________________
જડ માણસો આગમના અર્થને (પ્રવૃત્તિ-નિવૃત્તિ) કરનારા હોવા છતાં નિયમે કરી છે તે અર્થના તેઓ દ્વેષી હોય છે.” આગમમાં જણાવેલા વિધિથી નિરપેક્ષપણે આગમમાં જણાવેલા અનુષ્ઠાન કરતા હોવા છતાં તેઓ આગમ પ્રત્યે ભક્તિભાવવાળા નથી. પરંતુ આગમ પ્રત્યે તેઓ દ્વેષ-વાળા જ છે. કારણ કે આગમ પ્રત્યેના દ્વેષ વિના આગમાર્થનું ઉલ્લંઘન શક્ય નથી. આપણા દ્વેષને ઓળખી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાત પરિપૂર્ણ છે. એનો વિચાર કરવાથી આપણને આપણી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. મોક્ષની સાધનાનો પ્રારંભ કરી ચૂકેલા અને મોક્ષની સાધનાનો પ્રારંભ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુ જનો પોતાના આત્માને મોક્ષ પ્રત્યેના દ્વેષથી રહિત બનાવે અને યોગની પ્રાપ્તિ દ્વારા વહેલામાં વહેલી તકે પરમાત્મા બનાવે એ જ એકની એક શુભાભિલાષા.... ૧૨-૩રા
|| કૃતિ યોગીપૂર્વસેવા-દ્વત્રિશિT |
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
DિDED]D]D]D]DF\D GSEB/GB/S/NTS 9
DDDDDDDD