Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023217/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય ટીમ શોવિજયજી મહારાજ વિરચિત યોગ પૂર્વસેવા બત્રીશી એક પરિશીલન સંકલન પૂ.આ ભી.વિ ચન્દ્રગુપ્ત સૂમ પ્રકાશક શ્રી અનેકાન્ત પ્રકાશની Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતં ત્રિશત્ ત્રિશિવ:' પ્રકરણાનર્ગત ચોગ-પૂર્વસેવા બત્રીશી-એક પરિશીલન ': પરિશીલન: પૂપરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચો સાં. ના પટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના વિવાદ પૂ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. અનકાન્ત પ્રકાશન : આર્થિક સહકાર : શા. નગીનદાસ કચરાભાઈ સાગર સમ્રાટ, જૂના શારદા મંદિર પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગ - પૂર્વસેવા બત્રીશી - ૧૨ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૬ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન ફાગણ સુદ ૩ : ગુરુવાર : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફલેટ્સ પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ “કોમલ' છાપરીયા શેરી: મહીધરપુરા સુરત - ૩૯૫૦૦૩ : આર્થિક સહકાર : શા. નગીનદાસ કચરાભાઈ સાગર સમ્રાટ, જૂના શારદા મંદિર પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. : મુદ્રણ વ્યવસ્થા : - કુમાર ૧૩૮- બી. ચંદાવાડી : બીજે માળે: સી.પી. ટેક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ : પરિશીલનની પૂર્વે યોગસાધના માટે સાધકે કેટલીક પાયાની લાયકાત મેળવવાની હોય છે. પૂર્વસેવા તરીકે ઓળખાતી એ લાયકાતનું વર્ણન આ પ્રસ્તુત ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. આ પૂર્વસેવાને આત્મસાત્ કર્યા વિના સાચી યોગસાધના થતી નથી. અહીં યોગસાધનાની વાત કરતાં પહેલાં આપણે, ‘યોગ એટલે શું ?' આ પ્રશ્નનો ઉત્તર આપણાં શાસ્ત્રોમાંથી મેળવી લેવાની જરૂર છે અને એ માટે આપણે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અને પ્રસ્તુત ગ્રન્થના રચયિતા મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ ફરમાવેલા કેટલાક શ્લોકો જોઈએ : पुमर्था इह चत्वारः, कामार्थौ तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनर्थौ परमार्थतः ॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारण: || ( त्रिषष्टि० पर्व १० ) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ કહેવાય છે. આમાં અર્થ અને કામ તો પરમાર્થથી અનર્થભૂત હોવાથી માત્ર નામથી જ પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ તો એકમાત્ર મોક્ષ જ છે. અને એ મોક્ષનું કારણ (સાધન), સંસારસાગરથી તારનારો એવો સંયમાદિ દસ પ્રકારનો ધર્મ છે. (તેથી તે પણ પુરુષાર્થ છે. ) दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते । સંવમાવિવવિધઃ સર્વજ્ઞોતો વિમુક્તયે । (યોગશાસ્ત્ર-પ્રકાશ- ૨) દુર્ગતિમાં પડતા પ્રાણીને આધાર આપનાર હોવાથી ધર્મ કહેવાય EDU GSLDCGUDG PUBL EDDE D/DOUG Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞોએ ફરમાવેલો ધર્મ મોક્ષને માટે चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । જ્ઞાનાનાત્રિ- રત્નત્રયં સો (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧) ચાર પુરુષાર્થમાં પ્રધાન મોક્ષપુરુષાર્થ છે. તે મોક્ષનું કારણ (સાધન) યોગ છે અને તે યોગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી છે. મોક્ષે યોગના : સર્વોડાવા દ્યો (જ્ઞાનસાર, યોગાષ્ટક) આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી, બધોય (સાધુધર્મ અને શ્રાવકધર્મ સ્વરૂપ) આચાર યોગ તરીકે ઈષ્ટ (સ્વીકાર્ય) છે.... આ શાસ્ત્રાધારોના પ્રકાશમાં જોઈએ તો મોક્ષ મેળવવાના એકમાત્ર લક્ષ્યથી અને શુક્રધવિધિથી આરાધાતો ધર્મ એ જ સાચો યોગ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. વર્તમાનમાં યોગના નામે આચારશૂન્ય, વિવેકશૂન્ય અને અર્થશૂન્ય એવી અનેક વાતો અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મન, વચન અને કાયાને જરાય કષ્ટ ન આપવું; મન, વચન અને કાયાને ગમતી બધી જ મોહાધીન પ્રવૃત્તિઓ કર્યો જવી, અને સાક્ષીભાવ', અનાસતિભાવ', 'નિર્લેપભાવ” વગેરે જેવા શબ્દો સમજ્યાસમજાવ્યા વિના રમાયે જવા-આવું તો ઘણું બધું અત્યારે યોગના નામે ચાલી રહ્યું છે. યોગસાધના એ ધર્મારાધના કરતાં કોઈ તદ્દન જાદી અને ઊંચી ચીજ હોય - એવી ભ્રમણા ઊભી કરાતી હોય છે. આપણે એ બધી લાંબી ચર્ચામાં ઊતરવું નથી. પણ એવી બધી વાતોમાં DDDDDDDDDD; G/GU/UCDC/// DDDDDDDDDDDD 'GGEDGEGGAZINGS Page #6 -------------------------------------------------------------------------- ________________ આવી જઈને આપણે એવા દંભયોગી ન બની જઈએ એટલી સાવચેતી ખાતર જ આપણે ઉપરના શાસ્ત્રપાઠો યાદ રાખવાના છે. આપણી નાનામાં નાની અનુકૂળતા મેળવવા માટે બીજા અનેક જીવોને મરણ સુધીની પીડા આપવી જ પડે અને આપણી નાનામાં નાની પ્રતિકૂળતા કાઢવા માટે બીજા અનેક જીવોની અનુકૂળતા ઝૂંટવી જ લેવી પડે-એ સંસારના સુખની એકમાત્ર લાક્ષણિકતા છે. આવા સુખના ત્યાગ વગર ધર્મની– યોગની– સાધનાનો વિચાર પણ થઇ ન શકે. આવા સુખના ત્યાગ સ્વરૂપ ધર્મ પણ, ભવિષ્યમાં એવા વધુ સુખની પ્રાપ્તિ માટે થતો હોય તો એ ધર્મ પણ અનર્થભૂત જ છે. માટે માત્ર સુખના ત્યાગસ્વરૂપે થતો ધર્મ નહિ, પણ સુખના રાગના ત્યાગસ્વરૂપે થતો ધર્મ જ શુદ્ધ ધર્મ છે. સારા આશયથી કરાતો ધર્મ પણ ભગવાનની આજ્ઞા મુજબનો ન હોય તો નિરર્થક છે. ઉપરના શાસ્ત્રપાઠમાંની ‘મોક્ષના કારણ’ અને ‘સર્વજ્ઞોત’ એવા ધર્મની વાત યાદ રાખીએ તો, મોક્ષના એકમાત્ર લક્ષ્યથી અને જ્ઞાનીઓએ ફરમાવેલી વિધિથી થતો નાનો પણ ધર્મ જ સાચો ધર્મ છે, તે સિવાયનો ગમે તેટલો મોટો ધર્મ પણ અધર્મ જ છે આ વાતમાં કશી શંકા રહેતી નથી. આ વાતને ‘એકાન્તવાદ’ કહેનારા અનેકાન્તની આશાતના કરી રહ્યા છે. યોગ અને ધર્મ વસ્તુતઃ - - એક જ છે – એ વાત આપણે શરૂમાં જ વિચારી આવ્યા. ધર્મારાધના કે યોગસાધના માટે સાધકે જે યોગ્યતા મેળવવાની, કેળવવાની અને જાળવવાની છે તેને પૂર્વસેવા કહેવાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં તે પૂર્વસેવાનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે વાંચતાં સ્પષ્ટ સમજાશે કે સુખના રાગીનું આમાં કામ નથી. સુખનો રાગ અને દુ:ખનો દ્વેષ : આ બંન્ને nanab DJDBCD7Qd ૩ DDDDDED 676777607ણે Page #7 -------------------------------------------------------------------------- ________________ તરફ ઢેષ જાગે તો જ આ પૂર્વસેવા જીવનમાં ઊતરે તેવી છે. આ પૂર્વસેવાને સેવ્યા વિના યોગી બની ગયેલાઓના યોગ, પોતાને અને બીજાઓને ઠગનારા દંભ સિવાય બીજું કશું જ નથી. આ પૂર્વસેવાની અપૂર્વ-અત્યાર સુધી ક્યારેય કોઇની ન કરી હોય તેવી-સેવા કરીશું તો જ સાચા યોગી બનીશું. આવા યોગી ક્રિયામાર્ગના વિરોધી ન હોય. વિરોધ અશુદ્ધ ક્રિયાનો હોય, શુદ્ધ કિયા તો યોગસાધનાનું અવિભાજ્ય અંગ છે, તેની ઉપાસના વિના યોગ સિદ્ધ ન થાય. યોગમાર્ગના સાચા જ્ઞાનના અભાવે આજે યોગ, ધ્યાન, સાધના વગેરેના નામે નરી સુખશીલતા પોષાઈ રહી છે. આપણે એ બધી ગરબડમાં પડવું નથી. આ પૂર્વસેવા જ્ઞાનીઓની દૃષ્ટિએ તો સાધનામાં પ્રવેશવા માટેની સાવ પ્રાથમિક કક્ષાની યોગ્યતા છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ યોગી કે ધર્મી બનવા માટે તો ઘણી સાધના કરવાની બાકી રહે છે. પરંતુ આપણી કક્ષા એટલી નીચી છે કે આવી પ્રાથમિક યોગ્યતા પણ આપણા માટે ઘણી ઊંચી લાગે છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ યોગી-ધર્મી તરીકેનું પ્રમાણપત્ર મેળવવાની વાત તો આપણા માટે ઘણી અઘરી છે. પણ એ પરીક્ષામાં બેસવા માટેના પ્રવેશપત્ર જેવી આ પૂર્વસેવા ય પામી શકીએ તો આપણા માટે મોટી વાત છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ સારી શરૂઆત છે. આ ભવમાં આવી સારી શરૂઆત થઈ જાય અને પછી વહેલી તકે સાચા સાધક બનીને સિદ્ધ થઈએ એ જ એક શુભાલિભાષા --- વિ. સં. ૨૦૧૬ આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ પોષ વદ : ૬ : બુધવાર છાપરીયા શેરી : સુરત PDFDGL D]D]DDED DEDDED]D]]D]D' GS/BdBdUDrug Page #8 -------------------------------------------------------------------------- ________________ अथ योगपूर्वसेवाद्वात्रिंशिका प्रारभ्यते । આ પૂર્વે અગિયારમી બત્રીશીમાં જેનું લક્ષણ-સ્વરૂપ વિચારાયું છે તે યોગની પ્રાપ્તિ માટે પ્રથમ ઉપાય સ્વરૂપ પૂર્વસેવાનું વર્ણન કરાય पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् । સદ્દાવારતો મુજ્યગતિ પ્રર્વિતા: ૨૨-શા. “ગુરુ-દેવાદિનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ-એને યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે. આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગનું લક્ષણ-સ્વરૂપ વર્ણવતી વખતે અગિયારમી બત્રીશીમાં વર્ણવ્યું છે કે, મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર મુખ્ય કારણ સ્વરૂપ આત્મવ્યાપારને યોગ કહેવાય છે. આ મોક્ષસાધક યોગને પ્રાપ્ત કરવા માટેના જે ઉપાય છે; તેને અહીં મોક્ષસાધક યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે. શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા મોક્ષસાધક યોગો અસંખ્ય છે. એને પ્રાપ્ત કરવાના ઉપાયો પણ અસંખ્ય છે- એ સમજી શકાય છે. અસંખ્ય યોગની પૂર્વસેવા સ્વરૂપ એ ઉપાયોમાંથી માત્ર ચાર જ ઉપાયોનું વર્ણન આ બત્રીશીમાં કર્યું છે. ખૂબ જ સંક્ષેપથી પણ માર્મિક રીતે વર્ણવેલા એ ઉપાયોનો વિચાર અહીં કરવાનો છે. અનન્તદુઃખમય આ સંસારથી મુક્ત બનવા માટે યોગ વિના બીજો કોઈ ઉપાય નથીએનો જેને ખ્યાલ છે એવા મુમુક્ષુઓને યોગ સિવાય બીજું કશું જ પામવા જેવું લાગતું નથી. યોગની પ્રાપ્તિ માટેનો તેમનો પુરુષાર્થ વ્યર્થ બને નહિ અને સફળ બની રહે એ માટે આ બત્રીશીમાં ગ્રન્થકાર GET DIDDD]D]D]D ADDEDD]D]D]DE G/EN/SUBMENUE Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમર્ષિએ યોગની પ્રાપ્તિના પ્રાથમિક ઉપાય તરીકે મુમુક્ષુ જનોને પૂર્વસેવા ઉપદેશી છે. એને પ્રાપ્ત કર્યા વિના, યોગ માટે કરેલો પુરુષાર્થ ફળની પ્રાપ્તિ સુધી નહિ પહોંચાડે. કારણ ગમે તે હોય પરંતુ આજે આ જાતની પ્રાથમિક યોગ્યતાની ખૂબ જ ઉપેક્ષા સેવાય છે- એ માન્યા વિના ચાલે એવું નથી. આપણી અવદશાનું નિદાન વર્ષો પૂર્વે અનેક ગ્રન્થકારપરમર્ષિઓએ ખૂબ જ ચોક્કસપણે કરી લીધું છે. કોઈ પણ જાતના ખચકાટ વિના એનો સ્વીકાર કરી આપણી અવદશાનાં એ કારણોને દૂર ર્યા વિના છૂટકો જ નથી. આત્માની વિશિષ્ટ યોગ્યતાને લઈને કોઈને એકાએક યોગની પ્રાપ્તિ થાય - એથી એવા દૃષ્ટાન્તને લઈને યોગની યોગ્યતા સ્વરૂપ પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું હિતાવહ નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તે તે વિષયમાં યોગ્યતાની ઉપેક્ષા કરાતી નથી. માત્ર ધાર્મિક ક્ષેત્રમાં એવી ઉપેક્ષા કેમ સેવાય છે- એ સમજાતું નથી. જો સંસારથી મુક્ત થવું હોય અને મોક્ષે જવું હોય તો યોગની પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું કોઈ કારણ જ નથી. અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિએ યોગપૂર્વસેવાની ઉપેક્ષાનું વાસ્તવિક કારણ; ભવના ઉચ્છેદની ભાવનાનો અભાવ છે. ‘ભવ દુઃખથી ગહન છે એનો ઉચ્છેદ કઈ રીતે થાય'-આવો વાસ્તવિક પરિણામ જ યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરાવે છે. યોગની પૂર્વસેવાને આત્મસાત્ પછી યોગની પ્રાપ્તિ ખૂબ જ સરળ રીતે થાય છે. પ્રાપ્ત યોગ સ્થિર બને છે, સ્થિર યોગ વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ યોગ આત્માને પરમપદે બિરાજમાન કરે છે; જેના પ્રારંભમાં આ રીતે યોગની પૂર્વસેવા છે - એ સમજી શકાય છે. એ પૂર્વસેવાના અસંખ્ય ભેદમાંથી અહીં ગુરુદેવાદિપૂજન, સદાચાર, DDDDDDDDDY EDDDDDDDD Page #10 -------------------------------------------------------------------------- ________________ તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ- આ ચારનું જ આ બત્રીશીમાં વર્ણન કર્યું છે. એનો વિચાર કરવાથી સમજાશે કે યોગ પ્રાપ્તિની વાત તો દૂર રહી; પરન્તુ યોગની પૂર્વસેવાને પામવાનું પણ ક્યું છે. આ સંસારના ઉચ્છેદની ભાવના તીવ્ર ન બને તો પૂર્વસેવા પામવાનું કોઈ રીતે શક્ય નથી. ભવના ઉચ્છેદની ભાવના વિનાનાને તો આ પૂર્વસેવાની વાત સમજવાનું પણ અઘરું છે. ૧૨-૧થા ગુરુદેવાદિ-પૂજન સ્વરૂપ યોગપૂર્વસેવાનું વર્ણન કરવા માટે બીજા શ્લોકમાં ગુરુવર્ગ જણાવાય છે - माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥१२-२॥ માતા, પિતા, કલાચાર્ય, તેમના ભાઈ-બહેન વગેરે જ્ઞાતિજનો અને ધર્મનો ઉપદેશ આપનારા એવા વૃદ્ધજનો – આ બધાને શિષ્ટ પુરુષોએ ગુરુવર્ગ તરીકે માન્યો છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે કે જેમનું પૂજન કરવાનું યોગની પૂર્વસેવામાં વર્ણવ્યું છે, તે ગુરુવર્ગ, માતા પિતા અને કલાચાર્ય વગેરે સ્વરૂપ છે. યોગની પ્રાપ્તિ માટે યોગની પૂર્વસેવા છે. યોગની પ્રાપ્તિ પૂર્ણપણે ગુરુદેવશ્રીને આધીન છે. ચાલુ વ્યવહારમાં પણ તે તે વસ્તુની પ્રામિ ગુરુને આધીન છે. ગુરુકૃપા સર્વસિદ્ધિનું મૂળ છે. સર્વસાવધ યોગથી વિરામ પામ્યા વિના વાસ્તવિક રીતે યોગની પ્રાપ્તિ થતી નથી. એ સર્વવિરતિધર્મની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રીના પારતન્યનું કેટલું મહત્ત્વ છે એ સૌ કોઈ ખૂબ જ સારી રીતે જાણે છે. કોઈને એ અંગે D]D]D]D]D]D]D] ' GROUGGg/DGEMEGE gLggLLgUGUCUQD Page #11 -------------------------------------------------------------------------- ________________ સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. પરંતુ આજે ગુરુપારતન્ય લગભગ ગૌણ બની ગયું છે એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. ગ્રન્થકારપરમર્ષિએ યોગની પૂર્વસેવાના નિરૂપણનો પ્રારંભ ગુરુપૂજન થી કર્યો છે. એનો થોડો વિચાર કરીએ તો ચોક્કસ સમજાશે કે ગુરુપારતત્ર્યની પ્રાપ્તિ માટે અહીં વર્ણવતા ગુરુપૂજન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીની ઉપાસનાથી જેમ પરમતારક પરમગુરુ શ્રી અરિહન્તપરમાત્માનો સહ્યોગ પ્રાપ્ત થાય છે, તેમ ઉપકારી માતાપિતાદિની સેવાથી (વિનયાદિસ્વરૂપ સેવાથી) ભવનિસ્તારક ગુરુદેવશ્રીનું પારતન્ય પ્રાપ્ત થાય છે, જે સર્વવિરતિધર્મસ્વરૂપ યોગનું મુખ્ય અંગ છે. એ અંગ વિના યોગની બધી જ સાધના સાધ્યસિદ્ધિનું અંગ બનતી નથી. યોગની પૂર્વસેવાને ક્યાં વિના યોગની સાધના માટે કોઈ પણ જાતની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. યોગ્યતારહિત માણસો ગમે તેટલી ઉચ્ચ કક્ષાની આરાધના કરે; તોપણ તેઓ સિદ્ધિથી વંચિત જ રહેવાના. અનધિકારીઓને કોઇ ફળ મળે – એ વાતમાં તથ્ય નથી. માટે કોઈ વાર યોગની સાધનાનો પ્રારંભ કરતાં પૂર્વે યોગની પૂર્વસેવાનો પ્રયત્ન કર્યો ન હોય, ત્યારે તેવા સાધકોએ પોતાની એ નબળાઈને સતત ખ્યાલમાં રાખીને જ યોગમાર્ગમાં ચાલવું જોઈએ. ચાલવા માટે પગજેવું કોઈ જ સાધન નથી. એ સશક્ત હોય તો જ ખરેખર તો ચાલવું જોઈએ. પરંતુ સંયોગવશ પગ અશક્ત-અસમર્થ હોય તોપણ ચાલવું પડતું હોય છે. પણ એ વખતે ચાલનારને પોતાની એ નબળાઈનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી ધીમે ધીમે સાચવી-સાચવીને ચાલવા દ્વારા તે વિલંબે પણ ઈષ્ટ સ્થાને પહોંચે છે. યોગની પૂર્વસેવાને ઉDED]D]D]D]D]D]D , HD|D]D]D]D]D] Page #12 -------------------------------------------------------------------------- ________________ આરાધ્યા વિના યોગની આરાધનાને કરનારાએ પોતાની એ ખામીનો ખ્યાલ રાખી એને દૂર કરવા ઉત્કટ પ્રયત્ન કરવો જોઈએ. સાધન ખરાબ નથી, અપૂર્ણ છે. એનો ત્યાગ કરવાની જરૂર નથી, એને પૂર્ણ અને સમર્થ બનાવવાની જ જરૂર છે. અશક્ત પગ પણ લાક્કી વગેરેના ટેકાથી કાર્યસાધક બનતા હોય છે. માતા, પિતા, કલાચાર્ય, તેઓના ભાઈ-બહેન વગેરે અને જ્ઞાનથી કે ઉમરથી વૃદૂધ (મોટા) એવા ધર્મના ઉપદેશકો- આ ગુરુવર્ગ છે. તેમણે આપણી ઉપર કઈ જાતનો ઉપકાર કર્યો છે એ વિચારવાના બદલે કોઈ જાતનો ઉપકાર તેમણે આપણી ઉપર કર્યો નથી; એ વિચારવું જોઈએ. આપણી ગર્ભાવસ્થા; જન્મસ્થિતિ; શિશુઅવસ્થા અને બાલ્યાવસ્થા કેવી અજ્ઞાનમયી હતી ? એ ઘોર અંધકારમાંથી પ્રકાશને ઝીલવાની પાત્રતા પ્રાપ્ત કરાવીને આપણાં માતાપિતાએ આપણી ઉપર ક્યો ઉપકાર કર્યો નથી ? આપણી એ પાત્રતાને જોઈને લાચાર્યે સમયોચિત અક્ષરાદિજ્ઞાનના પ્રદાન દ્વારા આપણા જીવનને જ નહિ આપણા આત્માને પ્રકાશમય બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો સાથે વિવિધ કલાઓના જ્ઞાનનું પ્રદાન કરતાં કરતાં આપણા હિતની પણ ચિંતા તેઓએ કરી છે. આજની આપણી જે કાંઈ પણ થોડી સારી સ્થિતિ છે તે તેઓના ઉપકારનું જ ફળ છે ને ? આવી જ રીતે મામા, માસી, કાકા ફોઈ... ઇત્યાદિ જ્ઞાતિજનો(સ્વજનોએ પણ અવસરે અવસરે આપણી સારસંભાળ લઈને આપણા જીવનના પ્રવાહને અવિરતપણે વહેતો રાખવા પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બધાએ કરેલા ઉપકારો અગણિત છે. આપણા વિવેકહીને વર્તનને જોયા પછી અને જાણ્યા પછી પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ તેઓએ એ ઉપકારનું ઝરણું વહેતું જ રાખ્યું છે. એના અચિન્ત્ય સામર્થ્યથી, દિશાપૂર્ણ બનેલા આપણા જીવનને જોઈને આપણા પરલોકની ચિન્તામાં વ્યગ્ર એવા પૂ. ધર્મોપદેશકોએ પણ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. પરલોકના હિતથી સર્વથા અનભિજ્ઞ (અજાણ) એવા આપણને; હેય, ઉપાદેય અને સદસદ્ વગેરેનો વિવેક તેઓશ્રીની કૃપાથી જ પ્રાપ્ત થયો છે ને ? સ્વપ્ને પણ આપણને જેની કલ્પના ન હતી એવા હિતાહિતાદિને સમજાવી આપણા જીવનને વિવેકપૂર્ણજ્ઞાનથી ભરી દેવાનો પ્રયત્ન તેઓશ્રીએ કર્યો છે. ઉમરથી નાના પણ જ્ઞાનથી મોટા એવા શ્રુત(જ્ઞાન)વૃદ્ધ અને ઉમરથી અધિક એવા વયોવૃદ્ધ પુરુષોએ કરેલા અનુગ્રહને આપણે ક્યારે પણ વીસરી નહિ શકીએ. યોગની પૂર્વસેવાની જ્યાંથી શરૂઆત કરવાની છે એ ગુરુપૂજન માટેના ગુરુવર્ગને આ શ્લોકથી જણાવ્યો છે. ।।૧૨-૨ હવે ત્રીજા શ્લોકથી ગુરુવર્ગના પૂજનનું વર્ણન કરાય છે – पूजनं चाऽस्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ॥१२- ३॥ “આ ગુરુવર્ગનું પૂજન; ત્રણ સન્ધ્યાએ નમસ્કાર કરવો, પર્યુપાસના કરવી; અવર્ણવાદનું શ્રવણ ન કરવું, નામની શ્લાઘા (ગૌરવપૂર્વક બોલવું), ઊભા થવું અને આસન આપવા સ્વરૂપ છે.’ - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે. W કહેવાનો આશય એ છે કે માતા, પિતા વગેરે ગુરુવર્ગને દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ વાર પ્રણામ કરવો જોઈએ. સવારે છ વાગ્યાની આસપાસ, બપોરે બાર વાગ્યાની આસપાસ અને સાંજે છ 000000000 DUD DDDDDDDD .. 767676767676UDUD ૧૦ Du Page #14 -------------------------------------------------------------------------- ________________ વાગ્યાની આસપાસના સમયને સામાન્યથી સન્ધ્યાસમય કહેવાય છે. ત્રણ સન્ધ્યાએ માતા, પિતા, લાચાર્ય, તેમના જ્ઞાતિજનો અને વૃદ્ધધર્મોપદેશકો -આ ગુરુવર્ગને પ્રણામ કરવો જોઈએ. કોઇ વાર ગુરુવર્ગ ઉપસ્થિત ન હોય અથવા તો આપણે તેમની પાસે ન હોઈએ તો આવા અવસરે દ્રવ્યથી તેઓ વિદ્યમાન ન હોવાથી સાક્ષાત્ પ્રણામ કરવાનું ન બને તોપણ ત્રણે સન્ધ્યાએ ભાવથી મનમાં તેમનું સ્મરણ કરી આરોપણ કરવા દ્વારા પ્રણામ કરવો જોઈએ. આ રીતે માતાપિતાદિને પ્રણામ કરવાનું ધાર્યા કરતાં ઘણું જ અઘરું છે. વર્તમાનમાં લગભગ આ આચાર નાશ પામ્યો છે. જે પણ થોડા માણસો એ આચારને પાળે છે તેમને; ઘણા માણસો તેમ કરતા ન હોવાથી વિચિત્ર લાગે છે. એમાં પણ મોટી ઉમર થયા પછી કે સમાજમાં સ્થાન પામ્યા પછી ખૂબ જ વિષમતા સર્જાય છે. આવા સંયોગોમાં એ વિચારવું જોઇએ કે આપણે ગમે તેટલા મોટા-મહાન થઈએ પરન્તુ આ ભવમાં માતા, પિતા કે કલાચાર્યાદિ ગુરુવર્ગની અપેક્ષાએ આપણે મહાન નહિ જ થઇએ. માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું બંધ થવાથી મર્યાદાનું પાલન લગભગ નષ્ટ થયું. ગુરુવર્ગ ગુરુવર્ગ છે એટલું જ જોતા રહ્યા હોત તો આજની સ્થિતિ જોવા મળત નહિ. માતા માતા છે; પિતા પિતા છે અને લાચાર્ય લાચાર્ય છે- આ સિવાય બીજી કોઈ વાતનો વિચાર કરવાની આવશ્યક્તા જ હતી નહિ. માત્ર એ એક જ વિશેષતાને આંખ સામે રાખીને તેમને પ્રણામ કરવાનો હતો.પરન્તુ તેમના સ્વભાવાદિને જોવાથી યોગની આ પૂર્વસેવાથી આપણે દૂર થયા. આજે તો માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું જણાવી શકાય એવી સ્થિતિ જ નથી. કારણ કે સંયુક્ત કુટુંબની પદ્ધતિનો EEEEEEEE' SUGUDCGUCUDU ૧૧ '@AEEEEEEE d0d1d7b7676760 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છેદ થવાથી એ શક્ય બનતું નથી. જ્યાં પણ માતાપિતાની સાથે રહેતા હોય છે, ત્યાં પણ હું માતા-પિતાની સાથે રહું છું એમ માનવાના બદલે મારી સાથે માતાપિતા રહે છે-એમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાપિતા પ્રત્યે બહુમાન કે આદરભાવ ન જ હોય તે સમજી શકાય છે. કલાચાર્યની તો વાત કરવાની જ રહેતી નથી. તેમની અવજ્ઞા ન કરે તો સારું! એમ જ કહેવાનો પ્રસંગ છે. તેમને પ્રણામ કરવાની વાત તો માંડી જ વાળવી પડશે. આજથી પચાસ વર્ષ પૂર્વે લાચાર્ય પ્રત્યે જે આદર અને બહુમાનાદિ હતા તે આજે નથી. બેરિસ્ટર થયા પછી પણ પ્રાથમિક માસ્તરને કાદવવાળી જગ્યા હોય તોપણ સાષ્ટાંગ પ્રણામ કરનારા એ વખતે જૈનેતરોમાં જોવા મળતા. જોતજોતામાં આ બધું અદૃશ્ય થતું ગયું. એની અસર અમારે ત્યાં સાધુજીવનમાં પણ પડી છે. વંદનની બાબતમાં હવે બહુ આગ્રહ જેવું રહ્યું નથી. સમયની અને સંયોગની અનુકૂળતા હોય તો વંદન કરવાનું નહિ તો કાંઈ નહિ ! લાચાર્યની તો ઘણી અવજ્ઞા થતી હોય છે. ભણાવનારા આપણી ઉપર ઉપકાર કરે છે - એવી માન્યતા લુપ્ત થતી ચાલી છે. એમને આવડે છે માટે ભણાવવું જ જોઈએ, એમાં વળી ઉપકાર શાનો? લગભગ આવી માન્યતા દૃઢ થતી ચાલી છે. માતા, પિતા કે લાચાર્યોની આ રીતે ઉપેક્ષા થતી હોય ત્યારે તેમના જ્ઞાતિજનો માટે કશું જ કહેવાનું રહેતું નથી. આ બધામાં ધર્માચાર્યોના પ્રણામ અંગે શું કહેવું તે સમજાતું નથી. જ્ઞાન કે ઉમરથી વૃદ્ધ એવા ધર્મોપદેશકોને પ્રણામ કરવાનું ધર્મના ઉત્કટ અથ બન્યા વિના શક્ય નહીં બને. યોગની પૂર્વસેવાનો પ્રારંભ માતાપિતાદિના પૂજનથી થાય છે; અને તેનો પ્રારંભ માતા-પિતાદિને ત્રિકાળ પ્રણામ કરવાથી થાય D]D]D]D]D]D]DEEP SONG/DGEduguGDGET EDED]D]D]D]DDED Page #16 -------------------------------------------------------------------------- ________________ છે.-એ યોગના અર્થીએ યાદ રાખવું જોઈએ. ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુવર્ગને ત્રણ સંધ્યાએ પ્રણામ કરીને તુરત જ જતા રહેવાનું નથી. થોડી વાર તેમની પાસે બેસીને વાતચીત કરી તેમને કોઈ કામ હોય તો તે અંગે પૂછવું, આપણા કાર્ય અંગે તેમનું માર્ગદર્શન મેળવવું વગેરે સ્વરૂપ તેમની પર્યાપાસના કરવી. આ રીતે પર્યાપાસના કરવાથી ગુરુવર્ગ પ્રત્યે બહુમાન વધે અને આપણી કોઈ ભૂલ થતી હોય તો તે દૂર થાય. શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે ગુરુવર્ગના અવર્ણવાદ(નિંદા વગેરે)નું શ્રવણ કરવું નહિ. કોઈ વાર કાર્યવશ એવા સ્થાને જવાનું થાય ત્યારે ત્યાં આપણાં માતા-પિતાદિની નિન્દા થતી હોય તો તે સાંભળવી નહીં. ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. એ અંગે કોઈ પૂછે તો હિંમતથી જણાવવું કે મારા ગુરુવર્ગની નિંદા-અવર્ણવાદ સાંભળવા હું આવ્યો નથી. - આ પ્રમાણે કરવાના કારણે ગુરુવર્ગ પ્રત્યેનું બહુમાનાદિ ટકી રહે છે. આ રીતે અવર્ણવાદ સાંભળવાનો ત્યાગ કરવાથી એના ફળ સ્વરૂપે ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાથી સર્વથા દૂર રહી શકાય છે. વર્તમાનમાં પોતાના ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાનું દૂષણ ખૂબ જ વ્યાપક બનતું ચાલ્યું છે. એ દૂષણ થોડાઘણા અંશે સાધુ-સાધ્વીઓમાં પ્રવેશ પામેલું જોવા મળે છે, જે; યોગની પૂર્વસેવાથી પણ દૂર રાખનારું છે. સામાન્ય શિષ્ટાચાર એ છે કે કોઈની પણ અવર્ણવાદ કરવા નહિ. એનો વિચાર કરીએ તો સમજાશે કે માતાપિતાદિ ઉપકારી ગુરુવર્ગના અવર્ણવાદની પ્રવૃત્તિ કેટલી ખરાબ છે. આવી દુષ્ટ પ્રવૃત્તિથી સર્વથા દૂર રહેવા માટે અવર્ણવાદનું અશ્રવણ ખૂબ જ આવશ્યક છે. 982@BJg]p][]e a p p9DD]D]D]D GSSSSSSBdl૧૩MS/SC/ST/OBCSMSG]S Page #17 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાદિ ગુરુવર્ગનું નામ યોગ્ય-પવિત્ર સ્થાને અવશ્ય બોલવું પરન્તુ મૂત્ર-મલાદિ-પરિત્યાગાદિના અપવિત્ર સ્થાને કોઈ પણ રીતે તેમનું નામ બોલવું નહિ- આ વસ્તુને ના માથા પદથી અહીં જણાવી છે. પૂજ્યપુરુષોની જેમ જ તેમનું નામ પણ પરમપવિત્ર હોય છે. તેથી પવિત્ર સ્થાને-અવસરે વિવેકપૂર્વક તેમનું નામગ્રહણ કરવું. પરન્તુ અશુચિ-અપવિત્ર સ્થાનમાં તેમનું નામ ન લેવું. આથી ઉપકારી જનો પ્રત્યેનો પૂજ્યભાવ જળવાય છે. માતાપિતાદિ ગુરુજનો બહારથી આવે ત્યારે તેમને જોતાંની સાથે જ ઊભા થવું તેમને બેસવા માટે આસન આપવું અને બેઠા પછી તેમની પાસે બેસવું...વગેરે પણ એક જાતનું ગુપૂજન છે. તેઓ જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ જવું. તેઓ આવે ત્યારે તેમને લેવા માટે સામે જવું... વગેરે સ્વરૂપ અનેક પ્રકારનો વિનય પણ અહીં ગુરુવર્ગના પૂજનમાં સમજી લેવાનો છે. આ રીતે આ શ્લોકમાં નમન, પર્યાપાસન, અવર્ણાશ્રવણ, નામશ્લાઘા ઉત્થાન અને આસનાર્પણ સ્વરૂપ ગુરુપૂજન જણાવ્યું છે. ૧૨-૩ ગુરુપૂજનના જ બીજા પ્રકારો જણાવાય છે - सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता। स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ॥१२-४॥ પોતાના ધર્માદિ પુરુષાર્થને હાનિ ન પહોંચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેની નિવૃત્તિમાં અને જે ઈષ્ટ છે તેની પ્રવૃત્તિમાં તત્પર બનવું અને પોતાને પ્રાપ્ત થયેલા સારભૂત એવા અલંકારાદિનું તેમને સમર્પણ કરવું - આ પ્રમાણે ચોથા શ્લોકનો Page #18 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય અર્થ છે. આશય એ છે કે માતાપિતાદિ ગુરુવર્ગને પૂર્વે જણાવ્યા મુજબ નિત્ય ત્રણ વાર પ્રણામાદિ કરવામાત્રથી ગુરુપૂજન થતું નથી. પરન્તુ તે માટે બીજું પણ જે કરવાનું છે તે જણાવતાં આ શ્લોકમાં ફરમાવ્યું છે કે પૂ. માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ નથી (અનિષ્ટ છે) તેનો ત્યાગ કરવો જોઈએ. આમ જોઈએ તો વાત ખૂબ જ નાની છે. પરન્તુ તે મુજબ વર્તવાનું ઘણું જ આરું છે. માતાપિતાદિને જે ગમતું ન હોય તે કરવું નહિ - આ નિયમનું ચોક્કસપણે પાલન કરવા માટે સૌથી પહેલાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું બંધ કરવું પડે. ગુરુજનો પ્રત્યે સદ્ભાવ હોય તોપણ આપણી ઈચ્છાના કારણે એ સદ્ભાવ એક વખત તો દૂર જ થતો હોય છે. ગમે તેટલું દુ:ખ હોય તો ય આપણી ઈચ્છા હોય તો મજેથી વેઠી લેવાય. પરન્તુ આપણી ઇચ્છા ન હોય તો સુખમાં ય મજા ન આવે. ઇચ્છા મુજબ જીવવા મળતું નથી - એ જ મોટામાં મોટું દુ:ખ છે. શરીર કે મન સંબન્ધી દુ:ખો તો સાધુપણામાં જ આવે છે અને ગૃહસ્થપણામાં આવતાં જ નથી-એવું નથી. બંન્ને સ્થાને દુ:ખ તો આવતાં જ હોય છે. પરન્તુ સાધુપણામાં પોતાની ઇચ્છા મુજબ જિવાતું નથી. અને ગૃહસ્થપણામાં તો થોડીઘણી રીતે ઈચ્છા · મુજબ જીવી શકાય છે – આવી સુદૃઢ માન્યતાના કારણે કંઈ કેટલાય આત્માઓ ચારિત્રધર્મનો સ્વીકાર કરતાં અચકાય છે. આ રીતે સમ્યક્ચારિત્રની પ્રાપ્તિમાં અવરોધ કરનારી, ઈચ્છા મુજબ જીવવાની આપણી મનોદશા છે. તે દૂર કરવાની શરૂઆત; યોગની પૂર્વસેવામાં ન થાય તો યોગની સાધનામાં કોઇ ભલીવાર આવે - એ શક્ય નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત ગુરુપૂજનમાં આ રીતે ઈચ્છા મુજબ જ M CEBO 909967d4d7bd 'ECADE ૧૫ dddddd GUID Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવવાની વૃત્તિમાં થોડો કાપ મુકાય છે. ગુરુજનો આપણા અહિતને ઈચ્છતા નથી. આપણા હિત માટે સર્વદા તત્પર એવા ગુરુજનોને જે ગમતું નથી તે આપણા હિતનું કારણ નથી – એમ માનીને ગુરુજનને અનિષ્ટ એવી પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ એમાં જ આપણું હિત છે. જાણે-અજાણે પણ અહિતની આપણને પ્રાપ્તિ ન થાય એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક ગુરુજનોના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ, જેથી સ્વચ્છન્દતાનો અંશતઃ પણ નાશ થઇ શકશે. ઉપર જણાવ્યા