનથી થતો નથી=વર્તમાનમાં કરાયેલું અનુષ્ઠાન ભાવિમાં ઉચિત અનુષ્ઠાનને ઉત્પન્ન કરવાનું કારણ બનતું નથી, પરંતુ જેમ વર્તમાનમાં ઉત્થાનદોષથી દૂષિત અનુષ્ઠાન થાય છે, તેમ ભાવિમાં પણ તેવા પ્રકારની ક્ષતિવાળું અનુષ્ઠાન થશે. તેથી તે અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ઈષ્ટફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી; પરંતુ ઉત્થાનદોષના વર્જનપૂર્વક અનુષ્ઠાનમાં કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે. અવકા અવતરણિકા:ક્રમ પ્રાપ્ત ક્ષેપદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org