________________
૧૫
યોગભેદદ્વાત્રિશિકા/બ્લોક-૫
ચતુર્થી ....... વ્યવિાથે વે ! (૪) મોહક્ષયાદિથી થયેલા અને અવ્યાબાધ એવા પ્રકૃષ્ટ સુખમાં આનંદ, એ ચોથી મુદિતા છે.
સર્વેષાં .... ચતુર્વિદા | બધા પ્રાણીઓના સુખમાં આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, ચાર પ્રકારની મુદિતા છે.
તદુવમ્ - તે=ચાર પ્રકારની મુદિતા છે તે, ષોડશક-૧૩, શ્લોક-૧૦ના પૂર્વાર્ધમાં કહ્યું છે –
“યુવનાત્રે ... [વતા તુ” રૂરિ | વળી સુખમાત્રમાં=સુખસામાન્યમાં, સદ્ધતુમાં= શોભન એવા ઐહિક સુખવિશેષમાં, અનુબંધયુક્તઆભવ અને પરભવના અનુબંધયુક્ત એવા સુખમાં, પરમા=પ્રકૃષ્ટ સુખમાં, આનંદ એ મુદિતા છે.”
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. પા.
સંતુષ્ટિ સંતોષ, તોષ, આનંદ, પ્રમોદ આ બધા એકાર્યવાચી શબ્દો છે. ભાવાર્થ :(૩) પ્રમોદભાવનાનું સ્વરૂપ:
મુદિતા એટલે સંતુષ્ટિ અર્થાત્ કોઈની સારી સ્થિતિ જોઈને ચિત્તમાં થતો આનંદ એ પ્રમોદભાવના છે. તે મુદિતા ચાર પ્રકારની છે :
(૧) આપાતરમ્ય સુખમાં મુદિતા :- અવિવેકમૂલક આ પ્રથમ મુદિતામાં આપાતથી રમ્ય એવા સ્વ-પરવિષયક વૈષયિક સુખમાં પ્રમોદ હોય છે અર્થાત્ સંતોષ-આનંદ હોય છે. આપાતરમ્ય સુખમાં કેવો આનંદ હોય છે, તે સ્પષ્ટ કરે છે -
જેમ અપથ્ય આહારથી થતી તૃપ્તિ પરિણામથી અસુંદર હોય છે અને તત્કાળ માત્ર રમ્ય હોય છે, તેમ જેમની પાસે બાહ્ય સમૃદ્ધિ હોય, પરંતુ ભોગાદિવિષયક પ્રવૃત્તિમાં કોઈ વિવેક હોય નહિ. તેથી તે ભોગથી થયેલ સુખ તત્કાળ સુંદર હોવા છતાં દેહાદિનો નાશ કરીને પરિણામે અસુંદર છે. તેવાં વૈષયિક સુખો પોતાને પ્રાપ્ત થયાં હોય અને બીજાને પણ મળ્યાં હોય તેને જોઈને જેમને આનંદ થાય છે, તે પ્રથમ મુદિતા છે.
(૨) સદ્ધતુરમ્ય સુખમાં મુદિતા :- પોતાના અને બીજાના વિવેકપૂર્વકના આલોકના સુખવિશેષમાં જે આનંદ એ બીજા પ્રકારની મુદિતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org