________________
યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૩
C
હિતને અનુકૂળ ઈચ્છાવાળા હોય છે. તેથી સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરી શકે છે.
જીવનો સહજ સ્વભાવ છે કે પોતાના સ્વાર્થને પ્રધાન ક૨વો. તેથી જેણે પોતાના ઉપર ઉપકાર કર્યો છે, તે ઉપકાર પણ પોતાને તેનાથી લાભ પ્રાપ્ત થતો હોય ત્યાં સુધી જ તે ઉપકારીઓ પ્રિય લાગે છે, પરંતુ આ મારા ઉપકારી છે માટે મારે તેમના હિતની ચિંતા કરવી જોઈએ, તેવો અધ્યવસાય પણ થતો નથી. જ્યારે જીવમાં કાંઈક શુભ અધ્યવસાય પ્રગટે છે, ત્યારે પોતાના ઉપકારીના ઉપકારને યાદ કરીને તેમના હિતની-સુખની ઈચ્છાનો અધ્યવસાય થાય છે અર્થાત્ ‘હું શું કરું કે જેથી આ ઉપકારી જીવો સુખી થાય', એવો અધ્યવસાય થાય છે.
વળી કેટલાક જીવોમાં કાંઈક ઉદાર આશય પ્રગટે છે, જેથી કૌટુંબિક સંબંધવાળા, મિત્રાદિ કે સ્વજનાદિ, તેઓએ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય તોપણ, તે સર્વ પ્રત્યે સુખની ઈચ્છા થાય છે, અને આવો ઉદાર આશય યોગમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત ઉપકારક છે. આના કરતાં પણ અધિક ઉદાર આશય સ્વપ્રતિપક્ષાશ્રયા મૈત્રીમાં હોય છે અને સૌથી ઉત્કૃષ્ટ ઉદાર આશય અખિલાશ્રયા મૈત્રીમાં હોય છે.
વળી, જેમને માત્ર બાહ્યસુખ સુખરૂપે દેખાતું હોય તેઓની અન્ય જીવ વિષયક સુખચિંતા પણ બાહ્યપદાર્થમાત્રમાં જ વિશ્રાંતિવાળી હોય છે; પરંતુ જેમણે સંસારનું સ્વરૂપ જાણ્યું છે, તેવા જીવો અન્ય સંસારી જીવોના આલોક અને પરલોક એમ ઉભયલોકના સુખને સામે રાખીને તેમના હિતની ચિંતા કરે છે, અને વિચારે છે કે “હું એવું કરું કે જેથી આ જીવોને તત્ત્વમાર્ગની પ્રાપ્તિ થાય, અને તેના બળથી આ લોકમાં પણ સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય અને અંતે પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે.” આ પ્રકારની અભિલાષાવાળા જીવો પોતાની શક્તિને અનુરૂપ સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરીને તેઓના હિતમાં કારણ બને છે. 11311
અવતરણિકા :
ક્રમપ્રાપ્ત કરુણાના ચાર ભેદો ગ્રંથકારશ્રી બતાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org