________________
૧૨
યોગભેદઢાત્રિશિકાશ્લોક-૪ (૧) મોહથી કરુણા :- અવિવેકમૂલક અજ્ઞાનથી થતી આ કરુણા છે. જેમ કોઈ ગ્લાન-બીમાર વ્યક્તિ અપથ્ય માંગે ત્યારે તેને અપથ્ય આપવાનો અભિલાષ થાય તે અજ્ઞાનથી થતી કરુણા છે.
એ રીતે સંસારી જીવો પાપારંભમાં પ્રવૃત્ત હોય ત્યારે તેવા જીવોને પાપારંભમાં સહાયક થવાને અનુકૂળ જે કરુણા હોય છે, તે પ્રથમ પ્રકારની અજ્ઞાનમૂલક કરુણા છે. જેમ સંસારી જીવો આરંભ-સમારંભ કરીને ધનાર્જન કરતા હોય ત્યારે હું તેમને ધનાર્જનમાં સહાયક થઉ કે જેથી તેમને ભૌતિક અનુકૂળતાની પ્રાપ્તિ થાય.” આવી કરુણા અવિવેકવાળી છે, જે મોહથી થનારી પ્રથમ કરુણા છે.
(૨) દુઃખિતના દર્શનથી કરુણા :- દુઃખી એવા દીનાદિને જોઈને તેમના દુઃખને દૂર કરવાના આશયથી આહાર, વસ્ત્રાદિ આપવાના અભિલાષરૂપ આ બીજા પ્રકારની કરુણા છે. આ કરુણામાં મોહનો પરિણામ નથી, પરંતુ દુઃખી જીવોના દુઃખના પરિવારનો અધ્યવસાય છે. આ રીતે દુઃખિતના દુઃખના પરિહારનો અભિલાષ તે બીજી કરુણા છે.
(૩) સંવેગથી કરુણા - સુખી હોય કે દુઃખી હોય એવા પ્રીતિમત્તા સંબંધવાળા જીવોના સાંસારિક ચાર ગતિના પરિભ્રમણસ્વરૂપ દુઃખને દૂર કરવાના આશયથી તેઓને ધર્મમાં જોડવાના અભિલાષરૂપ છદ્મસ્થ જીવોથી કરાયેલી કરુણા તે ત્રીજી કરુણા છે.
(૪) સ્વભાવથી કરુણા :- કોઈપણ પ્રકારના પ્રીતિના સંબંધ વગર સર્વ જીવોમાં સ્વભાવથી કેવલીઓને કરુણા પ્રવર્તતી હોય છે. તેથી તેરમા ગુણસ્થાનકવાળા સયોગી કેવલીઓ યોગ્ય જીવોના ઉપકાર અર્થે ઉચિત યત્ન કરતા હોય છે. આવા પ્રકારની કરુણા સમભાવના પરિણામના ફળરૂપ ઉચિત યત્નસ્વરૂપ હોય છે, પણ તથા પ્રકારની રાગાત્મક લાગણીરૂપ હોતી નથી, જ્યારે પ્રથમની ત્રણ પ્રકારની કરુણા તે પ્રકારના રાગાત્મક પરિણામોથી ઊઠેલી હોય છે.
જેમ - કેવલીને સમભાવને કારણે જગતના જીવોના હિતપરિણામરૂપ કરુણા હોય છે, તેમ સર્વ જીવોના અનુગ્રહમાં પરાયણ એવા મહામુનિઓને પણ સમભાવના પરિણામમાંથી ઊઠેલી આ ચોથા પ્રકારની કરુણા હોય છે. આ કરુણાથી યુક્ત એવા મહામુનિ યોગ્ય જીવને પોતાનાથી થઈ શકે તેવા ઉપકાર અર્થે ઉચિત પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org