________________
૧૬
યોગભેદદ્વાબિંશિકા/શ્લોક-૫ આ બીજા પ્રકારની મુદિતા કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ વ્યક્તિ હિત-મિત આહારનો પરિભોગ કરતી હોય, તેથી તેનું શારીરિક સ્વાથ્ય સારું રહેતું હોય, તેમ જે જીવો આલોકના ભોગોને વિવેકપૂર્વક ભોગવતા હોય, તેથી શરીરાદિના વિનાશ દ્વારા તે ભોગો અનર્થનું કારણ બનતા નથી. આ પ્રકારના પોતાને જે ભોગો પ્રાપ્ત થયા છે તે, અને અન્યને પણ પ્રાપ્ત થયેલા ભોગોને જોઈને જેમના ચિત્તમાં આનંદ થાય છે, તે બીજા પ્રકારની મુદિતા છે.
(૩) અનુબંધયુક્ત સુખમાં મુદિતા :-અનુબંધયુક્ત એવા આલોક અને પરલોકના સુખમાં મુદિતા-સંતોષ પામવો, તે ત્રીજા પ્રકારની પ્રમોદભાવના છે.
આશય એ છે કે જે જીવો વિવેકપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય અને પોતે પણ વિવેકપૂર્વક યોગમાર્ગને સેવતા હોય અને તેના ફળરૂપે અવિચ્છિન્ન= સાનુબંધ, સુખની પરંપરાની પ્રાપ્તિ થાય તેવું દેખાતું હોય ત્યારે પોતાના અનુબંધયુક્ત સુખમાં પ્રમોદ હોય; અને પોતાની જેમ જે અન્ય જીવો પણ યોગમાર્ગમાં વિવેકપૂર્વક પ્રવર્તતા હોય, તેથી અનુબંધયુક્ત આભવ કે પરભવના સુખની પરંપરા તેઓને મળશે, તેને જોઈને પ્રમોદ થાય; વળી ભૂતકાળના યોગીઓનાં ચરિત્રો સાંભળીને તેમનાં કથાનકોમાં અનુબંધયુક્ત સુદેવત્વ, સુમાનુષત્વરૂપ સુખની પરંપરાને જોઈને જેમને પ્રમોદ થાય, તે ત્રીજા પ્રકારની મુદિતાભાવના છે.
આ ત્રીજા પ્રકારનો પ્રમોદભાવ વિવેકચક્ષુ ખૂલ્યા પછી જીવમાં પ્રગટ થાય છે. આવા પ્રકારના ઉત્તમ ભાવને પ્રગટ કરવા માટે ભાવના કરવામાં આવે તો પોતાના ચિત્તમાં પણ આવી ભાવના ઉલ્લસિત થઈ શકે છે, જે કલ્યાણની પરંપરાનું કારણ છે; કેમ કે જે ગુણોને જોઈને પ્રમોદ થાય તે ગુણોને ખીલવવાની શક્તિ જીવમાં પ્રગટ થાય છે.
(૪) પ્રકૃષ્ટ સુખમાં મુદિતા :- મોહક્ષયાદિથી થયેલા અને અવ્યાબાધ એવા પ્રકૃષ્ટ સુખમાં જે આનંદ એ ચોથા પ્રકારની મુદિતાભાવના છે.
મોહયાદિથી થયેલ સુખમાં આનંદ એમ કહ્યું, ત્યાં “આદિ પદથી જ્ઞાનાવરણીયાદિનો ક્ષય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે બારમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org