મુજબ ગુરુવર્ગના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી તેમને જે ઇષ્ટ છે; તેની પ્રવૃત્તિમાં એકનિષ્ઠ બનવાનું આ શ્લોકમાં ફરમાવ્યું છે. માતાપિતાદિને જે ઇષ્ટ છે તે કોઇ પણ રીતે કરી લેવાનું પણ સહેલું તો નથી જ. તેમને જે ન ગમે, તે ના કરીએ પણ તેમને જે ગમે તે તેઓ કરે, આપણે શા માટે એ કરવાનું... વગેરે વિચારો તો સતત આવ્યા જ કરતા હોય છે. આવા સંયોગોમાં ગુરુજનોને જે ઈષ્ટ છે તે કરવામાં તત્પર બનવાનું, પ્રમાણમાં ઘણું જ અઘરું બને છે. કોઇને પ્રતિકૂળ બનવાનું ટાળી શકાય, પરન્તુ કોઇને અનુકૂળ બનવાનું લગભગ શક્ય બનતું નથી. એ માટે યોગ્યતાવિશેષની આવશ્યકતા હોય છે. ચારિત્રસ્વરૂપ યોગની આરાધના પ્રસંગે પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીને અનુકૂળ બનવાનું અસહ્ય થઈ પડતું હોય છે. કોઇને પણ પીડા ન પહોંચાડવી અને કોઇને અનુકૂળ બની શાતા આપવી – એ બેમાં જે અન્તર છે, એવું જ અન્તર ગુરુજનોના અનિષ્ટત્યાગમાં અને ઈષ્ટોપાદાનમાં છે. દ્વેષ ન હોય તો સામા માણસને જે અનિષ્ટ છે, તેનો ત્યાગ કરી લેવાય, પરન્તુ સામા માણસ પ્રત્યે બહુમાન ન હોય તો તેને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન શક્ય Bo CDUOU Do ૧૬ DE Page #20 -------------------------------------------------------------------------- ________________ નહિ બને. માતાપિતાદિ ગુરુજનોના અનુગ્રહનું નિરન્તર સ્મરણ કરી તેમની પ્રત્યે ચિકાર બહુમાન મેળવી લેવું જોઈએ. અન્યથા તેમને જે ઈષ્ટ છે તેનું ઉપાદાન કરી શકાશે નહીં. માતાપિતાદિ ગુરુજનો કરતાં વર્તમાનમાં આપણે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકામાં હોઇએ તોપણ ભૂતકાળમાં જે અનુગ્રહ ગુરુજનોએ કર્યો છે તેને યાદ રાખ્યા વિના છૂટકો નથી. કારણ કે એ અનુગ્રહનું જ ફળ વર્તમાનની સ્થિતિ છે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો ન હોત તો આપણને વર્તમાન જેવા પણ ન મળત. માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેનો ત્યાગ કરતી વખતે અને તેમને જે ઈષ્ટ છે તેનું ઉપાદાન કરતી વખતે જે ધ્યાનમાં રાખવાનું છે તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે વર્તવું જોઈએ. ગુરુજનોના અનિષ્ટ કે ઇષ્ટના ત્યાગ કે ઉપાદાનથી પોતાના ધર્માદિ પુરુષાર્થની હાનિ ન થાય - એ જોવું જોઈએ. આવા વખતે ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં તત્પર બનવું જોઈએ. ગુરુજનોને અનુસરવાનું એ વખતે નહિ કરવું. કારણ કે ધર્માદિ પુરુષાર્થની આરાધનાનો અવસર અતિદુર્લભ છે. મહામુસીબતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાની તક પ્રાપ્ત થતી હોય છે. માતાપિતાદિને અનુસરવાથી એ તક સરી જતી હોય તો માતાપિતાદિ ગુરુજનોને અનુસર્યા વિના એ તકને સાધી લેવાનું ખૂબ જ આવશ્યક છે. અર્થ અને કામ માટે પોતાનાં માતાપિતાદિના ઈષ્ટ કે અનિષ્ટનો વિચાર નહિ કરનારાની સંખ્યા આજે ઘણી છે. આવા લોકો પણ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનામાં માતાપિતાદિના ઈષ્ટાનિષ્ટનો વિચાર કર્યા કરે – એ તો કોઈ પણ રીતે BBBP Dિ ]]D]D]D]D]D Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉચિત નથી. અર્થ અને કામ તો નામથી જ પુરુષાર્થ છે. પારમાર્થિક રીતે તો તે અનર્થભૂત જ છે. અનર્થસ્વરૂપ એ પુરુષાર્થ માટે માતાપિતાદિના ઈષ્ટ-અનિષ્ટનો વિચાર ન કરે તો આજે એમાં કશું અનૌચિત્ય જણાતું નથી. પરન્તુ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનાના વિષયમાં તુરત જ અનૌચિત્ય જણાતું હોય છે. ખૂબ જ વિચિત્ર મનોદશા છે ને ? પોતાના ગુરુજનોના ઈષ્ટાનિષ્ટનો વિચાર કરી ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થની આરાધનામાં બાધા ન પહોંચે તો કોઈ પણ રીતે ગુરુજનોના અનિષ્ટના પરિહારમાં અને ઈષ્ટના સંપાદનમાં તત્પર બનવું જ જોઈએ. પરન્તુ એવી તત્પરતામાં ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં બાધા પહોંચતી હોય તો કોઈ પણ રીતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાને બાધ આવે નહિ-એ રીતે વર્તી લેવું જોઈએ. ગુરુજનોનો અનુગ્રહ ધર્માદિ પુરુષાર્થની સાધનાના અવસર કરતાં તો મહાન નથી જ - એ યાદ રાખવું જોઈએ. આ વિષયમાં અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. કોઈ પણ જાતનો કદાગ્રહ રાખ્યા વિના અને ધર્માદિ પુરુષાર્થની મહત્તા સમજી લેવાથી સરળતાથી એ પ્રશ્નોનું સમાધાન કરી શકાશે. અજ્ઞાનની જેમ કદાગ્રહ પણ પ્રશ્નોનું ઉદ્ભવસ્થાન છે. ઉપર જણાવ્યા મુજબ ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ કે અનિષ્ટ છે તેનું ઉપાદાન કે તેનો ત્યાગ કરવો જોઈએ - એ જણાવીને પોતાને જે સારભૂત છે એવા ઉત્કૃષ્ટ અલંકારાદિને માતા-પિતાદિ ગુરુજનને આપી દેવાનું આ શ્લોના અન્તભાગથી જણાવ્યું છે. સામા માણસને પ્રતિકૂળ કરવું નહિ અને અનુકૂળ બનવાનું, એની અપેક્ષાએ પણ પોતાની પાસેની સારભૂત વસ્તુનું અર્પણ કરવાનું થોડું વધારે અઘરું છે. માતાપિતાદિને GDDEDED]D]D]D]DA, SE,DEDDIETET,PTDGE GEC/BUDGES/REGS. Page #22 -------------------------------------------------------------------------- ________________ જે અનિષ્ટ હોય તે ના કરીએ, તેમને જે અનુકૂળ હોય તે પણ કરીએ અને તેમની અપેક્ષા મુજબ તેમને બધું આપી પણ દઈએ; પરન્તુ આપણને જે વ્યાપારાદિ દ્વારા પ્રાપ્ત થયું હોય તે બધું માતાપિતાદિને આપી દેવાનું અને તેમાંથી તેઓ જે આપે તે આપણે લેવાનું - આવું શા માટે કરવાનું...વગેરે વિચારો તો આવ્યા જ કરતા હોય છે. તેથી આપણે મેળવેલાં વસ્ત્ર પાત્ર કે અલંકારાદિ તેમને આપી દેવાનું મન થતું નથી. “મને મળેલું કે મેં મેળવેલું પણ ગુરુજનોનું જ છે.” - એવો ભાવ આવ્યા વિના - આ રીતે સારભૂત વસ્તુનું નિવેહ્ન - સમર્પણ શક્ય નથી. પોતાને મળેલી કે પોતે મેળવેલી વસ્તુઓ પોતાની પાસે જ રાખવાની વૃત્તિ સંયમજીવનમાં પરિણામે ગુરુ-અદત્તાદાનના પાપનું ભાજન બનાવનારી છે. પોતાને મળેલાં વસ્ત્ર, પાત્રાદિ કે શિષ્ય વગેરેની માલિકી પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીની છે – આ વાત લગભગ સ્મૃતિપથમાંથી આજે ચાલી ગઈ છે. એના મૂળમાં તારા નિવેવન થી જણાવેલી યોગપૂર્વસેવાની ખામી કારણ છે. ભવનિસ્તારક ગુરુદેવશ્રીથી કશું જ છાનું રાખવામાં ન આવે તો કંઈ - કેટલાંય પાપ આજે જીવનમાંથી નાબૂદ થાય. યોગપૂર્વસેવાના અભાવે ખરેખર જ યોગની પ્રામિ દુષ્કર છે. ગૃહસ્થપણામાં ખૂબ જ ઉપયોગપૂર્વક યોગની પૂર્વસેવાને આત્મસાત્ કરી લેવાથી યોગની આરાધના શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ કરી શકાશે...૧૨-જા ગુરુપૂજનના જ પ્રકારાન્તર જણાવાય છે - तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेर्भिया। तदासनाद्यभोगच तद्बिम्बस्थापनार्चने ॥१२-५॥ DD]D]D]D]D]D]D D|DBEDDEDGED Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુરુવર્ગના મરણની અનુમોદનાના ભયને લઈને તેમના વિત્તનો તીર્થસ્થાનમાં વ્યય કરવો જોઈએ. તેમના આસન વગેરેનો પરિભોગ ન કરવો અને તેમના બિંબ(ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પૂજા કરવી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે માતાપિતાદિ ગુરુ જનોના મૃત્યુ પછી તેમના અલંકાર વગેરે જે વિદ્યમાન હોય તે સઘળાંય વિત્ત-ધનનો તીર્થસ્થાનમાં તેમના નામે વ્યય કરવો જોઈએ. અન્યથા તે દ્રવ્યનો આપણે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે જાણે રાહ જોઈને જ બેઠા હોઈએ તેમ જણાશે અને તેથી તેમના (ગુરુવર્ગના) મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. ગુરુવર્ગના ધનની કોઈ પણ જાતની ઈચ્છા કર્યા વિના તેમની હયાતી બાદ તેમનું સઘળું ય વિત્ત તીર્થસ્થાનમાં ખર્ચી નાખવું. આવું ના કરીએ અને તેનો ઉપયોગ આપણા પરિભોગ માટે કરીએ તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. કારણ કે ગુરુજનોની હયાતીમાં અત્યાર સુધી તેનો ઉપયોગ આપણે આપણા પરિભોગમાં ન કર્યો અને હવે તેમની હયાતી બાદ તેનો એ રીતે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે રાહ જોઈને જ બેઠા હોઇએ – એમ લાગ્યા વિના નહિ રહે. આપણે ગમે તેવી વિષમસ્થિતિમાં હોઈએ પરંતુ ગુરુજનોના વિત્તની અપેક્ષા રાખ્યા વિના તે વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરી લેવો જોઈએ. માતાપિતાદિ ગુરુજનોએ આપણને જે સંસ્કારમય જીવન જીવતાં શીખવ્યું છે તે જ મોટામાં મોટો ઉપકાર છે. એ પછી પણ તેમના વિત્તની અપેક્ષા રાખવી એ ઉચિત નથી. અનન્તજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ ગુરુજનોનું સઘળું ય વિત્ત તેમના ગયા પછી જેમ બને DDDDDDDDDDI GDDDDDDDD dudd/MMSO Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમ તુરત તીર્થસ્થાનમાં વાપરી નાખવું જોઇએ. એ સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવો; એ માટે યાચના કરવી અને જરૂર પડે કોર્ટે જવું વગેરે ગુરુપૂજનની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. યોગની પૂર્વસેવાના અર્થી જનોએ કોઈ પણ સંયોગોમાં એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. શક્ય પ્રયત્ન તો ગુરુજનોની હયાતીમાં તેમને જણાવવું જોઇએ કે –‘આપના હાથે જ આપનું વિત્ત તીર્થસ્થાનમાં આપ વાપરી નાંખો, મારે એની આવશ્યકતા નથી’. આમ છતાં કોઈ વાર ગુરુજનોની હયાતી બાદ તેમનું વિત્ત આપણને મળે તો તે ઉપર જણાવ્યા મુજબ વિવેકપૂર્વક તીર્થસ્થાનમાં વાપરી નાંખવું. આજે જે રીતે તીર્થસ્થાનોમાં ભૌતિક સગો ઊભી કરાય છે અને એને ધાર્મિક સ્વરૂપ અપાય છે–એ જોતાં માતા-પિતાદિ ગુરુજનોના વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરતી વખતે નવેસરથી વિચારવાનું આવશ્યક બને છે. પોતાના ઘરમાં પણ જે અનુકૂળતા નથી એવી અનુકૂળતા ધર્મના નામે જ્યાં અપાય છે ત્યાં ધાર્મિક દૃષ્ટિએ વિત્ત વાપરવાનો કોઇ જ અર્થ નથી. માટે ગુરુજનોના વિત્તનો વિનિયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઇએ. અવિવેકવાળી પ્રવૃત્તિથી આજે પરમતારક તીર્થોની પવિત્રતામાં હાનિ થતી આવી છે. પવિત્રતાને હાનિ પહોંચાડવાની લગભગ આજે સ્પર્ધા ચાલી છે. એવી સ્પર્ધામાં આપણે ભાગ લેવાની આવશ્યકતા નથી. તીર્થસ્થાનમાં પૂ. સુવિહિત ગીતાર્થ ગુરુભગવન્તના માર્ગદર્શન મુજબ માતાપિતાદિના વિત્તનો તેમના જ નામે વિનિયોગ કરી લેવો જોઈએ, જેથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ નહીં આવે. અન્યથા તે વિત્તનો સંગ્રહ કરવાથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. CBSE EEEE ૨૧. dddddddddd DULZ6Udddddddd Page #25 -------------------------------------------------------------------------- ________________ આ પાંચમા શ્લોકના ઉત્તરાર્ધમાં ગુરુપૂજનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ગુરુજનોનું આસન, શય્યા અને ભોજન માટેનાં પાત્ર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ગુરુવર્ગના આસનાદિને પગે લાગે તોપણ ગુરુવર્ગનો અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે છે - આનો જેને ખ્યાલ છે તેમને ગુરુવર્ગના આસનાદિનો ઉપયોગ કરવાથી અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે - એ સમજાવવાની જરૂર નથી. સામાન્ય રીતે થોડો ઉપયોગ રાખીએ તો ખૂબ જ સારી રીતે આ અવિનયના દોષથી દૂર રહી શકાય. માતાપિતાદિ ગુરુજનોની પ્રત્યે બહુમાનપૂર્વક વિનયનું વર્તન કરવા માટે અવિનયનો ત્યાગ કરવાનું આવશ્યક છે. લોકોત્તર ધર્મની આરાધનાને કરનારા મુમુક્ષુ આત્માઓને ભવનિતારક પૂ. ગુરુદેવાદિ રત્નાધિકોનો આ રીતે અવિનય દૂર કરવાનું સરળ બને છે. ગૃહસ્થ અવસ્થામાં આ રીતે ગુરુજનોનો અવિનય દૂર કર્યો ન હોય તો ભવિષ્યમાં સાધુપણાની આરાધના વખતે રત્નાધિકોનો અવિનય ટાળવાનું પૂરું બને છે. યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરવા ગુરુવર્ગની પૂજાના વિષયમાં આ શ્લોકના અત્તે ફરમાવ્યું છે કે માતાપિતાદિ ગુરુજનોનાં બિંબ (પ્રતિકૃતિ ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પુષ્પ અને ધૂમાદિ દ્વારા અર્ચા-પૂજા કરવી જોઈએ. અહીં યાદ રાખવું જોઈએ કે આ રીતે કરાતું ગુરુવર્ગનું પૂજન બહુમાનગર્ભિત હોવું જોઈએ. જીવનભર જેણે ગુરુવર્ગની ઉપર જણાવ્યા મુજબ પૂજા કરી હોય તેઓ ગુરુવર્ગની હયાતી બાદ તેમની (ગુરુવર્ગની) પ્રતિકૃતિ વગેરેની સ્થાપના, અર્ચા કરે તો બરાબર છે. ગુરુવર્ગના નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવાની ઈચ્છાથી કરાતી સ્થાપના, અર્ચા બરાબર નથી. આ પ્રવૃત્તિ કરતી વખતે ખૂબ જ વિપૂર્વક 00 DO DODO DO DO DODY DO DODO DADO DA DOD Page #26 -------------------------------------------------------------------------- ________________ વર્તવું જોઇએ. આપણા ગુરુવર્ગ પ્રત્યે જેમને બહુમાનાદિ ન હોય એવા લોકો તેમને ઉપેક્ષાદિનો વિષય બનાવે નહિ તે જોવું જોઈએ. ‘તવિશ્વસ્થાપનાર્થને’“આ પદથી જણાવેલી વાતને યોગબિન્દુમાં ‘તવિશ્વાસÄÓાર:’ આ પદથી ૧૧૫ મા શ્લોકમાં જણાવી છે. કેટલાક વિદ્વાનો એનો એ અર્થ કરે છે કે ગુરુવર્યે કરેલો જે બિબન્યાસ છે એટલે કે તેઓએ જે દેવ વગેરેની પ્રતિમા સ્થાપી હોય તેની પુષ્પાદિ પૂજા કરવી જોઇએ. આ પણ એક ગુરુપૂજનનો પ્રકાર છે. ત્રિકાળ પ્રણામ; પર્યુપાસના; અવર્ણનું અશ્રવણ; યોગ્ય સ્થાને નામગ્રહણ; અયોગ્ય સ્થાને નામાગ્રહણ, આસનપ્રદાન; પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે અનિષ્ટનો ત્યાગ અને ઈષ્ટનું ઉપાદાન; સારભૂત વસ્તુનું સમર્પણ; તીર્થસ્થાનમાં તેમના વિત્તનો વિનિયોગ; તેમના આસનાદિનો અપરિભોગ અને તેમના બિંબની સ્થાપનાઅર્ચા....ઇત્યાદિ સ્વરૂપ ગુરુપૂજન છે. II૧૨-૫॥ યોગની પૂર્વસેવા સ્વરૂપે વર્ણવેલા ગુરુદેવાદિપૂજનમાં ગુરુપૂજનનું વર્ણન કરીને હવે દેવપૂજન વર્ણવાય છે – देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धादिपूर्वकम् । પુષ્પ વિશેપને ધૂપ નૈવેદી: શોમનૈ: સ્તવૈઃ ।।૨-૬ા ‘‘શૌચ, શ્રદ્ધા વગેરે પૂર્વક પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય અને શોભન સ્તોત્રો દ્વારા દેવોનું પૂજન યોગની પૂર્વસેવા સ્વરૂપે જાણવું.’’ આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ગુરુવર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એવા દેવો આરાધ્યતમ છે. તેમની પૂજા; સુગન્ધી વિકસિત અને સુંદર જાતિનાં પુષ્પોથી; સુગન્ધી ચન્દનાદિ વિલેપનોથી; બહુમૂલ્ય દશાઙ્ગાદિ ધૂપોથી અને ઉત્તમ જાતિનાં પક્વાન્નાદિ ૨૩ DDDDDDDD 76067676706060 DEOBSCEnnnn ddddd97979794670 Page #27 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યોથી કરવી જોઈએ; તેમ જ અર્થગમ્ભીર; પૂર્વાચાર્યોએ રચેલાં ભાવાવવાહી સ્તોત્રોથી ભાવપૂજા કરવી જોઇએ. વર્તમાનમાં પૂજા કરનારાને પુષ્પાદિદ્રવ્યો કઇ જાતના હોવાં જોઇએ- તે સમજાવવાનું દુષ્કર છે. સર્વાતિશાયીને દેવ તરીકે માન્યા પછી એ આરાધ્યતમની પૂજા માટે કેવાં દ્રવ્ય વપરાય છે – એનું વર્ણન થાય એવું નથી. દેવની પ્રત્યે પૂજ્યભાવ ઉત્કટ કોટિનો બને તો જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબની પૂજા કરી શકાશે. આ દેવપૂજન શૌચ અને શ્રદ્ધાદિ પૂર્વક કરવાનું છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિને શૌચ કહેવાય છે. પૂજા કરવા માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યા વગેરેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવા સ્વરૂપ શરીરનું શૌચ છે. શક્તિ અનુસાર બહુમૂલ્ય અત્યન્ત સ્વચ્છ અને ધૂપ વગેરેથી વાસિત કરેલાં જે પૂજા માટેનાં વસ્ત્રો છે તેનો જ ઉપયોગ કરવા સ્વરૂપ વસ્ત્રનું શૌચ છે. ઉત્તમ જાતિનાં પરમપવિત્ર દ્રવ્યોનો જ પૂજામાં ઉપયોગ કરવો તે દ્રવ્યનું શૌચ છે. અને ન્યાયથી પ્રાપ્ત વિત્તનો વ્યય કરીને મેળવેલી સામગ્રીનો જ પૂજામાં ઉપયોગ કરવા વગેરે સ્વરૂપ વ્યવહારશુદ્ધિ છે. સામાન્ય રીતે દેવપૂજા કરતી વખતે આપણી પૂજા; નિંદાને પાત્ર ન બને તે રીતે વર્તવા સ્વરૂપ અહીં વ્યવહાર-શુદ્ધિ છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિ સ્વરૂપ શૌચપૂર્વક દેવપૂજા કરવી જોઇએ. તેમ જ શ્રદ્ધા-બહુમાન અને પ્રણિધાનાદિ– પૂર્વક દેવપૂજા કરવી જોઇએ. સુંદર સ્તોત્રો દ્વારા દેવની ભાવપૂજા કરવી જોઇએ. સ્તોત્રની શોભનતા-સુંદરતાનું વર્ણન કરતી વખતે ‘યોગબિંદુ’ની ટીકામાં જણાવ્યું છે કે આદરપૂર્ણ જે સ્તોત્ર છે તે સુંદર છે. પૂર્વાચાર્યોએ રચેલાં gadadd DUDU0Que ૨૪ dadadadādānanda dddddd7676767−7 Page #28 -------------------------------------------------------------------------- ________________ અર્થગંભીર સ્તોત્ર પણ જો આદરપૂર્વક નહીં બોલાય તો તે સ્તોત્ર આપણા માટે સુંદર નહીં બને. વીતરાગપરમાત્માદિ દેવની સ્તવના કરવા માટે આપણી પાસે શબ્દો ન હતા. શ્રી ગણધરભગવન્તાદિએ તે તે સ્તોત્રોની રચના કરી આપણી ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, જેથી તેઓશ્રીના શબ્દોથી દેવની પૂજા આપણે કરી શકીએ છીએ. તે સ્તોત્રો બોલતી વખતે તે સ્તોત્રોમાં આદરની પૂર્તિ આપણે કરી શકીએ તો તે સ્તોત્ર આપણા માટે શોભન બની રહેશે. બોલાતા શબ્દોની શુદ્ધિ દેવની પરમારાધ્યતા અને સ્તોત્રના અર્થનો ઉપયોગ વગેરે પરમાદરનું કારણ છે. આદરથી પૂર્ણ એવાં શોભન સ્તોત્રોથી દેવપૂજા કરવી જોઈએ.... I૧૨- ઉપર જણાવ્યા મુજબનું દેવપૂજન બધા દેવોનું છે કે કોઈ એક દેવનું છે – આવી શક્કાનું સમાધાન કરતાં જણાવાય છે - अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा। अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ॥१२-७॥ “કોઈ દેવવિશેષમાં બીજા દેવોની અપેક્ષાએ કોઈ પણ જાતની વિશેષતાનો નિર્ણય જેમણે કર્યો નથી,એવા મહાત્મા-ગૃહસ્થો માટે સામાન્યથી અથવા શ્રદ્ધાતિશયના અનુસારે બધા જ દેવો માન્ય છે.”- આ પ્રમાણે સાતમા શ્લોક્નો અર્થ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગની પૂર્વસેવા મુખ્યપણે મંદમિથ્યાત્વની સ્થિતિમાં હોય છે. એ સ્થિતિમાં દેવ, ગુરુ કે ધર્મનું સામાન્ય જ્ઞાન હોય છે. સામાન્યથી એ આત્માઓને એટલી જ ખબર હોય છે કે સર્વ દોષથી વિનિમુફત પુરુષવિશેષ દેવ છે. પરમતારક મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા ભવનિસ્તારક ગુરુભગવન્ત છે. અને 000 DO 10 DO DO DODAD gGududdDUDUDGE Page #29 -------------------------------------------------------------------------- ________________ સર્વપાપથી રહિત એવો સજ્જર્મક્ષયનું કારણ ધર્મ છે. આ આત્માઓને એવી સમજણ નથી હોતી કે; અરિહનાપરમાત્મા જ દેવ છે અને બુધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવ નથી. અરિહન્ત પરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરનારા નિર્ઝન્ય મહાત્માઓ જ ગુરુભગવત છે અને શાક્યાદિ પરિવ્રાજકો ગુરુભગવન્ત નથી. તેમ જ અરિહન્ત પરમાત્માએ ઉપદેશેલો જ ધર્મ છે અને બુધાદિએ ઉપદેશેલો ધર્મ નથી. સામાન્યપણે કહીએ તો દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં કોઈ જ વિવાદ નથી. પરંતુ તેનું વ્યક્તિવિશેષમાં વિવેકપૂર્ણ જ્ઞાન નથી. આવી સ્થિતિમાં આવા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવને દેવ તરીકે માની તેમની પૂજા કરે છે. અથવા ‘આ મોક્ષપ્રાપક છે -આવી જાતની શ્રદ્ધાને લઈને બધા જ દેવની ગૃહસ્થો પૂજા કરે છે. આ રીતે યોગની પૂર્વસેવા કરનારા ગૃહસ્થોને મહાત્મા તરીકે વર્ણવ્યા છે. પરલોકની સાધનામાં પ્રાધાન્ય આપવાથી તેઓ પ્રશસ્તસ્વરૂપવાળા છે; માટે તેમને અહીં મહાત્મા તરીકે વર્ણવ્યા છે. યોગના અર્થી અને યોગની પૂર્વસેવાને કરનારા આ ગૃહસ્થો મતિમોહના કારણે કોઈ એક દેવમાં બીજા દેવોની અપેક્ષાએ વિશેષનો નિર્ણય કરી શકતા નથી, જેથી સર્વજ્ઞ તરીકે શ્રીઅરિહન્ત પરમાત્માદિ સર્વ દેવને એકસ્વરૂપે તેઓ માને છે. ચોથી દૂટિ સુધી આવી અવસ્થા હોય છે. પાંચમી દૃષ્ટિમાં તો શ્રી અરિહન્ત પરમાત્મા સિવાય બીજા કોઈ દેવ-સર્વજ્ઞ નથી, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એ પૂર્વે ચોથી દૃષ્ટિ સુધી પણ બધા દેવોમાં દેવત્વના કારણ તરીકે સર્વજ્ઞતા અને મોક્ષમાર્ગની દેશકતાને જ તેઓ માનતા હોય છે. સુખાદિ ફળને આપનારા તરીકે તેમાં દેવત્વને તેઓ માનતા નથી....ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું..૧૨-ળા GDDDDDDDDDDDDD; GBdBlBdBdBdBdNGS DDDDDDDDDDDDED GIDC/DGILODGINGDONGS Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગની પૂર્વસેવાને કરનારા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવોને દેવ તરીકે માને છે - તે તેમની પ્રવૃત્તિથી સ્પષ્ટ જણાવાય છે – सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥१२-८॥ “તેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે, કોઈ એક દેવને આશ્રયીને તેઓ રહેલા નથી. જિતેન્દ્રિય અને જિતક્રોધ એવા તે સર્વ દેવોને નમસ્કાર કરનારા નરકાદિગમન વગેરે સંકટોને પાર કરી જાય છે. ” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે યોગની પૂર્વસેવા સ્વરૂપે ગૃહસ્થ જનો બધા જ દેવોને નમસ્કાર કરે છે. આ જ મારા દેવ છે' - આવા પ્રકારનો તેમને મતિનો અભિનિવેશ ન હોવાથી તેઓ કોઈ એક દેવને આશ્રયીને રહેલા નથી. તેથી બધા જ દેવોને સર્વ સાધારણ રીતે દેવ તરીકે માને છે. બધા દેવોને દેવ તરીકે માનનારા આ મહાત્માઓ ઈન્દ્રિયો અને કષાયને જીતીને દુર્ગોને તરી જાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા સ્વરૂપ અહીં દુર્ગ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા અને ક્ષાયોનો અભિભવ કરનારાને નરકાદિગતિમાં જવું પડતું નથી. વિષય-કષાયની તીવ્ર પરિણતિના કારણે નરકાદિમાં ગમન થાય છે. પરતુ ઇન્દ્રિયો અને ક્યાયોનો નિગ્રહ કરવાથી, બધા દેવોને નમસ્કાર કરનારા એ દુર્ગોને તરી જાય છે. ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નરકાદિગમનને દૂર કરનારો છે. બધા ય દેવોને નમસ્કાર કરવા છતાં ઈન્દ્રિયોના નિગ્રહ વિના અને કોપાદિ કષાયોના અભિભવ વિના દુર્ગાનું અતિક્રમણ શક્ય નથી - એનો ખ્યાલ, યોગની પૂર્વસેવા કરનારે DDDDDDDDDDDDDDDDDDDDDDDDDD Page #31 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય રાખવો જોઈએ. I૧૨- બધા દેવો મુક્તિને આપનારા નથી તો સામાન્ય રીતે બધા દેવોને નમસ્કાર કેમ કરવાનો - આ શંકાનું સમાધાન કરાય છે - चारिसञ्जीविनीचारन्यायादेवं फलोदयः । मार्गप्रवेशरूपः स्याद् विशेषेणादिकर्मणाम् ॥१२-९॥ આ રીતે ચારિસજીવ(વિ)નીચારચાયે આદિધાર્મિક જીવોને વિશેષરૂપે માર્ગપ્રવેશસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ રીતે બધા દેવોને નમસ્કાર કરવામાં અનુષથી મુક્તિને આપનારા દેવને નમસ્કાર કરવા સ્વરૂપ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી જ શુભ અધ્યવસાય - વિશેષને લઈને શુદ્ધદેવની ભક્તિ વગેરે સ્વરૂપ માર્ગપ્રવેશાત્મ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રથમવાર જ જે આત્માઓ આ રીતે ધર્મની આરાધનાનો આરંભ કરતા હોય છે, તે આદિધાર્મિક જીવેને બધા દેવોને નમસ્કાર કરવાથી બધા દેવોમાં રહેલા મોક્ષપ્રાપક દૂધદેવને પણ નમસ્કારાદિ કરવાનો પ્રસંગ; અનુષગથી (ગૌણ સ્વરૂપે-નિસર્ગથી જ) પ્રાપ્ત થાય છે. શુદ્ધદેવનો પરિચય થાય નહીં ત્યાં સુધી કોઈ પણ દેવને નમસ્કાર ન કરે તો તે આત્માઓને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનો અવસર જ નહિ આવે. બધા દેવની સાથે શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાથી કાલાન્તરે શ્રીવીતરાગપરમાત્મા સ્વરૂપ શુદ્ધદેવની ગુણાધિક્તાનો સારી રીતે પરિચય થાય છે, અને તેથી મોક્ષમાર્ગમાં આદિધાર્મિક જીવોનો પ્રવેશ થાય છે. આદિધાર્મિક (ધર્મકર્મવાળા) જીવો અત્યન્ત મુગ્ધ હોવાથી કોઈ એકને વિશેષે કરી દેવ તરીકે જાણતા DિDDDDDDDDDDED 'HD]D]]]]DEDGE Page #32 -------------------------------------------------------------------------- ________________ નથી, તેથી વિશેષવૃત્તિએ કોઈ એક શુદ્ધદેવને આરાધવા માટે તેઓ હજુયોગ્ય નથી. પરંતુ સામાન્યથી જ ઉપર જણાવ્યા મુજબ આરૂપિણે શુદ્ધદેવની આરાધના માટે તેઓ યોગ્ય છે, જે નીચે જણાવ્યા મુજબ ચારિસંજીવનીચાર'ના ન્યાયથી સ્પષ્ટપણે સમજી શકાશે કોઈ એક નગરીમાં એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી પ્રત્યે નિરવધે પ્રેમને ધારણ કરનારી તેણીની એક સખી હતી. એ બંનેને લગ્નના કારણે કાલાન્તરે જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એક વખત બ્રાહ્મણની પુત્રીને પોતાની સખીની ચિંતા થઈ કે સખી કેવી રીતે રહેતી હશે ! તેથી તે બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને ત્યાં ગઈ. પોતાને સખીને ત્યારે વિષાદસમુદ્રમાં ડૂબી ગયેલી જોઈને તેણીએ સખીને પૂછ્યું કે તારું મુખ નિસ્તેજ કેમ છે. જવાબમાં સખીએ કહ્યું કે હું પાનું ભાજન બની છું. મારા પતિની પ્રત્યે હું દુર્ભાગ્યને પામી છું. એ મુજબ સાંભળીને બ્રાહ્મણની પુત્રીએ સખીને કહ્યું છે સખિ વષાદ ના કરતી. વિશ્વમાં અને વિષાદમાં કોઈ વિશેષતા નથી. બંન્ને અતે તો મારનારા છે. હું તારા પતિને જડીબુટીના સામર્થ્યથી બળદ બનાવી દઇશ.” આ પ્રમાણે કહીને બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને મૂલિકા (જડી-બુટ્ટી). આપીને પોતાના ઘરે જતી રહી. મા બાજુ બ્રાહ્મણપુત્રીની સખીએ પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ જતો રહ્યો હોવાથી પતિને તે મૂલિકા ખવરાવી દીધી. ખાવાની સાથે જ પતિ ઉન્નત સ્કન્ધવાળો બળદ થયો. તુરત જ તેણીને વિચાર આવ્યો કે કોઈ પણ કાર્ય કરવા માટે અસમર્થ આ શું કરશે ? આથી ગોવૃાાં રહેતા એવા તેને તે ચારો ચરાવવા માટે દરરોજ જવા લાગી. GD][HD]DDDDDD; GEC/GPSC/SC/SCIETICIST gEEDDDDDDDDDDD Page #33 -------------------------------------------------------------------------- ________________ એક વાર આ બળદ એક વડના વૃક્ષ નીચે વિસામો લેતો હતો ત્યરે કોઇ વિદ્યાધરનું યુગલ પણ ત્યાં આવ્યું. એ યુગલમાંના પુરુષે પોતની પત્નીને એ બળદને જોઈને કહ્યું કે આ બળદ સ્વાભાવિક નથી, પરંતુ કૃત્રિમ છે. તે સાંભળીને વિદ્યાધરી-પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે તો આ બળદ કઈ રીતે પાછો મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરશે ? જવાબમાં વિદ્યાધરે કહ્યું કે આ વૃક્ષ નીચે સંજીવની (વનસ્પતિવિશેષ) છે તેનો ઉપયોગ કરવાથી આ બળદ ફરી પાછો મૂળ સ્વભાવને પામી. એ વાત સાંભળીને બળદની પત્નીએ સંજીવનીને જાણતી ન હોવાથી એ વડના વૃક્ષ નીચેનો બધો ચારો બળદને ચરાવવાનું શરૂ કર્યું. એ એક દિવસે ચારામાં સંજીવની ભેગી આવી અને એના ઉપયોગી એ બળદ, બળદ મટીને પુરુષ થયો - “આ ચારિસંજીવનીચારચય છે.' અહીં પેલી સ્ત્રીને સંજીવની વિશેષનું જ્ઞાન ન હોવાથી જીવની સાથેનો ચારો ચરાવવાના કારણે બળદને જેમ સંજીવની પ્રાપ્તકરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેમ આદિધાર્મિક જીવો; અત્યન્ત મુગ્ધ હોવાથી શુદ્ધ દેવોને જાણતા ન હોવાના કારણે બધા દેવોને નમસ્કા કરે છે તેના પરિણામે તેમને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનું સદ્ભાય પ્રાપ્ત થાય છે. આવી રીતે ધર્મગુરુ પશુજેવા શિષ્યને દેવપૂજાદિકાર્યોમાં વિશેષપણે પ્રવૃત્તિ કરવા અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્ય (માર્ગપ્રવેશ)ની સિદ્ધિ માટે સામાન્યપણે બધા દેવોની પૂળ વગેરે કરાવે તો પણ કોઈ દોષ નથી. અહીં એ યાદ રાખવાનું આવશક છે કે આદિધાર્મિક જીવોને તેમની અત્યન્ત મુગ્ધાવસ્થાના કારણે એ પ્રમાણે સામાન્યથી સર્વ દેવોની પૂજા કરાવાય છે. શુદ્ધ દેવામિ નહિ જાણનારા એવા જીવોને અહીં મુગ્ધ તરીકે વર્ણવ્યા છે. સંસાસુખના DTD/DTDTLTLTLTD 6 STD]D]D]D]D]DDTD Page #34 -------------------------------------------------------------------------- ________________ અથ જનોને મુગ્ધ તરીકે વર્ણવ્યા નથી. શુદ્ધદેવાદિની વિશેષતાને જાણતા ન હોવા છતાં મુગ્ધ જીવો મોક્ષના અર્થી છે. તેમની પશુતુલ્ય અજ્ઞાનદશાને દૂર કરવા માટેનો આ ન્યાય છે, જે બળદમાંથી પુરુષ બનાવે છે. પુરુષને બળદ બનાવવા માટેનો આ ન્યાય નથી. મુગ્ધ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો શક્ય પ્રયત્ને તેમની અજ્ઞાનદશાને દૂર કરવાનું જ વિચારવું જોઈએ... ૧૨-૯ ઉપર જણાવ્યા મુજબ સામાન્યથી સર્વ દેવોની પૂજા આદિધાર્મિક જીવોને આશ્રયીને છે તો વિશેષરૂપે પૂજા ક્યારે છે – એ શંકાના સમાધાનમાં જણાવાય છે – अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते । स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ॥