________________
યોગભેદદ્ધાત્રિશિકા/શ્લોક-૯
૩૧ ટીકા -
अभ्यास इति-(प्रत्यहं-प्रतिदिवसं )वृद्धिमान्–उत्कर्षमनुभवन्, बुद्धिसङ्गतो= ज्ञानानुगतः, अस्य-अध्यात्मस्य, अभ्यासोऽनुवर्तनं भावनोच्यते । अशुभाभ्यासात् कामक्रोधादिपरिचयात्, निवृत्तिः-उपरतिः, भाववृद्धिश्च शुद्धसत्त्वसमुत्कर्षरूपा, તત્ત=ભાવનાપ્રમ્ II TI ટીકાર્ય :
પ્રચદં .... ઉચ્ચતે પ્રતિદિવસ વૃદ્ધિમાનઃઉત્કર્ષને અનુભવતો, બુદ્ધિથી સંગત=જ્ઞાનથી અનુગત અર્થાત્ તત્ત્વજ્ઞાનથી અનુગત, આનો અધ્યાત્મનો, અનુવર્તનરૂપ અભ્યાસ ભાવના કહેવાય છે.
રામ... માવનામ્ II અશુભ અભ્યાસથી કામ-ક્રોધાદિ પરિચયથી નિવૃતિ–ઉપરતિ અને શુદ્ધસત્વના સમુત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિ તેનું ફળ છે=ભાવનાનું ફળ છે. ભાવાર્થ :(૨) ભાવનાયોગનું સ્વરૂપ –
કોઈ સાધક યોગી, પૂર્વમાં બતાવ્યું એ રીતે શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરીને અધ્યાત્મભાવને પ્રગટ કરે તો તેનાથી પ્રતિઘાત વગરનો સૂક્ષ્મ બોધ પ્રગટ થાય છે. ત્યારપછી તે સૂક્ષ્મબોધરૂપ જ્ઞાનથી યુક્ત એવા અધ્યાત્મનો અભ્યાસ કરે= અધ્યાત્મનું પુન: પુન: અનુવર્તન કરે, અને તે અધ્યાત્મનો અભ્યાસ પ્રતિદિવસ ઉત્કર્ષને પામતો હોય અર્થાત્ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તરના આત્મિક ભાવમાં આત્મા નિવેશ પામતો હોય તેવા પ્રકારના અધ્યાત્મનો અભ્યાસ વર્તતો હોય, તેવા અધ્યાત્મના અભ્યાસને ભાવના કહેવાય છે. ફલિતાર્થ -
અધ્યાત્મનું સેવન એ શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનરૂપ છે, અને તે તત્ત્વચિંતન કર્યા પછી તે તત્ત્વચિંતનને કારણે દેખાતા સૂક્ષ્મ ભાવોથી આત્માને ભાવિત કરવા માટેનો જીવનો જે માનસવ્યાપાર છે, તે ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org