________________
૩૪
ભાવાર્થ:
દૃઢ સંસ્કારનું કારણ – પાંચ પ્રકારની ભાવના :
અધ્યાત્મની પ્રાપ્તિ થયા પછી અધ્યાત્મના પુનઃ પુનઃ સેવનને કારણે જીવમાં ભાવનાયોગ પ્રગટે છે, જે ભાવનાયોગ પ્રતિદિવસ વૃદ્ધિમાન હોય છે. તેથી જેમ જેમ સાધક યોગી તત્ત્વથી ભાવિત બનતો જાય છે, તેમ તેમ અનાદિના વિકારોની નિવૃત્તિ થતી જાય છે અને આત્માના શુદ્ધ ભાવોની વૃદ્ધિ થતી જાય છે. આવા ભાવનાયોગને પામેલા યોગી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી પાંચ પ્રકારની ભાવના કરે છે. તેનાથી આત્મામાં જ્ઞાનાદિભાવોમાં જવા માટે દૃઢ સંસ્કારો પડે છે. તેથી જીવ મન, વચન અને કાયાના યોગોને અત્યંત સંવૃત કરીને જ્ઞાનાદિ પાંચ ભાવોમાં સ્થિર રહી શકે છે. ભાવ્યમાન એવા જ્ઞાનાદિના ભેદથી તે ભાવનાઓને યોગીઓ આ પ્રમાણે કરે છે
યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૧૦
——
(૧) જ્ઞાનભાવના :- જ્ઞેયનું જ્ઞાન કરવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે, પરંતુ શેય પદાર્થોને જાણવાની ઉત્સુકતા, અને શેય પદાર્થોને જાણીને શેયના રમ્યઅરમ્ય ભાવોથી રાગાદિ કરવા, એ જીવનો જ્ઞાનસ્વભાવ નથી. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી જ્ઞાનના સ્વરૂપનું ચિંતન કરીને જ્ઞાનભાવનાથી આત્માને ભાવિત કરવાથી નિર્મળ કોટિના જ્ઞાનના સંસ્કારો શીઘ્ર ઉપસ્થિત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી જ્ઞાનભાવમાં જઈ શકે છે.
(૨) દર્શનભાવના :- તત્ત્વને તત્ત્વરૂપે જોવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે, અને આ સ્વરૂપ સતત આવિર્ભાવ ૨હે તે માટે તત્ત્વને તત્ત્વરૂપે જોવા યત્ન કરવો જરૂરી છે, કે જેથી જીવમાં વર્તતું સમ્યગ્દર્શન જીવની પ્રકૃતિરૂપે બની જાય. એ રીતે સૂક્ષ્મબુદ્ધિથી તત્ત્વનું ચિંતન કરીને આત્માને દર્શનભાવનાથી ભાવિત કરવાથી દર્શનના સંસ્કારો શીઘ્ર ઉપસ્થિત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી દર્શનભાવમાં જઈ શકે છે.
Jain Education International
(૩) ચારિત્રભાવના :- આત્મભાવોમાં ચરવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે અને તે ભાવોની વૃદ્ધિને અનુકૂળ સમિતિ-ગુપ્તિઓની આચરણાઓ છે, અને તે આચરણાઓ આત્મભાવોને પ્રગટ કરવા માટે, જીવાડવા માટે અને વૃદ્ધિ કરવા માટે પ્રબળ કારણ છે, અને સમિતિ-ગુપ્તિઓથી વિપરીત આચરણાઓ જીવને
For Private & Personal Use Only
www.jainelibrary.org