१२-१०।। “શ્રી અરિહન્તપરમાત્માદિ દેવવિશેષમાં બીજા દેવો કરતાં કોઇ વિશેષનું જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે, તે જીવો બધા દેવોની પૂજા કરવાના બદલે વિશેષ દેવની જ પૂજા કરે. પરંતુ આવા વખત દેવતાન્તરની અપેક્ષાએ પોતાનો આચાર અધિક હોવા છતાં બીજા દેવોની પ્રત્યે દ્વેષ નહિ રાખવો જોઈએ.” - આ પ્રમાણે દેશમાં શ્લોકનો અર્થ છે. - આશય એ છે કે બધા દેવોને દેવસ્વરૂપે માન્યા પછી પણ કોઈ એક દેવમાં વીતરાગતાદિવિશેષનું પરિજ્ઞાન થવાથી તે જીવો શ્રી અરિહન્ત પરમાત્માદિવિશેષની વિશેષે કરી પૂજા કરે તે બરાબર છે, કારણ કે તે વખતે તે જીવને શ્રીઅરિહંત પરમાત્માદિને છોડીને બીજા દેવો પ્રત્યે દ્વેષ નથી. બીજા દેવો પ્રત્યે તે વખતે તેનું જે વર્ણન છે તેની અપેક્ષાએ શ્રી અરિહન્તપરમાત્મા પ્રત્યે તેનો ભક્તિભાવાદિ આચાર 3 5 BE D EE DEEN D E F G | PI | | ઇ Page #35 -------------------------------------------------------------------------- ________________ અધિક હોવા છતાં બીજા પ્રત્યે દ્વેષ નથી. આથી એવા વોને કોઇ દેવવિશેષની વિશેષતાને જાણીને એ રીતે વિશેષ પૂજન કરવાનું ઉચિત જ છે. દેવવિશેષનું પૂજન કરે અને બીજા દેવોની પ્રત્યે દ્વેષ ધારણ કરે તો તે કોઇ પણ રીતે ઉચિત નથી. ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું તેથી તે વખતે બધા દેવોની સામાન્ય રીતે પૂજા કરવાનું બને અને ગુણની અધિકતાનું જ્ઞાન કોઈ એક દેવમાં થવાથી વિશેષદેવની વિશેષ રીતે પૂજા કરે એ સમજી શકાય છે.પરન્તુ એનો અર્થ એ નથી કે ત્યારે તે બીજાની પ્રત્યે દ્વેષ ધારણ કરે. ગુણસંપન્નોની પૂજા-અર્ચા જેટલી કરીએ તેટલી ઓછી જ છે. પરન્તુ જેઓ ગુણસંપન્ન નથી તેમની પ્રત્યે દ્વેષ રાખવાથી કોઈ જ લાભ નથી. સામાન્ય રીતે કોઈની પણ પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. આજ સુધી (ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું ત્યાં સુધી) જેમને દેવ માનીને પૂજ્યા, હવે તેમની પ્રત્યે દ્વેષ રાખીએ તો તે કેટલું વિચિત્ર છે, એ આપણે સમજી શકીએ છીએ. તેથી શ્રી અરિહન્તપરમાત્માદિ દેવવિશેષમાં વિશેષતાનું પરિજ્ઞાન થયા પછી તેઓશ્રીનું વિશેષ પૂજન કરતી વખતે પણ બીજા દેવોની પ્રત્યે દ્વેષનું વર્જન હોવાથી તે સ્વરૂપે તેમનું સામાન્ય પૂજન છે... ૧૨-૧૦ના આ પ્રમાણે ગુરુવેવાનિપૂનન સ્વરૂપ યોગની પૂર્વસેવામાં ગુરુ અને દેવના પૂજનનું વર્ણન કરીને હવે અતિ પદથી જણાવાયેલા દીનાદિવર્ગના પૂજનનું નિરૂપણ કરાય છે - नातुरापथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाविरोधत: ।।१२- ११ ॥ ‘વદિ (તાવ વગેરે) રોગથી ગ્રસ્ત માણસને ઘી વગેરે અપથ્યના દાન જેવું જે દાન ન હોય; તે દાન પાત્રને અને દીનાદિવર્ગને, RECEDEE QuE DE BODEEEE DO Page #36 -------------------------------------------------------------------------- ________________ પોષ્યવર્ગનો વિરોધ ન આવે તે રીતે આપવું જોઇએ.' - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરનારા જીવોએ ગુરુપૂજન અને દેવપૂજનની જેમ પાત્રને અને દીનાદિ જનોને પણ દાન આપવું જોઇએ. દીનાદિને દાન આપતી વખતે એ દાન કેવું હોવું જોઇએ એ જણાવતાં ખૂબ જ સ્પષ્ટ-પણે જણાવ્યું છે કે; તાવ વગેરે રોગથી પીડાતા માણસને જેમ ઘી વગેરે અપથ્ય અપાય નહિ, તેમ દીનાદિને મુશલ...વગેરે અનર્થદંડનાં સાધનોનું દાન અપાય નહિ. જે દાન, દાતા અને ગ્રાહક-બંન્નેને ઉપકારક બને એવું હોય તેવું જ દાન દીનાદિને આપવાનું છે. રોગીને અપાતા અપથ્યના દાન જેવું દાન; દીનાદિને અપાય નહિ. - આ દાન પણ એ રીતે આપવાનું છે કે જેથી માતા, પિતા વગેરે પોષ્યવર્ગ(ગૃહજનો)નો વિરોધ આવે નહિ. અર્થાત્ માતા, પિતા, ભાઈ, બહેન વગેરેના જીવનના નિર્વાહમાં બાધા પહોંચે – એ રીતે દીનાદિવર્ગને દાન આપવાનું નથી. એમનો જીવનનિર્વાહ બરાબર ચાલે અને ત્યાર પછી પોતાની પાસે જે હોય તે દીનાદિવર્ગને આપવાનું છે. પૂર્વકાળમાં આ રીતે દીનાદિને આપવાની પ્રવૃત્તિ લગભગ ઘરે ઘરે હતી. સુખી ઘરો એ પ્રવૃત્તિથી ઓળખાતાં. આજની વાત તદ્દન જુદી છે. બારણે ઊભા રહેલા ભૈયા વગેરેથી જ આજે સુખી ઘરોને ઓળખવાં પડે. મંદિરાદિ ધર્મસ્થાનોની બહાર પણ દીનાદિને હવે ઊભા રહેવા દેવામાં આવતા નથી. જોતજોતાંમાં ખૂબ જ ઝડપથી આ બધું બદલાતું ચાલ્યું છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ આજે એ અંગે ધ્યાન અપાતું નથી. શિક્ત ન હોય તો આપવાનું નથી. જે છે તે આપવાનું છે. પોતાના બધા માટે રાખીને આપવાનું છે. આપવા માટે મેળવવાનું નથી. છતાં દીનાદિને દાન આપવાના વિષયમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય CEEDEDD' @DE 067676767ug ૩૩ Und DEEP Dubu Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. અનુકંપા-દયા ધર્મનો પ્રાણ છે. એની રક્ષા માટે દરરોજ શક્તિ અનુસાર યોગના અર્થીએ દીનાદિવર્ગને દાન આપવું જોઈએ. જ્યાં પણ અલ્પાંશે આ પ્રવૃત્તિ ચાલે છે તે વિધિ મુજબની નથી. મોટા ભાગે દીનાદિ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે જ દાન અપાય છે. જોઈતી ના હોય, નકામી હોય અને ફેંકી દેવાની હોયએવી જ વસ્તુ દીનાદિને અપાતી હોય છે. એ એક અવિધિ છે. છે અને છોડવું છે. આવી એકમાત્ર ભાવનાથી જ દાન અપાય તો મૂચ્છ ઊતર્યા વિના નહીં રહે. બહુમૂલ્ય વસ્તુ ના આપીએ; પરન્તુ નાખી દેવાનું કઈ રીતે અપાય? એઠું કઈ રીતે અપાય ? ઊતરેલું કઈ રીતે અપાય ? એ વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. દીનાદિવર્ગને દાન આપવાની પ્રવૃત્તિ, યોગની પૂર્વસેવાનું એક અંગ છે – એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૧૨-૧૧ાા. પાત્ર અને દીનાદિવર્ગનું વર્ણન કરાય છે - लिङ्गिन: पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः । दीनान्धकृपणादीनां वर्ग: कार्यान्तराक्षमः ॥१२-१२॥ સામાન્યથી વ્રતસૂચક વસ્ત્ર ધારણ કરનારા અને વિશેષે કરી પોતાના માટે નહિ રાંધનારા, પોતાની ક્રિયાને કરનારા પાત્ર છે તેમ જ દીન, અંધ અને કૃપણ વગેરેનો ભિક્ષા સિવાય બીજું કોઈ કાર્ય કરવા માટે અસમર્થ એવો વર્ગ છે.” આ પ્રમાણે બારમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. આશય એ છે કે અહિંસાદિવ્રતના પાલકને જણાવનારા વસ્ત્રાદિના ધારકને લિગ્ગી કહેવાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબના આદિધાર્મિક જીવો મુગ્ધ હોવાથી વસ્ત્રાદિ બાહ્ય લિને જોઈને તે લિગને ધરનારાને તેઓ સામાન્યથી સાધુ માનતા હોય છે. પૂર્વ GUDDDDDDDDDDDDDDD Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્લોકમાં દાન આપવાના પાત્ર તરીકે દીનાદિવર્ગને જણાવ્યો છે. તેમાં આદિધાર્મિક જીવોને આશ્રયીને સામાન્યથી લિગીઓનો સમાવેશ છે. વિશેષે કરીને; જેઓ પોતે રાંધતા નથી, રંધાવતા નથી અને રાંધતા કે રંધાવતાને સારા માનતા નથી તેમ જ પોતાના શાસ્ત્રમાં વર્ણવેલી તે તે વિહિત ક્રિયાઓ કરવામાં પ્રમાદ કરતા નથી તેવા લિગીઓનો સમાવેશ છે. યોગબિન્દુમાં એ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે – જે વ્રતધારી લિગીઓ છે, તેઓ સામાન્યથી પાત્ર (દાન દેવા યોગ્ય) છે અને વિશેષે કરી પોતે નહિ રાંધતા, બીજાની પાસે નહિ રંધાવતા અને રાંધનારાદિની અનુમોદનાને નહિ કરનારા, સદાને માટે પોતાના શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયાઓનો વિરોધ આવે નહિ તે રીતે વર્તનારા પાત્ર છે. - દીન, અન્ધ અને કૃપણ વગેરેનો જે સમુદાય છે કે જે ભિક્ષા વિના બીજું કાંઇ કરી શકે એમ નથી; તે દીનાદિવર્ગ અહીં પાત્ર છે. આ વસ્તુને સમજાવતાં પણ યોગબિંદુ ગ્રન્થમાં જણાવ્યું છે કે, “દીન, અન્ય, કૃપણ, વ્યાધિગ્રસ્ત, અત્યન્ત દરિદ્ર કે જેઓ ભિક્ષા વિના બીજું કાંઇ જ કરી શકવા શક્તિમાન નથી, તે બધાનો સમુદાય તેમનો (દીનાદિનો) વર્ગ છે.’’ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-આ ચાર પુરુષાર્થને સાધવા માટેની શક્તિ (સામર્થ્ય) જેમની ક્ષીણ થયેલી છે તેમને દીન કહેવાય છે. નયન(આંખ)રહિત અંધ છે. નિસર્ગથી જ સારા માણસોના કૃપાસ્થાનને કૃપણ(બિચારા) કહેવાય છે. કોઢ વગેરેથી પીડાતા વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન માણસને નિ:સ્વ-દરિદ્ર કહેવાય છે. દીનાદિવર્ગને માતાપિતાદિ પોષ્યવર્ગનો વિરોધ ન આવે એ રીતે દરરોજ દાન આપવું જોઇએ. આ રીતે યોગની પૂર્વસેવામાં ‘ગુરુદેવાદિપૂજન’ આ પ્રથમ ભેદની વિચારણા પૂર્ણ થઇ. ૧૨-૧૨॥ p ૩૫ naap EEEE DUD dtDD7D Page #39 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસેવા તુ યોગસ્ય....આ પ્રથમ શ્લોકમાં (૧૨-૧ માં) જણાવેલ મુદ્દેવાનિપૂનન નું વર્ણન કરીને હવે સદાચારનું વર્ણન કરાય છે . - सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्त्तिताः ॥१२- १३॥ ‘સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્ધાર, કૃતજ્ઞતા અને જનાપવાદનો - - ભય – એ સદાચાર છે.' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ યોગની પૂર્વસેવાને આરાધવા માટે દરરોજ ગુરુદેવાદિનું જેમ પૂજન કરવું જોઈએ; તેમ પોતાના જીવનને સદાચારમય બનાવવું જોઇએ. જે સદાચારોથી પોતાના જીવનને સદાચારમય બનાવવાનું છે, એ સઘળાય સદાચારોનું વર્ણન કરવાનું અહીં કોઇ પણ રીતે શક્ય નથી. પરન્તુ એમાંના કેટલાક જ આચારો ચાર શ્લોકથી વર્ણવ્યા છે. તેથી આ શ્લોકમાંનું સવચારા: પ્રવૃત્ત્તિતા:-આ પદનો સંબન્ધ હવે પછીના ત્રણેય શ્લોકમાં સમજી લેવાનો છે. યોગની પૂર્વસેવામાં ગુરુદેવાદિપૂજનથી જેમ પવિત્ર પુરુષો પ્રત્યે આદર-બહુમાન પ્રાપ્ત કરાય છે, તેમ સદાચારથી પોતાના આત્માને પવિત્ર કરાય છે. યોગની આરાધના પ્રસંગે જે લોકોત્તર આચારોથી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવાનો છે તેની પૂર્વે યોગની પૂર્વસેવામાં સદાચારોથી આત્માને પવિત્ર બનાવવાનો છે. સદાચારો અને લોકોત્તર આચારો- એ બેમાં ઘણો ફરક છે. લોકોત્તર આચારોનું પાલન તો દુષ્કર છે જ. પરન્તુ અહીં વર્ણવેલા સુદાક્ષિણ્ય વગેરે GIT CLUDED ૩૬ TET / J CLIO Page #40 -------------------------------------------------------------------------- ________________ સદાચારોનું પાલન પણ દુષ્કર છે. મોક્ષસાધક યોગના અર્થપણા વિના એ સદાચારોનું પાલન શક્ય નથી. | ‘સુદાક્ષિણ્યને પહેલા સદાચાર તરીકે વર્ણવ્યું છે. ગંભીર અને ધીર એવા ચિત્તને ધારણ કરનારની સ્વભાવથી જ બીજાનું કામ કરી આપવાની તત્પરતાને ‘સુદાક્ષિણ્ય' કહેવાય છે. સામાન્ય રીતે આપણે જેની સાથે રહેતા હોઈએ; આપણો જેમને થોડોઘણો પરિચય છે એવા માણસો જ મોટા ભાગે આપણને કામ કરવાનું કહેતા હોય છે. શક્ય રીતે તો તેઓ પોતાનું કામ પોતે જાતે કરતા હોય છે. પરંતુ કોઈ વાર પરિસ્થિતિ વિષમ બને તો તેઓ આપણને કામ કરવાનું જણાવે ત્યારે તેમનું કામ કરી આપવું જોઈએ. સ્વભાવથી જ એ ગુણ આપણામાં હોવો જોઈએ. લાજે,શરમે,પરાણે કે કોણ ના પાડે ? અવસરે આપણને પણ તેમનું કામ પડે'...વગેરે વિચારીને બીજાનું કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. નિસર્ગથી જ બીજાનું કામ કરવાની તત્પરતા હોવી જોઈએ. આ ગુણનું વર્ણન કરતાં ગ્રન્થકાર પરમર્ષિએ પરં9ત્યામિયોપરતા આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાનું ‘મવો’ પદ જે અર્થને જણાવે છે તે અર્થ યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે. પરકૃત્યમાં અભિયોગ રાખીને તત્પરતા કેળવવાની છે. કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ ત્યારે તેમનું કામ ચોક્કસપણે કરવું જ પડે છે અને નોકરની જેમ કરવું પડે છે. તે અભિયોગ છે. આવી રીતે પરકૃત્યમાં અભિયોગ રાખી તત્પરતા દાખવવી જોઈએ. સામી વ્યક્તિ પ્રત્યે ઉપકાર કરવાની વૃત્તિએ કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. ઉપર જણાવ્યા મુજબ સ્વભાવથી જ પકૃત્યના અભિયોગમાં તત્પરતા પ્રાપ્ત કરનારે ગંભીર અને ધીર ચિત્તવાળા બનવું જોઇએ. @DEOS/DB/g/S SEદદ મildd Page #41 -------------------------------------------------------------------------- ________________ બીજાનું કામ કરતી વખતે ધીરજ રહેતી નથી અને કામ કર્યા પછી ગંભીરતા રખાતી નથી- એ લગભગ અનુભવવા મળે છે. બીજાનું કામ ધીરજપૂર્વક અને ગંભીરતા સાથે થતું વિચત જ જોવા મળે છે. સુદાક્ષિણ્ય-આચારથી સંપન્ન આત્મા; ગંભીર અને ધીર ચિત્તથી યુક્ત હોય છે. ચિત્તની ધીરતા હોય તો બીજાનું કામ કરતી વખતે ગમે તેટલું કષ્ટ પડે તોપણ બીજાના કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકાય છે. અને ચિત્તની ગંભીરતા હોય તો કામ કરતાં પહેલાં અને પછી મૌન જાળવી શકાય છે. બીજાનું કામ કરવાનું શરૂ કરીએ એટલે પોતાના સમય આદિનો ભોગ તો આપવો જ પડતો હોય છે. એ વખતે કોઇ પણ રીતે અકળાયા વિના એ કાર્ય સારી રીતે પૂર્ણ કરવા મનની ધીરતા ખૂબ જ આવશ્યક છે. અન્યથા મનની ધીરતા વિના પરષ્કૃત્ય કરવાનું આરંભીએ તો વેઠ ઉતારવાનું બનશે. અને તેથી બીજી વાર કોઇ કામ કરવા નહિ દે. આવી જ રીતે, ‘મારે બીજાનું કામ કરવાનું છે; મેં બીજાનું કામ કરી આપ્યું; આપણે કોઇને ના પાડતા નથી, કામ કરી આપવામાં શું ? થોડા ઘસાઈ જઈએ ?’....વગેરે બોલી-બોલીને બીજાનું કામ કરીએ તો તેને શરમાવા જેવું થાય, સંકોચ થાય અને નીચું જોવા જેવું થાય. તેથી આવા અગંભીર-તુચ્છ માણસને કોઇ કામ ચીંધે નહિ. માટે બીજાનું કામ કરતી વખતે ગંભીરતા કેળવવી જોઇએ. સામાન્ય રીતે પરકૃત્યમાં આવી ગંભીરતા ન હોવાથી લોકોત્તર માર્ગની આરાધનામાં પણ એવી ગંભીરતા રહેતી નથી. પૂ. ગુરુદેવાદિસંબન્ધી ગોચરી, પાણી, ઓઘા વગેરેની પ્રતિલેખના અને કાપ (વસ્ત્ર-પ્રક્ષાલન) વગેરે કાર્ય કરતાં પૂર્વે અને કાર્ય કર્યા પછી પણ એવી ગંભીરતા રખાતી નથી. કામ કરીએ અને એની બીજાને જાણ ન થાય તો કામ કરવામાં મજા E GODDDDDDDDD ૩૮ D DEF DDDDDDD Page #42 -------------------------------------------------------------------------- ________________ જ ન આવે- એ સ્પષ્ટ રીતે આજે જોવા મળે. આ બધાના મૂળમાં વાસ્તવિક રીતે સુદાક્ષિણ્યગુણનો અભાવ છે. યોગની પૂર્વસેવામાં જ ભલીવાર ના હોય તો યોગની સાધનામાં ભલીવાર ન જ હોય- એ સમજી શકાય છે. યોગની પૂર્વસેવામાં બીજા સદાચાર તરીકે ‘દયાલુત્વ’ને વર્ણવ્યો છે. કોઈ પણ જાતની માયા વિના બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છાને દયાળુતા કહેવાય છે. દયાળુતા-દયા આજ સુધી આપણે કરતા જ આવ્યા છીએ પરંતુ એ સદાચારરૂપે પરિણમી છે કે નહિ - તે વિચારવું જોઈએ. સામી વ્યક્તિ પાસેથી કોઇ પણ વસ્તુના લાભની અપેક્ષાને રાખીને મોટા ભાગે બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છા સેવાય છે. ભાવના ખરેખર તો પોતાના દુ:ખને દૂર કરવાની હોય છે. પરન્તુ દેખાવ બીજાના દુ:ખને દૂર કરવાનો થતો હોય છે. જીવજન્તુને કોઈ મારી નાખે નહિ તેથી તેને સુરક્ષિત સ્થાને રાખતી વખતે ભાવ તો લગભગ તે આપણને કરડે નહિ-તેનો હોય તો દયાનો પરિણામ વાસ્તવિક નથી, માયાપૂર્વકનો છે. સાચી દયાળુતા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવી નથી. અનાદિકાળથી દૃઢ થયેલા કુસંસ્કારો ભૂંસાય નહિ તો સદાચારસ્વરૂપ દયાને પ્રાપ્ત કરવાનું શક્ય નિહ બને.