________________
યોગભેદતાસિંચિકા/શ્લોક-૫ કરે છે. આ રીતે સ્વભાવથી કેવલીઓને અને સમભાવના પરિણામથી મહામુનિઓને થનારી આ ચોથી કરુણા છે.
સંવેગથી થનારી અને સ્વભાવથી થનારી કરુણા વચ્ચેનો ભેદ :- સંવેગથી થનારી ત્રીજા પ્રકારની કરુણામાં પોતાના સંબંધવાળા જીવોને સાંસારિક દુઃખથી મુક્ત કરીને આત્મહિતમાં પ્રવૃત્તિ કરાવવાનો અભિલાષ વર્તે છે, જ્યારે કોઈપણ પ્રકારના પ્રીતિના સંબંધ વગર સ્વભાવથી થનારી ચોથા પ્રકારની કરુણા કેવલીઓને અને મહામુનિઓને હોય છે.
કેવલી ભગવંતો વીતરાગ હોવાથી રાગાત્મક કોઈ લાગણી તેમને હોતી નથી, તોપણ જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી વેશ્યા છે, તેથી જગતના જીવોનું હિત કરવાની વેશ્યારૂપ કરુણાની પ્રવૃત્તિ કેવલીઓને હોય છે. વળી મહામુનિઓ પણ રાગાદિ પરિણામ વગરના વીતરાગપ્રાય હોય છે. તેથી કોઈ જીવોને જોઈને રાગાત્મક લાગણીરૂપ કરુણાનો ભાવ તેમને થતો નથી, આમ છતાં સમભાવના પરિણામકાળમાં વર્તતી શુભ લેશ્યાને કારણે કેવલીની જેમ જગતના જીવોના હિતનો પરિણામ તેમનામાં વર્તે છે. તેથી યોગ્ય જીવોના અનુગ્રહ માટે મહામુનિઓ ઉચિત યત્ન કરે છે, તે ચોથા પ્રકારની સ્વભાવથી કરુણા છે. જો અવતરણિકા:
ક્રમ પ્રાપ્ત મુદિતાભાવનાનું પ્રમોદભાવનાનું, સ્વરૂ૫ ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક :
आपातरम्ये सद्धेतावनुबन्धयुते परे ।
सन्तुष्टिर्मुदिता नाम सर्वेषां प्राणिनां सुखे ।।५।। અન્વયાર્થ
સર્વેષાં પ્રનાં સર્વ પ્રાણીઓના પતિર સુ=આપાતરમ્ય સુખમાં સદ્ધતી સુવે-સહેતુવાળા સુખમાં અનુવન્યુયુતે સુ=અનુબંધયુક્ત સુખમાં પરે સુ=પ્રકૃષ્ટ સુખમાં સસ્તુષ્ટિ: મુદ્રિતા=સંતોષ અર્થાત્ આનંદ ધારણ કરવો, તે મુદિતા અર્થાત્ પ્રમોદ ભાવના છે. પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org