Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ “મુકૃત્યષસ્વરૂપ જ મુક્તિરાગ છે. આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે મુક્તિના રાગના વિષયમાં અને મુક્તિના ઉપાયના વિષયમાં મૃદુ,મધ્યમ અને અધિકતાને આશ્રયીને યોગીઓના પ્રકાર નવ રીતે બતાવ્યા છે.” આ પ્રમાણે એક્ઝીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મુક્તિના અષને જ મુકિતનો રાગ માનવાનું યોગ્ય નથી. કારણ કે જઘન્ય (મૂદ) મધ્યમ (મધ્ય) અને ઉત્કૃષ્ટ (અધિક) સ્વરૂપે મુક્તિનો રાગ અને મુક્તિનો ઉપાય- એ બંનેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકાર વર્ણવ્યા છે. મુક્તિનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેના દ્વેષના સામાન્યાભાવ સ્વરૂપ હોવાથી એક જ પ્રકારનો છે. આવા મુક્ષ્યદ્વેષને મુત્યનુરાગસ્વરૂપ માની લેવામાં આવે તો તેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકારનું નિરૂપણ સદ્ગત નહિ બને. તેથી યોગી જનોના નવ પ્રકારના વર્ણનના અનુરોધથી મુત્યષને મુત્યનુરાગસ્વરૂપ માનવાનું ઉચિત નથી. મોક્ષનો અનુરાગ સંવેગ સ્વરૂપ છે. અને સમ્યજ્ઞાનાદિ મોક્ષના ઉપાય છે. તેને આશ્રયીને નીચે જણાવ્યા મુજબ યોગી જનોના નવ પ્રકાર છે. મૃદૂપાય મૃદુસંગ, મધ્યોપાય મૃદુસંવેગ, અથુપાય મૃદુસંગઆ ત્રણ પ્રકાર જઘન્ય મોક્ષરાગને આશ્રયીને છે. મૃદૂપાય મધ્યસંગ, મધ્યોપાય મધ્યસંવેગ, અદ્ભપાય મધ્યસંવેગ - આ ત્રણ પ્રકાર મધ્યમ પ્રકારના મોક્ષરાગને આશ્રયીને છે. અને મૃદૂપાય અધિસંવેગ, મધ્યોપાય અધિસંવેગ, અબુપાય અધિસંવેગ -આ ત્રણ પ્રકાર ઉત્કૃષ્ટ મોક્ષરાગને આશ્રયીને છે. આ રીતે યોગીઓ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મોક્ષરાગ તથા મોક્ષોપાયને આશ્રયીને નવ પ્રકારના છે. એ નવ પ્રકાર, એક જ NEDDDDDEDGED Dudhd/B/ST/ BdBS9dBdBODIES dE SON

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82