ગમે ત્યાંથી ગમે તે રીતે પણ લાભ મેળવવાની વૃત્તિ જ ખરેખર તો માણસને માયાવી બનાવે છે. માયાથી રહિત એવી બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છાને અહીં દયાલુત્વ સ્વરૂપ સદાચાર તરીકે વર્ણવી છે. શક્તિ કે સંયોગો ન હોય તો બીજાના દુ:ખને દૂર કરવાનું શક્ય ન બને તોપણ એ વિષયની ઇચ્છા અશક્ય નથી. એવી ઈચ્છાને સેવતી વખતે માયા ન કરીએ તો દયાસ્વરૂપ બીજો સદાચાર સરળતાથી EEEEEEEEE dddd76969696 ૩૯ Udd DEn GODDDDD} Page #43 -------------------------------------------------------------------------- ________________ પામી શકાય છે. દીનોદ્ધાર સ્વરૂપ ત્રીજા આચારનું વર્ણન કરતાં ગ્રન્થકારશ્રીએ જણાવ્યું છે કે દીનના ઉપકાર માટે પ્રયત્ન કરવો. અહીં દીન' પદથી દીન, અનાથ, દરિદ્ર, પડ્યું અને અન્ય વગેરે જેવી સમજવાના છે. દીન, અનાથ વગેરે જીવોને ઉપકારનું કારણ બની શકે એવી પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા સ્વરૂપ અહીં દીનોદ્ધાર છે. દીનાદિ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી આ પ્રયત્ન નથી. આ પ્રયત્ન એવો છે કે જેથી દીનાદિ જીવોને ઉપકારનું એ કારણ બને છે. ઉપકાર કરવા માટે પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિથી ઉપકાર થવો – એ બન્નેમાં જે ફરક છે તેને યાદ રાખવો જોઈએ. અહીં યોગની પૂર્વસેવામાં વર્ણવતા સદાચારો કોઈની ઉપર ઉપકાર કરવા માટે વિહિત નથી. યોગની પ્રામિ દ્વારા પોતાના કલ્યાણ માટે તે વિહિત છે. તેથી દીનાદિનો ઉદ્ધાર પણ તેમની ઉપર ઉપકાર કરતા હોઈએ તે રીતે કરવાનો નથી. યોગની પ્રાપ્તિ માટેની એ એક અપૂર્વ સાધના છે - એમ સમજીને સદાચારો સેવવા જોઈએ. કૃતજ્ઞતા -એ ચોથો સદાચાર છે. બીજાએ આપણી ઉપર કરેલા ઉપકારના પરિજ્ઞાનને કૃતજ્ઞતા કહેવાય છે. આજ સુધીના આપણા જીવનને યાદ કરીએ તો સમજાશે કે કંઈ કેટલાય આત્માઓએ આપણી ઉપર અનેક જાતના ઉપકાર કર્યા છે. એનું નિરન્તર સ્મરણ કરવું જોઈએ. આપણા વર્તમાન જીવનના અસ્તિત્વમાં એમણે કરેલા ઉપકારો સમાયેલા છે - તેનું વિસ્મરણ કરવાનું ઉચિત નથી. બીજાની ઉપર આપણે કરેલા ઉપકારો આપણને નિરન્તર યાદ રહે એમાં પણ મોટા ભાગના ઉપકારો આપણા સ્વાર્થમૂલક હોય, ખરી રીતે તો એને ઉપકાર કહેવાનું શક્ય જ નથી, છતાં એને આપણે વારંવાર ગાયા D]DD,\DDDDDDDDDDELETE GUbgmdgb//S 8૦edbQSdGdSEdS/S Page #44 -------------------------------------------------------------------------- ________________ કરીએ અને બીજાએ કરેલા ઉપકારોને ભૂલી જઇએ - એ કૃતજ્ઞતા નથી. લોકોત્તર ધર્મની સિદ્ધિના લિફ્ળ તરીકે જણાવેલી કૃતજ્ઞતા લોકોત્તર કોટીની છે. પરમકૃપાળુ શ્રી અરિહન્તપરમાત્માએ અને ભવનિસ્તારક પૂ. ગુરુભગવન્તાદિએ કરેલા અનુગ્રહને યાદ કરીએ તો ચોક્કસ જ પાપની પ્રવૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકી શકાશે. પરન્તુ લોકોત્તર કોટીની આ કૃતજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સરળ તો નથી જ; પણ એ માટે લૌકિક ‘કૃતજ્ઞતા’ સ્વરૂપ સદાચારને પ્રાપ્ત કરવાથી એ સરળ બની શકે છે. આ તેરમા શ્લોકમાં પાંચમા સદાચાર તરીકે ‘જનાપવાદભીરુત્વ’ને વર્ણવ્યું છે. લોકોની નિન્દાને પાત્ર એવા વર્તનથી ભય પામવો – એને જનાપવાદભીરુત્વ કહેવાય છે. સારા ગણાતા માણસો આપણા વર્તનની નિંદા કરે એવા વર્તનનો આપણને ભય હોવો જોઇએ. ‘લોકો તો ગાંડા છે, ગમે તેમ બોલે,આપણને જે ઉચિત લાગે તે કરવું...' આવું વિચાર્યા વિના દુર્વર્તનથી દૂર રહેવું જોઇએ. યોગમાર્ગની આરાધના વખતે સર્વ પાપથી દૂર રહેવાનું છે, જે; પાપભીરુત્વ વિના શક્ય નહીં બને. પાપભીરુત્વને પામવા માટે યોગની પૂર્વસેવામાં જનાપવાદની ભીરુતા(ભય)ને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. સામાન્ય લોકો જેને પાપ તરીકે ગણતા નથી એવા પણ પાપથી દૂર રહેવા માટે યોગની પૂર્વસેવામાં લોકો જેને પાપ માને છે એનો પણ ભય ન હોય – એ ચાલે એવું નથી. લોકની નજરે જે દુર્વર્તન છે એવા દુર્વર્તનનો સતત ભય હોવો જોઇએ. ગ્રન્થકાર પરમર્ષિએ આ વસ્તુને સમજાવતાં આ શ્લોકની ટીકામાં જણાવ્યું છે કે જનાપવાદ અને મરણ – એ બેમાં કોઇ જ વિશેષતા નથી- અર્થાત્ DEEEEE D ૪૧ HOTECTED LET OLDU Page #45 -------------------------------------------------------------------------- ________________ જેટલો ભય આપણને મરણો છે તેટલો જ ભય જનાપવાદનો હોવો જોઈએ. મરણ થશે – એમ સમજીને જેમ મરણનાં નિમિત્તોથી આપણે દૂર રહીએ છીએ, તેમ જનાપવાદ (લોકમાં નિંદા) થશે-એમ સમજીને લોકમાં નિંદાના કારણભૂત ઘૂતાદિ વ્યસનોથી દૂર રહેવું જોઈએ – એ પાંચમો સદાચાર છે. અનન્તજ્ઞાનીઓ જેને પાપ તરીકે વર્ણવે છે એ પાપના ભયની પ્રાપ્તિ માટે જનાપવાદના ભયસ્વરૂપ સદાચાર અનિવાર્ય છે..૧૨-૧૩ બીજા સદાચારોનું જ વર્ણન કરાય છે - रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथाऽऽपदि । अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ॥१२-१४॥ ગુણવાન પુરુષોમાં રાગ: સર્વત્ર નિંદાનો ત્યાગ, આપત્તિમાં અદીનતા, પ્રતિજ્ઞાનું પાલન અને સમ્પત્તિમાં પણ નમ્રતા - આ સદાચાર છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુદાક્ષિણ્ય વગેરેની જેમ જ ગુણવાન પુરુષોમાં રાગ વગેરે, ઉપર જણાવેલા પણ સદાચારો છે. ગુણવાન પુરુષોની પ્રત્યે જે રાગ છેતેને છઠા સદાચારસ્વરૂપે અહીં વર્ણવ્યો છે. જ્ઞાનાદિગુણસંપન્ન પુરુષો પ્રત્યે રાગ ધરવો જોઈએ. આ અપારસંસારથી પાર ઊતરવા માટે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ વિના બીજો કોઈ ઉપાય નથી. એ ગુણોને પ્રાપ્ત કરવા માટે ગુણસમ્પન પુરુષોનું સાનિધ્ય નિરંતર હોવું જોઇએ. કારણ કે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ તે પુણ્યપુરુષોને આધીન છે. ગુણવાન પુરુષો વિના સ્વાર્થે પોતાના સાનિધ્યમાં રહેનારા જીવોને ગુણસંપન્ન બનાવવામાં પ્રયત્નશીલ હોય છે. આજ સુધીની આપણી નિર્ગુણ DD DDDDDDD\ 5 \;\I]S|DF\S Page #46 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાનો વિચાર કરીએ તો સમજાશે કે ગુણસમ્પન પુરુષોનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું ન હોવાથી એ નિર્ગુણ-અવસ્થા છે, અને ગુણસમ્પન્ન આત્માઓ પ્રત્યે રાગ ન રાખવાથી ગુણી જનોનું સાનિધ્ય આપણે મેળવી શક્યા નહિ. અનાદિકાળના કુસંસ્કારોના કારણે લગભગ દુર પુરુષોની પ્રત્યે જ રાગ કરવાનું બનતું આવ્યું છે. ગુણ અને ગુણી જનો પ્રત્યે રાગ કેળવવાનું ખૂબ કપરું છે. દોષ પ્રત્યે દ્વેષ જાગે અને ગુણની ઉત્કટ ઈચ્છા જાગે તો ગુણવાન પુરુષો પ્રત્યે રાગ જન્મ. ગુણી જનોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. ગુણીજનોનો સમાગમ મહામુસીબતે થતો હોય છે અને એ વખતે તેમની પ્રત્યે રાગ થાય - એવું ભાગ્યે જ બનતું હોય છે. યોગના અર્થી જનોને લોકોત્તર ગુણસમ્પન્ન આત્માઓના સાનિધ્યમાં રહેતી વખતે તેઓશ્રીની પ્રત્યે જો રાગ ન હોય તે ભારે કરુણ પ્રસંગ સર્જાય, તેથી યોગની પૂર્વસેવામાં ગુણી જનો પ્રત્યે રાગ કેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે. આ રીતે ગુણવાન પુરુષો પ્રત્યે જેમ રાગ રાખવાનો છે તેમ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોટિના જીવો પ્રત્યે નિન્દાનો ત્યાગ કરવાનો છે. સર્વત્ર (જીવમાત્રમાં) નિન્દાત્યાગ સ્વરૂપ સાતમો સદાચાર છે. આ સદાચારનું પાલન કરવાનું લગભગ અશક્ય છે. બીજાના અવર્ણવાદ સ્વરૂપ નિંદાનું દૂષણ ક્યાં નથી- એ શોધવા નીકળવું પડે એવું છે. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ એવા કોઈ પણ માણસની નિંદા ન કરવી – એ યોગની પૂર્વસેવાવિશેષ છે. લોકોત્તર માર્ગની જેઓ આરાધના કરી રહ્યા છે - એવા આત્માઓ માટે પણ આ સદાચારનું પાલન આજે જરૂરી હોય એવું લાગતું નથી. શાસનના હિતની ચિન્તાના નામે શાસનના આરાધકોમાં આ દૂષણ આજે એવું ફેલાયું છે કે જેની વાત D]D]D]D]D]D]]BCA BIDDHIDDEDGE Page #47 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય - એમ નથી. કર્મપરવશ જીવો છે. કોઇને કોઈ ખામી રહેવાની. એને જોયા કરશું અને ગાયા કરશું તો નિન્દાનું વર્જન કઇ રીતે થશે ? દોષ(પરદોષ)ની ઉપેક્ષા કરવામાં નહિ આવે ત્યાં સુધી નિન્દાનો ત્યાગ થઇ શકશે નહિ. યોગની પૂર્વસેવામાં સર્વત્ર નિન્દાનો ત્યાગ કરવાનો છે. એના બદલે આજે ગુણવાનની પણ નિન્દા મજેથી કરાતી હોય છે, તે યોગની પૂર્વસેવાને અનુરૂપ નથી. યોગની પૂર્વસેવામાં બાધક બનનારી આ નિંદાનું વર્જન કર્યા વિના ચાલે એવું નથી. જે દૂષણ યોગની શરૂઆત કરતાં પૂર્વે પણ ન હોવું જોઇએ તે દૂષણ યોગની આરાધનામાંથી પણ દૂર ન થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય - તે આપણે જોઇ રહ્યા છીએ. ઉપકારીઓની પણ નિન્દા સુધી પહોંચી ગયેલા આ દૂષણનો ત્યાગ કરવાથી ગુણી જનોનું આપણને નિરન્તર સાન્નિધ્ય પ્રાપ્ત થતું હોય છે. અન્યથા નિન્દાની પ્રવૃત્તિ કરવાથી ગુણવાન પુરુષો આપણી ઉપર વિશ્વાસ નહિ રાખે. યોગની પૂર્વસેવાના સદાચારમાંના આઠમા આચારનું વર્ણન કરતાં ‘આપત્તિમાં દીનતાના અભાવ' ને વર્ણવ્યો છે. એનો આશય સ્પષ્ટ છે કે ગમે તેવો દુ:ખનો પ્રસઙ્ગ પ્રાપ્ત થાય તોપણ કોઇ પણ જાતની દીનતા નહીં રાખવી જોઇએ. ધર્મના અર્થી જનોને જ્યારે સર્વવિરતિધર્મની આરાધના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે ત્યારે તે યોગની સાધનામાં પરીસહાદિને દીનતા વિના સહન કરવાના હોવાથી ધર્માર્થીઓએ યોગની પૂર્વસેવામાં ગૃહસ્થજીવનમાં આ રીતે દીનતાનો અભાવ કેળવી લેવો જોઇએ. મુનિજીવનમાં જ્યારે પણ અશુભ કર્મના ઉદયથી આપત્તિ આવતી હોય છે, ત્યારે સામાન્યથી તેનો પ્રતિકાર કર્યા વિના અદીનપણે તેને સહી લેવાની હોય છે. આવા પ્રસંગે CCC CCC/CCC E/QCQ/9/9/ ૪૪ CCC/C Gu/G/DC/Gudu\] Page #48 -------------------------------------------------------------------------- ________________ દીનતાનો પરિહાર કરવાનું શક્ય બને નહિ તો આપત્તિનો પ્રતિકાર કરવો જ પડશે. યોગની પૂર્વસેવામાં આપત્તિમાં દીનતાનો પરિહાર કરવાથી યોગની સાધના દરમ્યાન આપત્તિનો પ્રતિકાર કરવો નહિ પડે. પૂર્વે કરેલાં હિંસાદિ પાપોને લઈને જ્યારે પણ દુઃખ (આપત્તિ) આવે ત્યારે તેને દૂર કરવા પ્રાર્થનાદિ કરવાની વૃત્તિને દીનતા કહેવાય છે. કોઈ વાર આપત્તિને દૂર કરનારા નિમિત્તો મળે એ આપત્તિને દૂર કરી પણ લઈએ; પરન્તુ કર્મની વિષમતાએ કોઈ વાર એવા સંયોગો ન મળે ત્યારે દરેકની પાસે આપત્તિને દૂર કરવા વિનંતિ, પ્રાર્થના કે આજીજી કરવાની જરૂર નથી. તેમ જ કોઇની પાસે દુઃખને રોવાની પણ જરૂર નથી. કરેલાં કર્મના ફળ ભોગવ્યા વિના છૂટકો નથી-એમ સમજીને ખૂબ જ સમતાપૂર્વક આપણા હિત માટે આપત્તિ વેઠી લેવી જોઈએ. સહન નહિ કરવાની વૃત્તિ જ દીનતાનું કારણ છે. દીનતાના પરિહાર માટે સહનશીલતા મેળવવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. નવમા સદાચાર તરીકે સમ્પ્રતિજ્ઞત્વ'ને વર્ણવ્યું છે. અગીકાર કરેલી પ્રતિજ્ઞાનો સારી રીતે નિર્વાહ કરવો તેને સત્પતિજ્ઞત્વ કહેવાય છે. યોગની પૂર્વસેવામાં સામાન્ય રીતે દેવદર્શન-પૂજન, ગુરુવંદન, ધર્મશ્રવણ અને દાનાદિ સંબંધી પ્રતિજ્ઞાઓ કરાતી હોય છે. મહાવ્રતો સમ્બધી પ્રતિજ્ઞાઓની અપેક્ષાએ એ પ્રતિજ્ઞાઓ ખૂબ જ નાની છે. પરંતુ આજ સુધીના પ્રતિજ્ઞાવિહીન જીવનની અપેક્ષાએ, એ પ્રતિજ્ઞાઓ ઘણી જ મોટી છે. કોઈ પણ જાતના અપવાદ વિના એ પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનું ખૂબ જ કષ્ટકારક બનતું હોય છે. ફળની ઉત્કટ ઈચ્છા અને ફળને પ્રાપ્ત કરવા માટેનું વિશિષ્ટ સત્ત્વ ન હોય તો પ્રતિજ્ઞાનું પાલન શક્ય નથી. સદ્ગુરુભગવન્તના પરિચયે પ્રતિજ્ઞાનું મહત્ત્વ Page #49 -------------------------------------------------------------------------- ________________ સમજીને એનો યથાર્થ રીતે નિર્વાહ કરવો – એ એક જાતનો સદાચાર છે. પ્રતિજ્ઞા કઈ છે એની અપેક્ષાએ પ્રતિજ્ઞા કઈ રીતે પળાય છે - એનું પરિભાવન કરવાનું ખૂબ જ આવશ્યક છે. શ્રી વચૂલાદિએ જે પ્રતિજ્ઞા લીધી હતી; એ પ્રતિજ્ઞાઓ તો મજેથી લઈ શકાય છે પરન્તુ તેઓએ તે પ્રતિજ્ઞાઓનું પાલન જે રીતે કર્યું હતું તે રીતે એ પ્રતિજ્ઞાઓનું પાલન આપણા માટે કેટલું શક્ય છે - એ વિચારવાથી સમજાશે કે “સત્વતિજ્ઞત્વ” આ સદાચાર પણ સરળ નથી. પહેલાં તો પ્રતિજ્ઞા-નિયમ લેવાનું જ લગભગ મન થતું નથી. આ વિશ્વમાં કંઈ કેટલી ય એવી વસ્તુઓ છે કે જેનો આપણો ઉપયોગ જ કરવાના નથી. આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરવાના નથી. પરંતુ એના ત્યાગનો આપણને નિયમ નથી. એટલું જ નહિ, સ્વપ્ન પણ જેની ઈચ્છા નથી એવી પ્રવૃત્તિઓના પણ ત્યાગનો આપણને નિયમ નથી.અવિરતિ(નિયમ નહિ કરવો)ના કારણે જે પાપબન્ધ થાય છે તેની ખરેખર જે આપણને કલ્પના નથી. અન્યથા એ પાપથી વિરામ પામવા પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી શકાયો હોત. જ્યાં નિયમ અંગે જ આવી સ્થિતિ હોય ત્યાં તેના પાલન અંગે કેવી દશા હોય તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. યોગની પૂર્વસેવામાં એવી સ્થિતિ હોતી નથી. