________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧ (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા :-ભવિષ્યનો વિચાર કરીને કોઈ વ્યક્તિની અનુચિત પ્રવૃત્તિનું નિવારણ કરવામાં આવે તો, અનુચિત પ્રવૃત્તિની નિવૃત્તિનો પ્રવાહ ચાલશે નહિ, અર્થાત્ અનુચિત પ્રવૃત્તિનો પ્રવાહ ચાલશે, તેવું દેખાય તો તે વખતે અનુચિત પ્રવૃત્તિના નિવારણ માટે યત્ન કરવામાં ન આવે, પરંતુ ત્યારે એમ લાગે કે ઉચિત અવસરે કહેવાથી સુંદર પરિણામ આવશે, તો તે વખતે ઉપેક્ષા કરવામાં આવે તે બીજા પ્રકારની ઉપેક્ષા છે.
જેમ – આળસ આદિને કારણે અર્થ ઉપાર્જન કરવામાં કોઈ વ્યક્તિ પ્રવર્તતી ન હોય તો અપ્રવર્તમાન એવા તેના હિતનો અર્થી ક્યારેક તેને પ્રવર્તાવે અને ક્યારેક ધન ઉપાર્જન માટે પ્રેરણા કરવામાં પરિણામે સુંદર કાર્યપરંપરા ન દેખાતી હોય તો મધ્યસ્થભાવનું અવલંબન લે, અને ઉચિત કાળે પ્રેરણા કરે, તેથી તેમના હિતની પ્રવૃત્તિનો પ્રવાહ ચાલે, તે અનુબંધથી અનવસરમાં કરાયેલી બીજી ઉપેક્ષા છે.
(૩) નિર્વેદથી અસાર સુખમાં ઉપેક્ષા :- સંસારનું સુખ ઘણા દુઃખથી સહિત છે; કેમ કે સુખકાળમાં રાગાદિની આકુળતાકૃત અંતસ્તાપ વર્તતો હોય છે અને સુખના ભોગથી વૃદ્ધિવાળા થયેલા રાગાદિ ભાવોથી ક્લિષ્ટકર્મ બંધાય છે, જે ઘણા દુઃખની પરંપરાનું કારણ છે. તેથી સંસારનું સુખ ઘણા દુઃખથી અનુવિદ્ધ છે, માટે સંસારના દુઃખ કરતાં સંસારના સુખમાં બહુ ભેદ નથી. આ રીતે સુખના સ્વરૂપનો વિચાર કરવાથી સુખ પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન થાય છે. તેથી સાંસારિક સુખો પ્રત્યે ઉપેક્ષા પ્રગટે છે, તે ત્રીજા પ્રકારની ઉપેક્ષા છે.
જેમ - સર્વ ઇંદ્રિયોના આલ્લાદને કરનારું પણ સંસારી જીવોનું સુખ ઘણા દુઃખથી સહિત છે, તેમ જોતા યોગીઓને નિર્વેદને કારણે સંસારના સુખો પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, તે ત્રીજા પ્રકારની ઉપેક્ષા છે.
(૪) તત્ત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા :- મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓ પરમાર્થથી રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર નથી, પરંતુ મોદાદિ કર્મના વિકારોથી ઊઠેલ પોતાના અપરાધને જ કારણે જીવમાં રાગાદિ થાય છે. આ પ્રકારના તત્ત્વચિંતનને કારણે સર્વ વસ્તુમાં ઉપેક્ષા થાય, તે ચોથી ઉપેક્ષા છે.
આશય એ છે કે રાગાદિથી આકુળ ચેતના દુઃખરૂપ છે અને રાગાદિથી અનાકુળ ચેતના સુખરૂપ છે, તેવો બોધ થવાને કારણે, અને રાગાદિથી આકુળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org