________________
યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૬
બહુ ભેદ નથી એવા સુખમાં, અન્યત્રીજી ઉપેક્ષા છે.
જે પ્રમાણે સર્વ ઈન્દ્રિયોના ઉત્સવને કરવાર=આહ્લાદને કરનાર, સંસારી જીવના સુખને જોતા પણ યોગીઓને નિર્વેદથી અસાર એવા સુખમાં ત્રીજી ઉપેક્ષા છે.
इतरा બનાયાત્ । અને (૪) તત્ત્વચિંતનથી=મનોજ્ઞ-અમનોજ્ઞ વસ્તુઓનું પરમાર્થથી રાગ-દ્વેષના અનુત્પાદકપણાનું અને મોહાદિ કર્મવિકારથી ઉત્પન્ન થયેલ સ્વઅપરાધનું જ ભાવત કરવાથી, સર્વતઃ=સર્વત્ર જ=સર્વ પદાર્થમાં, ઈતર=ચોથી ઉપેક્ષા છે; કેમ કે સ્વવ્યતિરિક્ત=સ્વભિન્ન, કોઈપણ વસ્તુના સુખ-દુઃખહેતુપણાનું અનાશ્રયણ છે અર્થાત્ પોતાનાથી ભિન્ન અન્ય કોઈ વ્યક્તિ સુખ-દુ:ખનું કારણ નથી.
तदुक्तम् તેચાર પ્રકારે ઉપેક્ષા છે તે, ષોડશક-૧૩, શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે
*****
66
-
करुणा ઉપેક્ષા” । વૃત્તિ ।। (૧) કરુણાસારા ઉપેક્ષા, (૨) અનુબંધસારા
ઉપેક્ષા, (૩) નિર્વેદસારા ઉપેક્ષા અને (૪) તત્ત્વસારા ઉપેક્ષા છે.
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ॥૬॥
ભાવાર્થ:
*****
૧૯
(૪) ઉપેક્ષાભાવનાનું સ્વરૂપ :
કોઈપણ પદાર્થ પ્રત્યે મધ્યસ્થભાવ તે ઉપેક્ષા છે. તે ઉપેક્ષા ચાર પ્રકારની છે :
(૧) કરુણાથી અહિતમાં ઉપેક્ષા ઃ- કોઈ વ્યક્તિ અહિતમાં પ્રવૃત્તિ કરતી હોય અને તેના અહિતના નિવારણ માટે યત્ન કરવામાં આવે તો તે અધિક અહિતમાં પ્રવૃત્તિ કરે તેવો જણાય ત્યારે અહિતને સેવતા એવા તેની કરુણાથી ઉપેક્ષા કરાય છે, તે પ્રથમ ઉપેક્ષા છે.
જેમ – કોઈ રોગી સ્વતંત્ર હોય અર્થાત્ વૈધની સૂચના પ્રમાણે પ્રવૃત્તિ કરતો ન
-
હોય, પરંતુ મનસ્વી રીતે પ્રવૃત્તિ કરતો હોય અને અપસેવનનું નિવારણ કરવાથી તે અધિક અપથ્યનું સેવન કરશે તેવું જણાય ત્યારે અપથ્ય સેવનાર એવા તેના પ્રત્યેની કરુણાથી અપથ્યના નિવારણની ઉપેક્ષા કરાય છે, તે પ્રથમ પ્રકારની ઉપેક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org