________________
૩૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૯ ભાવનાયોગનું ફળ :
ભાવનાઓથી આત્મા જેમ જેમ ભાવિત થતો જાય છે, તેમ તેમ આત્મામાં વર્તતો અશુભ અભ્યાસ નિવર્તન પામતો જાય છે. તેથી કામ-ક્રોધાદિના વિકારોની તે રીતે નિવૃત્તિ થાય છે કે સામગ્રી ન હોય ત્યારે પણ કે સામગ્રી હોય ત્યારે પણ વિકાર વગરની જીવપરિણતિનું વદન થાય છે.
સામાન્ય રીતે સંસારી જીવો નિમિત્તને પામે ત્યારે કામ-ક્રોધાદિના વિકારોને અનુભવે છે. આમ છતાં ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનકાળમાં ઉલ્લસિત થતો આત્મિક ભાવોનો જ્યારે ઉપયોગ હોતો નથી, ત્યારે જીવનો જે કાંઈ ઉપયોગ છે તે કામ-ક્રોધાદિના વિકારોથી ઉપદ્રવવાળો છે. તે વિકારો ક્વચિત્ ચેતના મંદ પ્રવર્તતી હોય તો અવ્યક્ત રીતે પ્રવર્તતા હોય અને ચેતના તે તે વિકારોમાં ઉપયુક્ત હોય ત્યારે કામ-ક્રોધાદિના તે તે વિકારોનો સ્પષ્ટ અનુભવ થાય છે, પરંતુ વિકાર વગરની ચેતનાનો અનુભવ તો અધ્યાત્મના સેવનથી અને ભાવનાથી ભાવિત થયેલા આત્માને થાય છે.
અધ્યાત્મના અભ્યાસરૂપ ભાવનાયોગથી ક્રોધાદિના વિકારોનો નાશ થાય છે અને શુદ્ધ સત્ત્વના ઉત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિ થાય છે, જે ભાવનાયોગનું ફળ છે.
અહીં શુદ્ધ સત્ત્વના સમુત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિરૂપ ફળ કહ્યું, તેનો ભાવ એ છે કે આત્મા વિકાર વગરના સ્વાભાવિક પરમ સ્વાથ્યનો અનુભવ કરી શકે તેવા પ્રકારના ભાવોની વૃદ્ધિ થાય છે.
અહીં વિશેષ એ છે કે જીવ અનાદિકાળથી સંસારની ભાવનાઓથી ભાવિત છે, તેથી સહજ રીતે મોહથી ભાવિત થયેલું ચિત્ત મોહના ભાવોમાં વર્તતું હોય છે, પરંતુ અધ્યાત્મના ભાવોમાં વર્તતું નથી. સાધક યોગી જ્યારે અધ્યાત્મના સેવનથી સંપન્ન થાય છે અને ત્યાર પછી ભાવનાયોગનું આસેવન કરે છે, ત્યારે ભાવનાથી ભાવિત થયેલું શુદ્ધ સત્ત્વ મોહના વિકાર વગર સહજ સ્વસ્થતાપૂર્વક આત્મિક ભાવોમાં દીર્ઘકાળ સુધી રહી શકે તેવા પ્રકારની શક્તિના સંચયવાળું થાય છે, જે ભાવવૃદ્ધિરૂપ છે. લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org