________________
એટલે કે ઘણાં વ્યવધાન(વધારે ભવના વિલંબ)થી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાનન્દસ્વરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિના વિલંબ અને અવિલંબના કારણે પણ મુફત્યષ અને મુકિતના રાગમાં ભેદ છે. જેના કાર્યમાં વિશેષતા છે તે કારણમાં પણ વિશેષતા છે, એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે મુત્યષ અને મુકિતનો રાગ બંને એક નથી. બંનેમાં ઘણું અત્તર છે. મુત્યદ્વેષના કારણે મોક્ષપ્રામિમાં અનેક ભવોનું વ્યવધાન થાય છે. અને મુક્તિ પ્રત્યે રાગ હોય તો મોક્ષની પ્રાપ્તિમાં તેવું વ્યવધાન થતું નથી.
યોગની પૂર્વસેવા બત્રીશીના બત્રીશમા છેલ્લા શ્લોમાં જણાવેલી વાતને ખૂબ જ ગંભીરતાથી વિચારવી જોઈએ. મુક્તિ પ્રત્યેનો અદ્દેષ પણ કાલાન્તરે પરમાનન્દ-મોક્ષનું કારણ બને છે એ જાણ્યા પછી મુમુક્ષુ આત્માએ પળે પળે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ રીતે મોક્ષ પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ. મોક્ષ પ્રત્યે રાગ જન્મે તો ઘણી સારી વાત છે. પરન્તુ જ્યાં સુધી એન બને ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય-એનો સતત ખ્યાલ રાખ્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની આપણી પ્રવૃત્તિ ઉપર એક નજર માંડીને આપણને મોક્ષ પ્રત્યે રાગ છે કે દ્વેષ છે- એ પ્રશ્નનો ઉત્તર, કોઈ પણ જાતની માયા સેવ્યા વિના મેળવી લેવો જોઈએ. એ પ્રશ્નનો વાસ્તવિક ઉત્તર મેળવી લેવા માટે યોગબિન્દુમાં જણાવેલી વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાં તે (૨૪૦મા) શ્લોમાં જણાવ્યું છે કે, “આગમના આધારે પ્રવૃત્તિ શરૂ કરનારા આગમનું ઉલ્લંઘન કરી જેઓ પ્રવૃત્તિ કરે છે, તે