________________
૧૮મી ‘યોગભેદદ્વાÄિશિકા’માં આવતા પદાર્થોની
- સંક્ષિપ્ત સંકલના
મોક્ષની સાથે આત્માને જોડી આપે તે યોગ કહેવાય અને તે યોગ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદવાળો છે એમ શ્લોક૧માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. (૧) અધ્યાત્મયોગ :
ઔચિત્યપૂર્વક અણુવ્રત કે મહાવ્રતથી યુક્તનું મૈત્યાદિભાવોથી સહિત શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન તે અધ્યાત્મ છે એમ શ્લોક-રમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે.
આનાથી એ ફલિત થાય કે ઔચિત્યપૂર્વક વ્રતો ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનને પરતંત્ર થઈને ઉચિત ક્રિયાઓ થતી હોય ત્યારે મોક્ષને અનુકૂળ જે સુદઢ મનોયોગ છે તે અધ્યાત્મ છે.
તે અધ્યાત્મની પ્રાપ્તિમાં મૈત્રાદિ ચાર ભાવો ઉપકારક છે, તેથી મૈત્યાદિ ચાર ભાવોનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ શ્લોક-૩ થી ૭ સુધી વિસ્તારથી બતાવેલ છે.
અધ્યાત્મના સેવનથી પાપનો ક્ષય, સત્ત્વનો પ્રકર્ષ, ચિત્તની સમાધિ અને શાશ્વત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે અધ્યાત્મના ફળો ગ્રંથકારશ્રીએ શ્લોક-૮માં બતાવેલ છે. (૨) ભાવનાયોગ -
અધ્યાત્મની પ્રાપ્તિ પછી વીર્યના પ્રકર્ષથી અધ્યાત્મનો ભાવ પ્રતિદિન વૃદ્ધિ પામે તે ભાવનાયોગ છે અને તે ભાવનાયોગનું ફળ કામ-ક્રોધાદિ અશુભ ભાવોની નિવૃત્તિ અને શુદ્ધ સત્ત્વનો ઉત્કર્ષ છે, તે શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
આ ભાવનાયોગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી પાંચ પ્રકારનો છે, એ કથન શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org