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો પ્રાણના ભોગે પણ નિર્વાહ કરાતો હોય છે. આ રીતે નાના પણ નિયમોનો નિરપવાદ વહન કરવાનો અભ્યાસ યોગની સાધનામાં મહાવ્રતોના પાલન માટે ખૂબ જ ઉપયોગી બને છે. સદાચારોનું વર્ણન કરતાં આ ચૌદમા લોકમાં દશમા સદાચાર તરીકે સમ્પત્તિમાં નમ્રતાનું વર્ણન કરાયું છે. એનો આશય એ છે કે GDDEDDEDDIDED, NE|DF\ D]DFDF\ EID\LD GSSSB/GSONGS 23/ 07/NMMSqSg/S Page #50 -------------------------------------------------------------------------- ________________ કે ગૃહસ્થજીવનમાં કોઇ વાર ભૂતકાળના વિશિષ્ટ પુણ્યોદયે સમ્પત્તિવિભવની પ્રાપ્તિ થાય તો અહંકાર-ગર્વ કર્યા વિના નમ્રતા ધારણ કરવી જોઇએ. સમ્પત્તિની પ્રાપ્તિ થવાથી પોતાની જાતને મહાન માનવાથી અહંકાર જન્મે છે. પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી પણ જ્યાં ગર્વ કરવાનો નિષેધ છે, ત્યાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી પૌદ્ગલિક સમ્પત્તિની પ્રાપ્તિથી ગર્વ કરવાનું ખૂબ જ અનુચિત છે- તે સમજી શકાય છે. અહીં નમ્રતાનું વર્ણન કરતી વખતે ગ્રન્થકારશ્રીએ ફરમાવ્યું છે કે ‘ઔચિત્યથી નમવાના સ્વભાવ’ને નમ્રતા કહેવાય છે. દરેક સ્થાને નમવું- એ પણ નમ્રતા નથી અને માયાપૂર્વક નમવું- એ પણ નમ્રતા નથી. કોઈ પણ સ્થાને નમવું નહિ અને બધાની અપેક્ષાએ હું મહાન છું – એવું માનવું-એ તો અહંકાર છે જ. એનો અર્થ એ નથી કે ગમે તેને નમતા બેસવું. નમવાની પ્રવૃત્તિમાં સામી વ્યક્તિ કેવી છે-તેનો વિચાર કરવો જોઇએ. અને પછી ઔચિત્યપૂર્વક સ્વભાવથી જ નમવું જોઈએ. કોઇ પણ જાતની માયાને સેવ્યા વિના નમ્રતા રાખવી – એ સદાચાર છે. એકાન્તે હિતકર એવા આચારો પણ વિવેક વિના અહિતકર બને છે. કોઇ પણ ગુણને ગુણાભાસમાં રૂપાન્તરિત કરવાનું કાર્ય અવિવેક કરે છે. યોગની પૂર્વસેવામાં સદાચારસ્વરૂપે પ્રાપ્ત કરેલી નમ્રતાથી; ભવિષ્યમાં યોગની પ્રાપ્તિમાં જ્ઞાનાદિગુણો પ્રામ કર્યા પછી પણ આત્માને અહંકારથી દૂર રાખવાનું સરળ થાય છે. ૧૨-૧૪ સદાચારોનું જ વર્ણન કરાય છે – - अविरुद्धकुलाचारपालनं मितभाषिता । अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ॥१२- १५॥ “અવિરુદ્ધ કુલાચારનું પાલન, થોડું બોલવું અને પ્રાણ કંઠે 'Ba DDUGL ૪૭૭૮ DDDDD dudguduUG Page #51 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હોય તોપણ લોક્માં નિન્દાને પાત્ર એવા કામમાં પ્રવૃત્તિ ન કરવી’’–આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગની પૂર્વસેવામાં જે સદાચારો વર્ણવ્યા છે તેમાં અગિયારમો સદાચાર ‘અવિરુદ્ધ કુલાચારનું પાલન’ છે. ધર્માદિનો બાધ ન થતો હોય તો પોતાના કુલાચારનું પાલન યોગની પૂર્વસેવામાં કરવું જોઇએ. અનન્તજ્ઞાનીઓએ જણાવેલા પરમ પવિત્ર આચારો એકાન્તે કલ્યાણના કારણ હોવા છતાં શરૂઆતથી જ એને સરળતાથી પાળવાનું સત્ત્વ દરેક જીવને હોતું નથી. એ પરમતારક આચારોનું નિરતિચારપણે પાલન કર્યા વિના શ્રીસિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી - એનો ખ્યાલ હોવાથી યોગના અર્થી આત્માઓ એ સત્ત્વ પામવા માટે યોગની સેવામાં અવિરુદ્ધકુલાચારનું પાલન કરતા હોય છે. ભવિષ્યમાં અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ જે આચરવાયોગ્ય છે એવા આચારોમાં જ્યારે પ્રવૃત્ત થવાનું છે, ત્યારે એ માટેનો અભ્યાસ અવિરુદ્ધ કુલાચારના પાલનથી શરૂ કરાય છે. જે લોકો પોતાના કુળના પણ અવિરુદ્ધ આચારોનું પાલન કરે નહિ તો તેઓ અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલા આચારોનું પાલન કઇ રીતે કરી શકશે ? આજે પોતાના કુલાચારોનું પાલન પણ અઘરું લાગ્યા કરે છે. આહાર-પાણીમાં, વેષ-પરિધાનમાં અને જીવનશૈલી વગેરેમાં ઝડપથી પરિવર્તન આવવા માંડ્યું છે-એ જોતાં પોતાના કુલાચારોનું પાલન સ્વપ્નવત્ બન્યું છે. ધર્માદિના અવિરોધી હોવા છતાં પોતાના કુલાચારોનો ત્યાગ કરી ધર્માદિના પ્રગટ વિરોધી એવા આચારો(?) જે ઝડપથી આવી રહ્યા છે. એનો વિચાર કરતાં એમ લાગે છે કે આ યોગની પૂર્વસેવા કરવાનું હવે અશક્ય છે. યોગના અર્થી જીવોએ કોઇ પણ રીતે યોગની EEEEEE En ૪૮ dudu am Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસેવામાં પ્રયત્ન કરી લેવો જોઈએ. આ શ્લોમાં બારમા સદાચાર તરીકે મિતભાષિતા' જણાવી છે. એનું વર્ણન કરતાં ગ્રન્થકાશ્રી ફરમાવે છે કે અવસરે હિતકારક પણ થોડું બોલવું. સામી વ્યક્તિ પ્રત્યે આપણને હિતની બુદ્ધિ હોય તોપણ યોગ્ય અવસરે જ કહેવાયોગ્ય કહેવું જોઈએ. અવસર વિના કહેવાથી આપણી હિતર એવી પણ વાતથી કોઈ જ લાભ થતો નથી. ઉપરથી કોઈ વાર એવું પણ બનતું હોય છે કે કાયમ માટે હિતકર એવી વાત કહેવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. અવસરે પણ વાત કરવી પડે તો તે સામા જીવના હિતની હોય તો જ કરવી. કોઈ પણ સંયોગોમાં સામી વ્યક્તિના અહિતનું કારણ બનનારી વાત કહેવાથી દૂર રહેવું જોઈએ. અવસરે હિતની પણ વાત સંક્ષેપથી થોડા શબ્દોમાં કરવી. બહુ બોલ બોલ કરવાથી હિતકારિણી વાતની પણ ઉપેક્ષા થતી હોય છે. યોગની સાધના દરમ્યાન બિનજરૂરી બોલવાની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે મિતભાષિતાનો સ્વભાવ ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે હિતાહિતનો ભેદ સમજવાનું સરળ નથી. જ્યાં સુધી યથાર્થ રીતે એ ભેદ સમજાય નહિ ત્યાં સુધી બોલવાનું બન્ધ રાખવું જોઈએ. અનિવાર્ય સંયોગોમાં બોલવાનો અવસર જ આવે તો ચોક્કસપણે જે હિતકર હોય તે થોડું બોલવું. અવસર, હિત અને અલ્પપ્રમાણ – એ ત્રણનો ખ્યાલ રાખી વિવેકપૂર્વક બોલવું – એ બારમો સદાચાર છે. પ્રાણ કઠે આવે તો પણ; લોકમાં નિજાને પાત્ર એવા કર્મકાર્યમાં પ્રવૃત્તિ ન કરવી એ તેરમો સદાચાર છે. યોગની આરાધના પ્રસંગે અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ જે નિન્દાને પાત્ર છે તે સર્વ સાવધ @DDDDDDDDDDDDDD GIDC/EGEGEGISO//G/S. DO DO DADO DADO DOD /UCGZGGINGINGINGINGS Page #53 -------------------------------------------------------------------------- ________________ (પાપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે. એ માટે યોગની પૂર્વસેવામાં લોકોની દૃષ્ટિએ નિન્દનીય મનાતા એવા કોઇ પણ કામમાં પ્રવૃત્ત ન થવું જોઇએ. આ સદાચારની અનિવાર્યતા ઋષિ તૈ: પ્રાગૈ: આ પદથી સમજી શકાય છે. મરણાન્ત કષ્ટ આવે તોપણ કુળને દુષ્ટ કરનારા અનાચારાદિમાં પ્રવૃત્તિ કરવી ના જોઇએ. નિન્દનીય કામની પ્રવૃત્તિના ત્યાગનું મહત્ત્વ સમજાય તો પ્રાણના ભોગે પણ એ ગર્હણીય પ્રવૃત્તિથી આત્માને સર્વથા દૂર કરી શકાશે. અન્યથા એ શક્ય નહિ બને....... ||૧૨-૧૫॥ બાકીના કેટલાક આચારો જણાવાય છે – O mam Du प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ॥१२- १६ ॥ ‘‘વિશિષ્ટ ફળને આપનારા કાર્યમાં આગ્રહ; સદ્વ્યય; અસદ્બયનો ત્યાગ; ઉચિત એવું લોકાનુસરણ અને પ્રમાદનું વર્જનઆ સદાચારો છે.’’ - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રધાન કાર્યમાં આગ્રહ રાખવો- એ ચૌદમો સદાચાર છે. સામાન્ય રીતે ગૃહસ્થપણામાં અનેક જાતનાં સ્વ-પરનાં કાર્યો કરવાના પ્રસંગો ઊભા થતા હોય છે. આવા પ્રસંગે જે કાર્ય કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી હોય એવાં કાર્ય જ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. મહેનત વધારે અને ફળમાં કોઈ વિશેષ નહિ -એવી પ્રવૃત્તિમાં આગ્રહ નહિ રાખવો જોઇએ. આ લોકમાં અને પરલોકમાં હિતકર એવું વિશિષ્ટ ફળ જેનાથી પ્રાપ્ત થતું હોય એવા કાર્યને પ્રધાન કાર્ય કહેવાય છે. બુદ્ધિમાન પુરુષોએ એવા જ કાર્ય માટે આગ્રહ સેવવો જોઇએ, જેથી અલ્પ પ્રયત્ને અધિક ફળને પ્રાપ્ત કરી શકાય. ૫૦ ને D 009D7DOD Page #54 -------------------------------------------------------------------------- ________________ પંદરમો સદાચાર “સચ્ચર્ય છે. પુરુષાર્થની સાધના માટે ઉપયોગી બને એવો ધનનો વ્યય કરવો જોઇએ. અન્ય ગ્રન્થોમાં સવ્યયનો અર્થ જણાવતાં ફરમાવ્યું છે કે દેવપૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં જે ધનનો ઉપયોગ થાય છે- તે સવ્યય છે. સામાન્ય રીતે ધર્મ,અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ છે. પરમાર્થથી મોક્ષ એક જ પુરુષાર્થ છે. મોક્ષનું કારણ શુદ્ધ ધર્મ હોવાથી તે કારણસ્વરૂપ પુરુષાર્થ છે. અર્થ અને કામ તો પુરુષની ઈચ્છાના વિષય બનતા હોવાથી તે પુરુષાર્થ કહેવાય છેપરંતુ પરમાર્થથી અનર્થભૂત છે. મોક્ષમાં બાધક ન બને એ રીતે પોતાના ધનનો ધર્માદિમાં વ્યય કરવો જોઈએ. પુણ્યથી મળેલા ધનનો વ્યય એવી રીતે તો ન જ કરાય જેથી પરિણામે મોક્ષપ્રાપ્તિમાં બાધક બને. ઉપર જણાવ્યા મુજબ પુણ્યથી મળેલા ધનનો જેમ સવ્યય કરવો જોઈએ તેમ અવ્યયનો ત્યાગ કરવો જોઈએ એ પણ સદાચાર છે. સોળમા એ સદાચારનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અર્થની અનર્થકારિતાનો પ્રારંભ જ આ અસવ્યયમાંથી થતો હોય છે. અસલ્ચય સ્વરૂપ અનાચારનું દૂષણ આજે ખૂબ જ વિસ્તર્યું છે. ધર્મી ગણાતા વર્ગમાં પણ એ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. વિષયની અત્યન્ત આસક્તિ અસચ્ચય કરાવે છે. અને તે અનર્થદંડનું કારણ બને છે. ગૃહસ્થપણામાં પાપની કોઈ સીમા નથી. સર્વથા પાપથી વિરામ પામવાની ભાવનાવાળાએ પોતાની ભાવના સફળ બનાવવી હોય તો અસધ્યયના પરિત્યાગથી પ્રારંભ કરવો જોઈએ. જેથી ખૂબ જ સરળતાપૂર્વક અનર્થદંડથી વિરામ પામી શકાશે. સત્તરમા સદાચાર તરીકે ઉચિત એવી લોકાનુવૃત્તિને વર્ણવી છે. UDDDDDDDDDDD; DO DO CEDO 0000 000 GIDC/EGILGIDC GIDC GID Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં વિરોધ ન આવે તે રીતે લોકોના ચિત્તની આરાધના કરવી; તે લોકાનુવૃત્તિ છે. લોકમાં જે આચારો પ્રસિદ્ધ છે, તે જો ધર્મના વિરોધી ન બનતા હોય તો તેનું પાલન કરવું જોઈએ. દરેક ધર્માત્માને લોકની નિશ્રાએ ધર્મ કરવાનો છે. પોતાના ધર્મના વિરોધી ન હોય એવા લોકપ્રસિદ્ધ આચારોના પાલનથી લોકના ચિત્તની આરાધના થાય છે. આગળ જતાં આ અભ્યાસ ભવનિસ્તારક પૂ. ગુરુદેવાદિના ચિત્તની આરાધના માટે ઉપયોગી બને છે. અઢારમો સદાચાર પ્રમાદના વર્જન સ્વરૂપ છે. મધપાનાદિ સ્વરૂપ પ્રમાદનો ત્યાગ કરવો; એ પણ એક સદાચાર છે. નિદ્રા, વિકથા, મદિરા, વિષય અને કષાય- આ પાંચ પ્રમાદ છે. પરમપુણ્યોદયે પ્રાપ્ત ધર્માદિના અવસરે પ્રમાદના યોગે એ અવસરો નિરર્થક બનતા હોય છે. સર્વવિરતિધર્મની આરાધના કરનારા મહાત્માઓને પણ પ્રમાદના કારણે કેવી સ્થિતિનો અનુભવ કરવો પડે છે-એ આપણે બરાબર જાણીએ છીએ. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડે એવી સ્થિતિ આ પ્રમાદને લઈને ઊભી થાય છે. નિદ્રા-વિઠ્યાદિ પ્રમાદો ત્યાગ કરવાનું ઘણું જ કપરું છે. જીવની અનાદિકાળથી જે સુખશીલતાની પરિણતિ છે; તે પરિણતિના કારણે પ્રમાદપ્રિયતાની પ્રાપ્તિ થાય છે. અને તેથી પ્રમાદનો ત્યાગ કરવાનું શક્ય બનતું નથી. સાધનાની પૂર્ણતાના આરે આવેલાને પણ સાધનાથી દૂર-સુદૂર લઈ જનાર આ પ્રમાદ છે. યોગના અર્થીએ પ્રમાદનું વર્જન કરી સાધનાનો મંગલ પ્રારંભ યોગની પૂર્વસેવાથી કરવો જોઈએ આ રીતે યોગની પૂર્વસેવામાં સદાચારનું વર્ણન પૂર્ણ થયું. ૧૨-૧૬ હવે યોગની પૂર્વસેવાન્તર્ગત “તપ” નું નિરૂપણ કરાય છે. D]D]D]D]D]D]D]BA D DDDDDDDDDED Page #56 -------------------------------------------------------------------------- ________________ तपश्चान्द्रायणं कृच्छ्रं मृत्युघ्नं पापसूदनम् । आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ॥ १२-१७॥ “ધર્મનો પ્રારંભ કરનારા જીવોને; પોતાની ભૂમિકાનુસાર અધ્યવસાયને પુષ્ટ બનાવનારું લૌકિક તપ પણ યોગ્ય છે; જે ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન –આ ચાર પ્રકારનું છે.’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે; શક્તિ અનુસાર પાપને તપાવનાર તપને કર્યા વિના પૂર્વકૃત કર્મનો ક્ષય શક્ય નથી. અને કર્મક્ષય વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. સંસારની અસારતાનું પરિભાવન કરી સંસારનો ઉચ્છેદ કરવા અને સર્વકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુ આત્માઓને તપ કર્યા વિના ચાલે એવું જ નથી. સામાન્ય રીતે તપનું વર્ણન કરતાં તેના જાણકારોએ; કર્મને તપાવે તેને તપ કહેવાય છે – એ પ્રમાણે વર્ણવ્યું છે. કર્મના ક્ષય માટે વિહિત તપની આરાધનાથી કર્મ તપે નહિ-એ બનવાજોગ નથી. યોગની પૂર્વસેવામાં સામાન્યથી લૌકિક અને લોકોત્તર તપ ઉચિત છે. લોકોત્તર તપ તો જીવમાત્રને કલ્યાણનું કારણ બને છે. પરન્તુ ધર્મની શરૂઆત કરનારા આદિધાર્મિક જીવોને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ તપ પણ યોગ્ય છે. આહારની નિરીહતા (ઈચ્છાનો અભાવ) એ વાસ્તવિક તપ છે. બાહ્ય અને અભ્યન્તર ભેદથી બે પ્રકારના તપના અનશનાદિ બાર પ્રકાર છે. એ લોકોત્તર તપનું વર્ણન અન્યત્ર વિસ્તારથી કર્યું છે. તપની આરાધના કરનારાએ યાદ રાખવું જોઇએ કે માત્ર કર્મને તપાવવા માટે તપ છે. બીજાને તપાવવા (સંતાપવા) માટે તપ નથી. અનુકૂળતાનો ત્યાગ કરી તપને કરનારા તપ કરતી AEEEEEEE CHODODddddddUG ૫૩ ADDED DEE CdDUuUUGOGODUC Page #57 -------------------------------------------------------------------------- ________________ વખતે અનુકૂળતા શોધે તો તપની આરાધના વાસ્તવિક રીતે કરી શકશે નહિ. આજે જે રીતે તપ કરાય છે અને કરાવાય છે, એ જોતાં તપનું સ્વરૂપ સમજાવવાનું લગભગ શક્ય નથી. ખરી રીતે તો આજે તપનો અભ્યાસ કરતાં પૂર્વે ખાવું કેમ-તે શીખવાની જરૂર છે. એની સમજણાદિના અભાવે તપ વાસ્તવિક રીતે કર્મનિર્જરાનું કારણ બનતો નથી. ધર્મના નામે આજે અનુકૂળતા પ્રાપ્ત કરવાનાં વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યાં છે-એમ લાગ્યા વિના રહેતું નથી. લૌકિક તપ પણ, લોકોત્તર તપના જ્ઞાનના અભાવે આદિધાર્મિક જનો માટે યોગ્ય છે. એમાં મુખ્યપણે આહારની નિરીહતાનો ભાવ પામવાનો આશય રહેલો હોય છે. પોતાની ભૂમિકા મુજબના તે તે અધ્યવસાયને એ તપ પુષ્ટ-મજબૂત બનાવતો હોવાથી તેની ઉત્તમતા છે. અન્યથા તે તપ પણ ઉત્તમ નથી. આ શ્લોકમાં ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુબ અને પાપસૂદન-આ ચાર પ્રકારના તપનાં નામો જ વર્ણવ્યાં છે. તેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. I૧૨-૧ળા પૂર્વોક્ત ચાન્દ્રાયણ તપનો વિધિ જણાવાય છે - एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् । भुञ्जीत नामावस्यायामेष चान्द्रायणो विधिः ॥१२-१८॥ શુક્લપક્ષમાં એક એક કોળિયો વધારવો અને કૃષ્ણપક્ષમાં એક એક કોળિયો ઓછો કરવો. તે મુજબ અમાસે વાપરવું નહિ. આ ચાન્દ્રાયણ તપનો વિધિ છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાન્દ્રાયણ તપ કઈ રીતે કરવો તે આ શ્લોકમાં જણાવ્યું છે. સુદ પક્ષની એકમે એક કોળિયો જ આહારનો લેવાનો. તેથી વધારે નહિ લેવાનો. આવી રીતે સુદ બીજ, ત્રીજ, ચોથ..