Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પરમર્ષિએ યોગની પ્રાપ્તિના પ્રાથમિક ઉપાય તરીકે મુમુક્ષુ જનોને પૂર્વસેવા ઉપદેશી છે. એને પ્રાપ્ત કર્યા વિના, યોગ માટે કરેલો પુરુષાર્થ ફળની પ્રાપ્તિ સુધી નહિ પહોંચાડે. કારણ ગમે તે હોય પરંતુ આજે આ જાતની પ્રાથમિક યોગ્યતાની ખૂબ જ ઉપેક્ષા સેવાય છે- એ માન્યા વિના ચાલે એવું નથી. આપણી અવદશાનું નિદાન વર્ષો પૂર્વે અનેક ગ્રન્થકારપરમર્ષિઓએ ખૂબ જ ચોક્કસપણે કરી લીધું છે. કોઈ પણ જાતના ખચકાટ વિના એનો સ્વીકાર કરી આપણી અવદશાનાં એ કારણોને દૂર ર્યા વિના છૂટકો જ નથી. આત્માની વિશિષ્ટ યોગ્યતાને લઈને કોઈને એકાએક યોગની પ્રાપ્તિ થાય - એથી એવા દૃષ્ટાન્તને લઈને યોગની યોગ્યતા સ્વરૂપ પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું હિતાવહ નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તે તે વિષયમાં યોગ્યતાની ઉપેક્ષા કરાતી નથી. માત્ર ધાર્મિક ક્ષેત્રમાં એવી ઉપેક્ષા કેમ સેવાય છે- એ સમજાતું નથી. જો સંસારથી મુક્ત થવું હોય અને મોક્ષે જવું હોય તો યોગની પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું કોઈ કારણ જ નથી. અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિએ યોગપૂર્વસેવાની ઉપેક્ષાનું વાસ્તવિક કારણ; ભવના ઉચ્છેદની ભાવનાનો અભાવ છે. ‘ભવ દુઃખથી ગહન છે એનો ઉચ્છેદ કઈ રીતે થાય'-આવો વાસ્તવિક પરિણામ જ યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરાવે છે. યોગની પૂર્વસેવાને આત્મસાત્ પછી યોગની પ્રાપ્તિ ખૂબ જ સરળ રીતે થાય છે. પ્રાપ્ત યોગ સ્થિર બને છે, સ્થિર યોગ વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ યોગ આત્માને પરમપદે બિરાજમાન કરે છે; જેના પ્રારંભમાં આ રીતે યોગની પૂર્વસેવા છે - એ સમજી શકાય છે. એ પૂર્વસેવાના અસંખ્ય ભેદમાંથી અહીં ગુરુદેવાદિપૂજન, સદાચાર, DDDDDDDDDY EDDDDDDDD

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82