________________
અવસ્થાનો વિચાર કરીએ તો સમજાશે કે ગુણસમ્પન પુરુષોનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું ન હોવાથી એ નિર્ગુણ-અવસ્થા છે, અને ગુણસમ્પન્ન આત્માઓ પ્રત્યે રાગ ન રાખવાથી ગુણી જનોનું સાનિધ્ય આપણે મેળવી શક્યા નહિ. અનાદિકાળના કુસંસ્કારોના કારણે લગભગ દુર પુરુષોની પ્રત્યે જ રાગ કરવાનું બનતું આવ્યું છે. ગુણ અને ગુણી જનો પ્રત્યે રાગ કેળવવાનું ખૂબ કપરું છે. દોષ પ્રત્યે દ્વેષ જાગે અને ગુણની ઉત્કટ ઈચ્છા જાગે તો ગુણવાન પુરુષો પ્રત્યે રાગ જન્મ. ગુણી જનોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. ગુણીજનોનો સમાગમ મહામુસીબતે થતો હોય છે અને એ વખતે તેમની પ્રત્યે રાગ થાય - એવું ભાગ્યે જ બનતું હોય છે. યોગના અર્થી જનોને લોકોત્તર ગુણસમ્પન્ન આત્માઓના સાનિધ્યમાં રહેતી વખતે તેઓશ્રીની પ્રત્યે જો રાગ ન હોય તે ભારે કરુણ પ્રસંગ સર્જાય, તેથી યોગની પૂર્વસેવામાં ગુણી જનો પ્રત્યે રાગ કેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
આ રીતે ગુણવાન પુરુષો પ્રત્યે જેમ રાગ રાખવાનો છે તેમ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોટિના જીવો પ્રત્યે નિન્દાનો ત્યાગ કરવાનો છે. સર્વત્ર (જીવમાત્રમાં) નિન્દાત્યાગ સ્વરૂપ સાતમો સદાચાર છે. આ સદાચારનું પાલન કરવાનું લગભગ અશક્ય છે. બીજાના અવર્ણવાદ સ્વરૂપ નિંદાનું દૂષણ ક્યાં નથી- એ શોધવા નીકળવું પડે એવું છે. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ એવા કોઈ પણ માણસની નિંદા ન કરવી – એ યોગની પૂર્વસેવાવિશેષ છે. લોકોત્તર માર્ગની જેઓ આરાધના કરી રહ્યા છે - એવા આત્માઓ માટે પણ આ સદાચારનું પાલન આજે જરૂરી હોય એવું લાગતું નથી. શાસનના હિતની ચિન્તાના નામે શાસનના આરાધકોમાં આ દૂષણ આજે એવું ફેલાયું છે કે જેની વાત
D]D]D]D]D]D]]BCA BIDDHIDDEDGE