Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ પાપની પ્રત્યાપત્તિ-પ્રતિકાનિ કહેવાય છે, જે પાપના પ્રતિક્રમણ સ્વરૂપ છે. પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે જ્યારે આ પાપસૂદનતપનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે એનો ખ્યાલ રાખવો જોઈએ કે એ પાપ જીવનમાં ફરીથી ન થાય. શાસ્ત્રીય પરિભાષામાં એને પાપાકરણનિયમ કહેવાય છે. પાપનું પ્રાયશ્ચિત્ત, ફરીથી પાપ નહિ કરવાની શરતે હોવું જોઈએ. અન્યથા પાપની વિધિ શક્ય નહિ બને. ગૃહસ્થજીવનમાં સર્વથા પાપની પ્રવૃત્તિ ટાળવાનું શકય બનતું ન હોવા છતાં શરૂઆતમાં જે પરિણામે પાપ કર્યું હતું, તેની અપેક્ષાએ દિવસે દિવસે તે જ પાપની પ્રવૃત્તિ વખતે એવા પરિણામ નથી હોતા. અનુક્રમે તે પરિણામો મંદ, અંતર અને મંદતમ થતા હોય છે. પ્રવૃત્તિ પણ ન ટળે અને પરિણામ પણ ન ટળે તો આ પાપસૂદન તપ, પાપનો નાશ નહિ કરે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રત્યાપત્તિથી વિશુદ્ધ જ પાપસૂદન તપ કરવો જોઈએ. પ્રત્યપત્તિવિશોધિત આ પદના પરમાર્થને સમજાવતાં ગ્રન્થકારશ્રીએ જણાવેલી વાતને દરેક યોગના અર્થીએ નિરન્તર યાદ રાખવી જોઈએ.તત્તપરાથસ્થાનાત્મહતા સંવેગેન પ્રતિનિઃ પ્રત્યાત્તિ: પાપની પ્રત્યાપત્તિનું વિવેચન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે તે તે અપરાધસ્થાનથી; મહાન-ઉત્કટ એવા સંવેગપૂર્વક પાછા ફરવું તેને પ્રત્યાપત્તિ કહેવાય છે. એનો આશય એ છે કે આપણે જે કોઈ અપરાધ કર્યો હોય તેની આલોચના સ્વરૂપે જ્યારે તપ વગેરે કરવાનો સ્વીકાર કરીએ ત્યારે તેને પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બનાવવું જોઈએ. અન્યથા તે તપથી પાપની વિશુદ્ધિ થતી નથી. પાપનું પ્રક્ષાલન કરનાર પાપસૂદન તપ, જે પ્રત્યાપતિથી વિશુદ્ધ બને છે, તે પ્રત્યાપત્તિ ઉક્ટ D]D] D] D]D] D] D]D DDDDDDDDD

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82