________________
૩૦
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૯ અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ -
આ અધ્યાત્મ જ સ્વસંવેદનપ્રત્યક્ષ અમૃત છે. જેમ કોઈએ વિષનું પાન કરેલું હોય તો તેના દેહમાં અસ્વસ્થતારૂપ વિષના વિકારો થતા હોય છે, વિશ્વના વિકારોથી વ્યાકુળ થયેલો જીવ અસ્વસ્થતાનો અનુભવ કરતો હોય છે, એને અમૃતનું પાન કરવામાં આવે તો દેહમાં વર્તતા વિષના વિકારો દૂર થાય છે અને જીવ દેહના સ્વાથ્યને પામે છે; તેમ આત્મામાં મોહનીય કર્મના કારણે અનેક વિકારો થાય છે. મોહથી વ્યાકુળ થયેલો જીવ સુખના અર્થે બાહ્ય પ્રવૃત્તિમાં શ્રમ કરીને અધિક અધિક દુઃખની પ્રાપ્તિ કરે છે, પરંતુ ક્યાંય સ્વસ્થતાનો અનુભવ કરી શકતો નથી. આવો જીવ પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના અધ્યાત્મનું સેવન કરે તો શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનથી મોહના વિકારો દૂર થાય છે અને જીવ પરમ સ્વસ્થતાથી આત્મિક ભાવોમાં વિશ્રાંતિનો અનુભવ કરે છે. તેથી સાધક યોગીને સ્વસંવેદનથી પ્રત્યક્ષ રીતે દેખાતું આ અધ્યાત્મ અમૃત છે. III અવતરણિકા :
પૂર્વે શ્લોક-૮માં અધ્યાત્મનું સ્વરૂપ અને અધ્યાત્મનું ફળ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત ભાવનારૂપ યોગના બીજા ભેદનું સ્વરૂપ અને ફળ બતાવે છે – શ્લોક :
अभ्यासो वृद्धिमानस्य भावना बुद्धिसङ्गतः ।
निवृत्तिरशुभाभ्यासाद् भाववृद्धिश्च तत्फलम् ।।९।। અન્વયાર્થ:
ઉચ=આનો=અધ્યાત્મનો, વૃદ્ધિન–વૃદ્ધિવાળો વૃદ્ધિસત =જ્ઞાનથી અનુગત અભ્યાસો અભ્યાસ, માવના=ભાવના છે. સગુમાસ્યાસા નિવૃત્તિ-અશુભ અભ્યાસથી નિવૃત્તિ ભાવવૃદ્ધિસ્થ અને ભાવની વૃદ્ધિ તત્ત—તેનું ભાવનાનું, ફળ છે. ICI શ્લોકાર્થ:
વૃદ્ધિવાળો જ્ઞાનથી અનુગત અધ્યાત્મનો અભ્યાસ, ભાવના છે. અશુભ અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ ભાવનાનું ફળ છે. શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org