________________
યોગભેદઢાત્રિશિકા/શ્લોક-૨
આ રીતે અધિકારી બન્યા પછી પોતાના સંયોગ. પ્રમાણે માતા-પિતા વગેરે સર્વવિષયક ઔચિત્યનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ વ્રતને સ્વીકારે તેવો સાધક યોગી, ઔચિત્યથી વ્રતયુક્ત બને, અને ઔચિત્યથી વ્રતયુક્ત બન્યા પછી પોતાના આત્માને ચાર ભાવનાથી વાસિત કરે. તે આ રીતે -- (૧) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત મૈત્રીભાવસંયુક્ત હોય :
ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પ્રથમ પોતાનું ચિત્ત જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવવાળું કરે, તેથી તેના ચિત્તમાં કોઈના હિતની ઉપેક્ષા કે સ્વાર્થ સાધવાની વૃત્તિ રહે નહિ. (૨) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત કરુણાભાવસંયુક્ત હોય :
ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત દુઃખી જીવો પ્રત્યે કરૂણાવાળું કરે, તેથી તેના ચિત્તમાં કઠોરતા રહે નહિ. (૩) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત પ્રમોદભાવસંયુક્ત હોય :
ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત અધિક ગુણવાળા પ્રત્યે પક્ષપાતવાળું કરે, તેથી ગુણોનું આભિમુખ્ય તેના ચિત્તમાં વર્તે. (૪) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત ઉપેક્ષાભાવસંયુક્ત હોય :
ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત અયોગ્ય જીવો પ્રત્યે દ્વેષવાળું ન થાય તદર્થે ઉપેક્ષા ભાવના કરે, તેથી અયોગ્ય જીવોના નિમિત્તને પામીને તેનું ચિત્ત કલુષિત ન બને.
આ રીતે મૈત્યાદિભાવનાથી ભાવિત થયેલ યોગી સર્વજ્ઞના વચનાનુસાર જીવાદિ તત્ત્વોનું પર્યાલોચન કરે ત્યારે તેના ચિત્તનો ઉપયોગ પ્રતિક્ષણ સંવેગની વૃદ્ધિવાળો હોય છે, અને તે સંવેગની વૃદ્ધિવાળો ઉપયોગ જીવને આત્મભાવમાં નિવેશ કરાવે છે, તેને અધ્યાત્મને જાણનારાઓ અધ્યાત્મ કહે છે.
આ ઉપયોગકાળમાં જીવમાં વર્તતા રાગાદિભાવો સ્વપરાક્રમથી તત્ત્વમાર્ગની વૃદ્ધિમાં પ્રવર્તતા હોવાથી દેવ ગૌણ છે અને પુરુષકાર પ્રધાન છે, અને સાધક યોગી જે દેશવિરતિ કે સર્વવિરતિને પામ્યા હોય તે દેશવિરતિ કે સર્વવિરતિનો પરિણામ પ્રસ્તુત તત્ત્વચિંતનના બળથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હોય છે, તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org