________________
યોગભેદહાવિંશિકા/શ્લોક-૩ ભાવાર્થ :(૧) મૈત્રીભાવનાનું સ્વરૂપ -
મિત્રનો ભાવ તે મૈત્રી છે. જેની સાથે મૈત્રી હોય તેના સુખની ચિંતા જીવને વર્તે છે. આ મૈત્રી વિષયના ભેદથી નીચે પ્રમાણે ચાર પ્રકારની છે :
(૧) સ્વઉપકારીવિષયક મૈત્રી :- જેમણે પોતાના ઉપર ઉપકાર કર્યો છે, એવા માતા-પિતા કે અન્ય કોઈ ઉપકારી હોય તેમના સુખની ચિંતા કરવી, તે ઉપકારી આશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રી જીવમાં કાંઈક વિવેક પ્રગટ થવાથી થાય છે અને તેથી તેને પોતાના ઉપકારી માટે હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે.
(૨) સ્વકીયવિષયક મૈત્રી - પોતાના ઉપર જેમનો કોઈ ઉપકાર નથી, તેવા પણ કૌટુંબિક સંબંધવાળાના હિતની ચિંતા કરવી તે સ્વકીય આશ્રયા મૈત્રી છે. આ મૈત્રીમાં કૌટુંબિક સંબંધવાળા, પોતાની સાથે મિત્રતાવાળા કે પોતાના પરિચિત વર્ગ પ્રત્યે હિતની ચિંતા વર્તે છે. આ પ્રકારની મૈત્રી જીવમાં કાંઈક અધિક વિવેક પ્રગટ થવાથી થાય છે. તેથી પોતાના ઉપકારી માતા-પિતા આદિ સિવાય અન્ય પણ કૌટુંબિક સંબંધી આદિ તે સર્વ વિષયક હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે.
(૩) સ્વપ્રતિપન્નવિષયક મૈત્રી :- જેઓને પોતાના વડીલોએ આશ્રય આપ્યો છે કે પોતે આશ્રય આપ્યો છે, તેમના હિતની ચિંતા કરવી તે સ્વપ્રતિપન્નાશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રીમાં પોતાના ઉપકારી કે કૌટુંબિક સંબંધી આદિથી અતિરિક્ત, પોતાના વડીલોને આશ્રિત કે પોતાને આશ્રિત સર્વવિષયક હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે.
(૪) અખિલવિષયક મૈત્રી :- કોઈપણ પ્રકારના સંબંધ વગર સર્વ જીવોના સુખની ચિંતા તે અખિલાશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રીમાં અત્યંત ઉદાર આશય પ્રગટેલો હોવાથી ઉપકારી હોય કે અનુપકારી હોય, કૌટુંબિકાદિક સંબંધી હોય કે કૌટુંબિકાદિક સંબંધી ન હોય, પોતાના વડીલોએ કે પોતે આશ્રય આપેલ હોય કે પોતાના વડીલોએ કે પોતે આશ્રય આપેલ ન હોય એવા સર્વ જીવોના સુખની ચિંતા કરવાનો વિશાળ અધ્યવસાય પ્રવર્તે છે. આવા અધ્યવસાયવાળા જીવો, કોઈપણ જીવની પ્રવૃત્તિ પોતાને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તોપણ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org