________________
એવા સંવેગપૂર્વક કરવાની છે. મોક્ષની અભિલાષાને સંવેગ કહેવાય છે. એ ઉત્કટ અભિલાષાના કારણે પાપથી પાછા ફરવાનું છે. પાપથી મોક્ષ અટકે છે અને પાપથી દુઃખ આવે છે –આ બંન્ને વાત સાચી છે, પરન્તુ મોટા ભાગે દુ:ખથી બચવા માટે પાપ નહિ કરવાની વૃત્તિ હોય છે. ‘પાપ કરીશ તો મોક્ષ નહિ મળે’ –આવો ભાવ કોઇ વાર આવી જાય તોપણ તે સ્થિર બનતો નથી. એની અપેક્ષાએ ‘પાપ કરીશ તો દુ:ખી થઇશ' આવો પરિણામ ખૂબ જ મજબૂત બનતો જાય છે. ‘દુ:ખથી દૂર થઇએ કે ના થઇએ પરન્તુ મોક્ષથી દૂર ના થઇએ’આવો પરિણામ કેળવી લેવો જોઇએ. અન્યથા માત્ર દુ:ખથી બચવાના ઇરાદે પાપની પ્રવૃત્તિ ટાળવાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. યોગની પૂર્વસેવામાં જણાવેલી આ વાત નિરન્તર યાદ રાખવી જોઇએ. દુ:ખની ચિન્તા જેટલી છે એટલી ચિન્તા મોક્ષના અવરોધની છે કે નહીં તે પ્રામાણિક રીતે વિચારવું જોઇએ. ૧૨-૨૧॥
આ રીતે યોગની પૂર્વસેવામાં ત્રણ પ્રકારનું વર્ણન કરીને ચોથા પ્રકાર ‘મુત્સદ્વેષ’નું વર્ણન કરાય છે -
मोक्षः कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः । तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ॥ १२-२२ ॥
“સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ છે, જે (પાંચ ઇન્દ્રિયના વિષયના પરિભોગ સ્વરૂપ) ભોગની આફ્તિરૂપ સફ્લેશથી રહિત છે. આવા મોક્ષને વિશે, અત્યન્ત અજ્ઞાનના કારણે તેને અનિષ્ટ માનવાથી દ્વેષ થાય છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે યોગની પૂર્વસેવાને ઇચ્છનારે મુક્તિ પ્રત્યે દ્વેષ
duduD
DODO
D
૬૦
BED
67DDD