________________
ર૫
યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૭ જોઈને અનુમોદનાનો પરિણામ થતો નથી અર્થાત્ આ જીવોએ પૂર્વમાં સુંદર કૃત્યો કર્યા છે કે જેથી વર્તમાનમાં આવી ઉત્તમ ચિત્તવૃત્તિ પ્રાપ્ત થઈ છે, તેવો હર્ષ થતો નથી; પરંતુ તથાસ્વભાવે મોહને વશ થઈને તેઓના પુણ્યના કાર્યને જોઈને દ્વેષ ઉત્પન્ન થાય છે.
વળી અધર્મી જીવોમાં જો તેઓ પોતાને ફાવે તેવી પ્રકૃતિવાળા હોય તો રાગ થાય છે અને પોતાને પ્રતિકૂળ પ્રકૃતિવાળા હોય તો વેષ થાય છે, પરંતુ અધર્મી જીવો પ્રત્યે ઉપેક્ષા થતી નથી.
સાધક યોગી યોગમાર્ગને અભિમુખ થાય છે ત્યારે, અનાદિ મોહવશ થયેલા ઈર્ષાદિભાવોનો ત્યાગ કરતો મૈત્રાદિનો આશ્રય કરે છે, ત્યારે મૈત્રાદિભાવનાઓથી ભાવિત થવાને કારણે તેનું ચિત્ત વિશુદ્ધ બને છે, અને આવું વિશુદ્ધ થયેલું ચિત્ત જ્યારે તત્ત્વનું ચિંતન કરે ત્યારે અધ્યાત્મનો આશ્રય કરે અર્થાત્ જે યોગીએ ઔચિત્યપૂર્વક વ્રતો ગ્રહણ કર્યા હોય અને અનાદિ મોહથી ઉત્પન્ન થયેલા ઈર્ષ્યાદિ ભાવોનો ત્યાગ કરવા યત્ન કરતા હોય અને મૈત્યાદિ ભાવોનો આશ્રય કરતા હોય, ત્યારે તેનું વિશુદ્ધ થયેલું ચિત્ત અધ્યાત્મને નિષ્પન્ન કરવા માટે અનુકૂળ વર્તે છે; અને આવા યોગી જ્યારે શાસ્ત્રવચનના અવલંબનથી તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે અધ્યાત્મનો આશ્રય કરે છે=અધ્યાત્મભાવને પામે છે. આ રીતે સાધક યોગી અધ્યાત્મને પામ્યા પછી સતત તત્ત્વચિંતન દ્વારા અધ્યાત્મનો આશ્રય કરે તો નિરપાય એવા અધ્યાત્મનો લાભ થાય છે અર્થાત્ ઈર્ષ્યાદિ ભાવોસ્વરૂપ ક્લેશરૂપ અપાય ન સ્પર્શે તેવા અધ્યાત્મનો લાભ થાય છે, એ પ્રમાણે વસ્તુસ્થિતિ છે.
યોગમાર્ગની આરંભની ભૂમિકાવાળા કુલયોગીઓ અને પ્રવૃત્તયોગીઓ આ રીતે મૈત્યાદિભાવોના અભ્યાસથી સુખીમાં ઈર્ષા, દુઃખિતોની ઉપેક્ષા, ધર્મી જીવોના સુકૃતમાં દ્વેષ અને અધર્મીઓમાં રાગ-દ્વેષના ત્યાગ દ્વારા મૈત્યાદિની વિશુદ્ધિને પામે છે, અને મૈત્યાદિની વિશુદ્ધિને પામ્યા પછી અધ્યાત્મનો આશ્રય કરે તો ક્રમસર નિરપાય એવા અધ્યાત્મનો લાભ થાય છે.
વળી જે નિષ્પન્નયોગવાળા=અસંગઅનુષ્ઠાનવાળા, યોગીઓ છે, તેઓનું સ્વભાવથી જ પરોપકારપ્રધાન એવું મૈત્રાદિથી રહિત સદ્ગોધરૂપ ચિત્ત હોય છે.
આશય એ છે કે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ મૈત્યાદિ ભાવના કરતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org