________________
૨૮
યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૮ हि स्फुटं, अद एवाध्यात्ममेव नु अतिदारुणमोहविषविकारनिराकारकत्वादस्येति ।।८।। ટીકાર્ય :
તો ..... પ્રતિય, આનાથી શાસ્ત્રાનુસારી તત્વચિંતનરૂપ અધ્યાત્મથી, જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટકર્મના પ્રલયરૂપ પાપક્ષય-આત્માને પારમાર્થિક હિત બતાવવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ ક્લિષ્ટકર્મના નાશ સ્વરૂપ પાપક્ષય, સર્વત્રવીર્યનો ઉત્કર્ષ-આત્મગુણોનો પ્રકર્ષ કરવામાં ઉપયોગી એવા વીર્યનો ઉત્કર્ષ, શીલ=ચિત્તની સમાધિ=ચિત્ત બાહ્ય પદાર્થોથી સમાધાન પામેલું હોવાથી આત્મભાવમાં વિશ્રાંત પામે એવું ચિતનું સ્વરૂપ, શાશ્વતઃઅપ્રતિઘ, વસ્તુના અવબોધરૂપ જ્ઞાન-તત્ત્વને જોવામાં પ્રતિઘાત ન પામે તેવું તત્ત્વનું જ્ઞાન, થાય છે. તથતિ ..સમુચ્ચયે / શ્લોકમાં તથા' શબ્દ અન્ય વક્તવ્યના સમુચ્ચયમાં છે. તે અન્ય વક્તવ્ય શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે – હનુમવસદ્ધ ..... ઉચ્ચતિ આ જ અધ્યાત્મ જ, સ્પષ્ટ અનુભવસંસિદ્ધર સ્વસંવેદન પ્રત્યક્ષ, અમૃત–પીયૂષ છે; કેમ કે આનું અધ્યાત્મનું, અતિદારુણ એવા મોહરૂપ વિષના વિકારોનું નિરાકારકપણું છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. Iટા ભાવાર્થ :
કોઈ યોગીએ ઔચિત્યપૂર્વક વ્રતોને ગ્રહણ કર્યા હોય અને વ્રત ગ્રહણ કરીને મૈત્યાદિ ભાવોથી આત્માને વાસિત કરેલો હોય, તેથી મૈત્યાદિના પ્રતિપક્ષ એવા ઈર્ષ્યાદિ દોષો ચિત્તમાં કાલુષ્ય કરતા ન હોય, આવા નિર્મળ ચિત્તવાળો યોગી શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતો હોય, તે ચિંતનકાળમાં વર્તતો ઉપયોગ અધ્યાત્મના પરિણામરૂપ છે. આ અધ્યાત્મથી થતા કાર્યને બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org