વગેરે DDDDDDDDDDDDDDD EDEDDDDDDDDDDD Page #58 -------------------------------------------------------------------------- ________________ તિથિએ અનુક્રમે બે, ત્રણ, ચાર વગેરે કોળિયા આહાર લેવાનો. જેથી પુનમે પંદર કોળિયાથી વધારે આહાર લેવાનું નહિ બને. ત્યાર બાદ વદ એકમ, બીજ, ત્રીજ.વગેરે તિથિએ એક એક કોળિયો ઓછો કરવાથી અનુક્રમે ચૌદ, તેર, બાર વગેરે કોળિયા જેટલો આહાર ગ્રહણ કરવાનો. અને તેથી અમાસના દિવસે એક પણ કોળિયો આહાર લેવાનો ન હોવાથી ઉપવાસ થાય, વાપરવાનું ન બને. આ પ્રમાણે ચાન્દ્રાયણ તપનો વિધિ (કરવાની રીત) છે. ચન્દ્રની વૃદ્ધિ અને હાનિના કાળની સાથે તેનો સંબન્ધ જણાય છે તેથી તે તપને ચાન્દ્રાયણ તપ કહેવાય છે. આ તપમાં ક્ષય પામેલા અને વૃદ્ધિ પામેલા ચન્દ્રની સાથે અયન (આહાર લેવાની પ્રવૃત્તિ) છે. માટે આ તપ ચાન્દ્રાયણ છે. I૧૨-૧૮ કૃચ્છુ તપનું સ્વરૂપ જણાવાય છે – सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ॥१२-१९॥ “સન્તાપન વગેરે પ્રકારે કછુ તપ અનેક પ્રકારનું છે. વિના કરે અત્યન્ત કર સ્વરૂપ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત અપરાધોને વિશે જીવોને તારનારું આ પરમ સાધન છે.” આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સનાપન કૃચ્છ, પાદ કચ્છ અને સંપૂર્ણ કુછુ.વગેરે પ્રકારથી છુ તપ અનેક પ્રકારનું છે. જે અપરાધ (નિષિદ્ધ હિંસાદિ પાપો)ના કારણે પ્રાણીઓને અત્યન્ત કષ્ટમય નરકાદિમાં જઈને પાપનું ફળ ભોગવવું પડે છે એવા અતિકછુ અપરાધો થયે છતે તે તે અપરાધોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રાણીઓને આ છૂ’ તપ શ્રેષ્ઠ એવો તરવાનો @DHD|D]BEDDED DEODDDDDDDDDD gિUCGUCUQDCLOUGH Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપાય છે, જે; નારકીના જીવોની અપેક્ષાએ કષ્ટ વિના સત્તારણ (તારનારું સાધન) બને છે. આકૃચ્છુ તપના સન્તાપનકૃચ્છ, પાદચ્છ અને સંપૂર્ણકછુ વગેરે અનેક પ્રકાર છે. “ત્રણ દિવસ ગરમ પાણી, ત્રણ દિવસ ગરમ ઘી, ત્રણ દિવસ મૂત્ર અને ત્રણ દિવસ દૂધ પીવાનું.” આ પ્રમાણે બાર દિવસે સાપન કછૂતપ પૂર્ણ થાય છે. માગ્યા વગર દિવસમાં એક વાર એકાશનજેવું) જ વાપરવાનું અને બીજે દિવસે ઉપવાસ કરવાનો. આ રીતે પાદકુછુ તપ થાય છે. તેમ જ ચાર વાર પાદપૃચ્છુ તપના વિધાનથી સંપૂર્ણ કુછું તપ પૂર્ણ થાય છે. અલ્પ કષ્ટ મહાકષ્ટથી આ તપ તારનારું છે, તે આશ્ચર્ય છે -એ જણાવવા માટે અહીં શ્લોકમાં ફક્ત આ પદનો પ્રયોગ છે. તે પ્રત્યપધારણ - આશ્ચર્ય અર્થને જણાવે છે. મહાકષ્ટથી તરવું હોય તો અધિક કષ્ટ વેઠવું પડે, તેના બદલે અલ્પષ્ટને સહન કરીને આ કછુ તપને કરવાથી મહાકથી તરી જવાય છે એ દેખીતી રીતે વિરુદ્ધ-અવધારણ (નિશ્ચય) છે- એ સમજી શકાય છે. ૧૨-૧૯ હવે મૃત્યુન્જય તપનું વર્ણન કરાય છે - मासोपवासमित्याहु मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ॥१२-२०॥ “મૃત્યુ જપ (નમસ્કારમ–જાપ)થી યુક્ત અને ક્ષાયોનો નિરોધ વગેરેના વિધાનથી પરિશુદ્ધ એવા એક મહિના સુધીના ઉપવાસ સ્વરૂપ તપને; તપોધન એવા મુનિભગવન્તો “મૃત્યુન (મૃત્યુwય) નામનું તપ કહે છે.” આ પ્રમાણે વીસમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે મૃત્યુબ મૃત્યુન્જય તપમાં એક મહિના સુધી #DDDDDDDDDDID' Page #60 -------------------------------------------------------------------------- ________________ નિરન્તર ઉપવાસ કરવાના છે. એ વખતે યથાશક્ય પચ્ચપરમેષ્ઠી નમસ્કારમંત્રનો જાપ કરવાનો હોય છે. તપની સાથે દરરોજ કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનપૂજા અને શ્રી જિનવાણીનું શ્રવણ વગેરે દૈનિક કૃત્યો કરવા જોઈએ. આ તપ પણ આ લોક કે પરલોકાદિ સંબન્ધી ફળની આશંસા(ઈચ્છા)થી રહિત પરિશુદ્ધ હોવું જોઈએ. આવા તપને તપની પ્રધાનતાવાળા મુનિભગવન્તો મૃત્યુબ તપ તરીકે વર્ણવે છે. ' આ શ્લોમાંના વિધાનતા અને પરિશુધ-આ બંને પદો તપની આરાધના કરનારાએ સારી રીતે વિચારવા જોઈએ. એક મહિનાના ઉપવાસના કાળમાં પણ દેવપૂજાદિદૈનિક કૃત્યો નિયમિતપણે કરવા જોઈએ. અને સાથે સાથે કષાયોનો ત્યાગ વગેરે પણ કરવો જોઈએ. આટલું કષ્ટ વેઠ્યા પછી આ લોક કે પરલોક સંબધી કોઈ પણ ફૂલની ઈચ્છા નહિ સેવવી. આવી સ્થિતિમાં જ એક મહિનાના ઉપવાસને મૃત્યુન તપ કહેવાય છે. માત્ર એક મહિનાના ઉપવાસ કરવાથી મૃત્યુબ તપ કહેવાતો નથી. ઉપર જણાવ્યા મુજબ તપની સાથે દેવપૂજાદિ વિધાનોનું જ્યાં પાલન છે અને કષાયોનો નિરોધ છે - તે આશંસારહિત તપ જ શુદ્ધ તપ છે, જે કર્મનિર્જરાનું પરમ કારણ બને છે. કષ્ટ સહન કરતી વખતે ચોક્કસ રીતે કર્મનિર્જરાનું ધ્યેય હોય તો શુદ્ધ તપ સારી રીતે આરાધી શકાય. માત્ર કરી નાખવા માટે તપ કરવાનો કોઈ અર્થ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિહિત તપ, અજ્ઞાનાદિના કારણે નિરર્થક ન બને એ જોવું જોઈએ. I૧૨-૨ના. પાપસૂદન તપનું સ્વરૂપ જણાવાય છે – UDDDDDDDDDD', BC/SC/SC/ST/AgECBGST HD D]D]D]D]D]D]D gિgggLggLgglણ Page #61 -------------------------------------------------------------------------- ________________ पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया। चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ॥१२-२१॥ “આ પ્રમાણે તે તે પાપાદિની અપેક્ષાએ; જુદા જુદા મત્વનો જાપ જેમાં પ્રાયઃ છે; તે પ્રત્યપત્તિથી (પાપથી પાછા ફરવાની પ્રવૃત્તિથી) વિશુદ્ધ બનાવેલું પાપસૂદન તપ છે.” આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ પાપસૂદન તપ પણ દેવપૂજા, બ્રહ્મચર્યનું પાલન, વગેરે દૈનિકકૃત્યના વિધાનપૂર્વક અને આ લોકાદિ સંબન્ધી કોઈ પણ જાતના ફળની આશંસા વિના કરવાનો છે. તે તે પાપવિશેષને આશ્રયીને આ તપ અનેક જાતનો છે. દા. ત. સાધુવધનું પાપ (ઇંડા અનગારને મારી નાખવાનું પાપ) કર્યા પછી તેના પશ્ચાત્તાપથી દીક્ષાનો સ્વીકાર કરનાર યમુન રાજર્ષિએ જ્યારે સાધુવધનું પાપ યાદ આવે ત્યારે તે દિવસે ભોજન નહિ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો હતો. પોતાના છ મહિનાના દીક્ષા પર્યાયમાં સારી રીતે આરાધનાને પ્રાપ્ત કરનારા તેઓશ્રીને એક પણ દિવસ ભોજન કરવાનો પ્રસંગ ન આવ્યો. આ રીતે છ મહિનાના ઉપવાસનો તપ થયો. આ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ આ પાપસૂદન (પાપના નાશને કરનાર)તપ અનેકાનેક પ્રકારનો છે. માઁ ફૂગ સિમ ૩ સી નમ:.. ઇત્યાદિમત્રોનો જાપ પણ આ તપમાં મોટા ભાગે કરવાનો હોય છે. જે પાપ-અપરાધને લઈને આ તપનો સ્વીકાર કર્યો હોય તે અપરાધથી, ખૂબ જ ઉત્કટ કોટિના સંવેગ(મોક્ષાભિલાષીપૂર્વક પાછા ફરવાના કારણે આ તપ વિશુદ્ધ બનાવાય છે. ભૂતકાળમાં જે પાપ કર્યું તે ક્યું, હવે એ પાપ કરવું નથી. આવા પ્રકારના અધ્યવસાયને DEEDED]D]D]D]B' blog/G/GUCUQDg/DGE Page #62 -------------------------------------------------------------------------- ________________ પાપની પ્રત્યાપત્તિ-પ્રતિકાનિ કહેવાય છે, જે પાપના પ્રતિક્રમણ સ્વરૂપ છે. પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે જ્યારે આ પાપસૂદનતપનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે એનો ખ્યાલ રાખવો જોઈએ કે એ પાપ જીવનમાં ફરીથી ન થાય. શાસ્ત્રીય પરિભાષામાં એને પાપાકરણનિયમ કહેવાય છે. પાપનું પ્રાયશ્ચિત્ત, ફરીથી પાપ નહિ કરવાની શરતે હોવું જોઈએ. અન્યથા પાપની વિધિ શક્ય નહિ બને. ગૃહસ્થજીવનમાં સર્વથા પાપની પ્રવૃત્તિ ટાળવાનું શકય બનતું ન હોવા છતાં શરૂઆતમાં જે પરિણામે પાપ કર્યું હતું, તેની અપેક્ષાએ દિવસે દિવસે તે જ પાપની પ્રવૃત્તિ વખતે એવા પરિણામ નથી હોતા. અનુક્રમે તે પરિણામો મંદ, અંતર અને મંદતમ થતા હોય છે. પ્રવૃત્તિ પણ ન ટળે અને પરિણામ પણ ન ટળે તો આ પાપસૂદન તપ, પાપનો નાશ નહિ કરે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રત્યાપત્તિથી વિશુદ્ધ જ પાપસૂદન તપ કરવો જોઈએ. પ્રત્યપત્તિવિશોધિત આ પદના પરમાર્થને સમજાવતાં ગ્રન્થકારશ્રીએ જણાવેલી વાતને દરેક યોગના અર્થીએ નિરન્તર યાદ રાખવી જોઈએ.તત્તપરાથસ્થાનાત્મહતા સંવેગેન પ્રતિનિઃ પ્રત્યાત્તિ: પાપની પ્રત્યાપત્તિનું વિવેચન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે તે તે અપરાધસ્થાનથી; મહાન-ઉત્કટ એવા સંવેગપૂર્વક પાછા ફરવું તેને પ્રત્યાપત્તિ કહેવાય છે. એનો આશય એ છે કે આપણે જે કોઈ અપરાધ કર્યો હોય તેની આલોચના સ્વરૂપે જ્યારે તપ વગેરે કરવાનો સ્વીકાર કરીએ ત્યારે તેને પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બનાવવું જોઈએ. અન્યથા તે તપથી પાપની વિશુદ્ધિ થતી નથી. પાપનું પ્રક્ષાલન કરનાર પાપસૂદન તપ, જે પ્રત્યાપતિથી વિશુદ્ધ બને છે, તે પ્રત્યાપત્તિ ઉક્ટ D]D] D] D]D] D] D]D DDDDDDDDD Page #63 -------------------------------------------------------------------------- ________________ એવા સંવેગપૂર્વક કરવાની છે. મોક્ષની અભિલાષાને સંવેગ કહેવાય છે. એ ઉત્કટ અભિલાષાના કારણે પાપથી પાછા ફરવાનું છે. પાપથી મોક્ષ અટકે છે અને પાપથી દુઃખ આવે છે –આ બંન્ને વાત સાચી છે, પરન્તુ મોટા ભાગે દુ:ખથી બચવા માટે પાપ નહિ કરવાની વૃત્તિ હોય છે. ‘પાપ કરીશ તો મોક્ષ નહિ મળે’ –આવો ભાવ કોઇ વાર આવી જાય તોપણ તે સ્થિર બનતો નથી. એની અપેક્ષાએ ‘પાપ કરીશ તો દુ:ખી થઇશ' આવો પરિણામ ખૂબ જ મજબૂત બનતો જાય છે. ‘દુ:ખથી દૂર થઇએ કે ના થઇએ પરન્તુ મોક્ષથી દૂર ના થઇએ’આવો પરિણામ કેળવી લેવો જોઇએ. અન્યથા માત્ર દુ:ખથી બચવાના ઇરાદે પાપની પ્રવૃત્તિ ટાળવાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. યોગની પૂર્વસેવામાં જણાવેલી આ વાત નિરન્તર યાદ રાખવી જોઇએ. દુ:ખની ચિન્તા જેટલી છે એટલી ચિન્તા મોક્ષના અવરોધની છે કે નહીં તે પ્રામાણિક રીતે વિચારવું જોઇએ. ૧૨-૨૧॥ આ રીતે યોગની પૂર્વસેવામાં ત્રણ પ્રકારનું વર્ણન કરીને ચોથા પ્રકાર ‘મુત્સદ્વેષ’નું વર્ણન કરાય છે - मोक्षः कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः । तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ॥ १२-२२ ॥ “સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ છે, જે (પાંચ ઇન્દ્રિયના વિષયના પરિભોગ સ્વરૂપ) ભોગની આફ્તિરૂપ સફ્લેશથી રહિત છે. આવા મોક્ષને વિશે, અત્યન્ત અજ્ઞાનના કારણે તેને અનિષ્ટ માનવાથી દ્વેષ થાય છે.’’-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે યોગની પૂર્વસેવાને ઇચ્છનારે મુક્તિ પ્રત્યે દ્વેષ duduD DODO D ૬૦ BED 67DDD Page #64 -------------------------------------------------------------------------- ________________ નહિ કરવો જોઇએ; એ જણાવતાં પૂર્વે આ શ્લોકમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યું છે. અને ત્યાર બાદ તેની પ્રત્યે દ્વેષ થવાનું જે કારણ છે તે જણાવ્યું છે. સલ કર્મનો ક્ષય થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગની આસક્તિ સ્વરૂપ સફ્લેશથી સર્વથા રહિત મોક્ષ છે, સામાન્ય રીતે રાગ –દ્વેષના પરિણામને સંફ્લેશ કહેવાય છે. એમાં પણ રાગની પરિણતિ સ્વરૂપ સફ્લેશની મુખ્યતા છે. કારણ કે એ પરિણતિ; દુ:ખ પ્રત્યેના દ્વેષની પરિણતિનું મુખ્ય કારણ છે. ભોગની આસિત, એ બધાં જ દુ:ખનું કારણ હોવાથી તેને સર્વ સફ્લેશરૂપે અહીં વર્ણવી છે. જીવના સંસારનું એ એકમાત્ર કારણ છે. મોક્ષમાં આ સફ્લેશનો લેશ પણ નથી. અનન્તજ્ઞાનીઓએ વર્ણવેલા આ મોક્ષસ્વરૂપની શ્રદ્ધાને પ્રામ કરવાનું પણ ઘણું જ અઘરું છે. ભોગના સંક્લેશની પીડાનો અનુભવ થાય તો ચોક્કસ જ મોક્ષનું સ્વરૂપ હૈયે વસી જાય એવું છે. દુ:ખની પીડાનો અનુભવ; ભોગની આસક્તિના દુ:ખને અનુભવવા દે -એ વાતમાં કોઇ જ તથ્ય નથી. ન મોક્ષની એકાન્તે પરમસુખમય સ્વરૂપ અવસ્થા હોવા છતાં એમાં દ્વેષ દૃઢ અજ્ઞાનના કારણે થાય છે. બાધ્ય ન બની શકે એવા મિથ્યાજ્ઞાનને દૃઢ અજ્ઞાન કહેવાય છે.અનન્તજ્ઞાનીઓ યુક્તિ પ્રયુક્તિઓથી મોક્ષની અનન્તસુખમયતા અને સંસારની અનન્તદુ:ખમયતા ગમે તેટલી વાર સમજાવે તોપણ જે મિથ્યા(વિપરીત) જ્ઞાનને દૂર કરી ન શકાય, એ મિથ્યાજ્ઞાન દૃઢ અજ્ઞાન છે. એ ६ અજ્ઞાનને લઇને મોક્ષમાં અનિષ્ટરૂપે જ્ઞાન થાય છે. મોક્ષ વાસ્તવિક રીતે અનિષ્ટ તો નથી જ પરન્તુ અનિષ્ટનો અનુબન્ધી પણ નથી. સંસારનાં સુખો ઇષ્ટ હોય તોપણ અનિષ્ટના અનુબન્ધી છે. એવું DEN ab dug ૬૧ AppD DEED 767699794670 Page #65 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ પરમેષ્ટ છે અને અનિષ્ટનો અનનુબન્ધી છે(અનુબન્ધી નથી). આમ છતાં મોક્ષને દૃઢ અજ્ઞાનના કારણે અનિષ્ટ માનવાનું બને છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. મોક્ષ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં નથી હોતો. મુક્તિ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં બાધક છે. - પુણ્યથી મળતાં સુખો જે રીતે ઇષ્ટ લાગે છે તે રીતે મોક્ષ ઈટ લાગે છે કે નહિ-આ પ્રશ્નનો જવાબ મેળવવાનું ખૂબ જ કપરું છે. મોક્ષ અનિષ્ટ જણાય તો તેની પ્રત્યે દ્વેષ થશે જ. પુણ્યથી મળતાં સુખોનો ત્યાગ વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. પુણ્યથી મળનારા સુખના રાગે, મોક્ષને સુખનો બાધક જણાયાથી મોક્ષ અનિટ લાગે -તે સમજી શકાય છે. પરમેષ્ટ અનિષ્ટ સ્વરૂપે સ્વીકારાય તો મોક્ષની સાધનાનો પ્રારંભ પણ કઈ રીતે થાય ? વર્તમાનમાં આપણી આરાધનામાં ક્યાંય મોક્ષના દ્વેષની છાયા તો પડી નથી ને એ વિચારવાની જરૂર છે. કારણ કે વાતવાતમાં અટકી પડતી અને અસ્તવ્યસ્ત થતી મોક્ષની સાધનાનું બીજું કોઈ કારણ દેખાતું નથી. મોક્ષનો દ્વેષ દૂર કરવા મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું વારંવાર પરિશીલન કરવું પડશે. અને પુણ્યથી મળતા સુખની અસારતાદિનું પરિભાવન કરવું પડશે. વિષયોની ભયંકરતાનું દૃઢજ્ઞાન જ; મોક્ષના દ્વેષના કારણભૂત દૃઢ અજ્ઞાનને દૂર કરે છે. ૧૨-૨૨ા અનન્તસુખની ખાણ તુલ્ય મોક્ષમાં અનિષ્ટની પ્રતિપત્તિ કોને થાય છે અને ક્યા કારણે થાય છે - તે જણાવવા પૂર્વક પરમ રમણીય એવા મોક્ષ પ્રત્યે કોઈને દ્વેષનો સંભવ જ નથી' – આવી શંકાનું નિરાકરણ કરાય છે – શિDિDDDDDDD; HD]D]D]D]D] DRD Page #66 -------------------------------------------------------------------------- ________________ भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया । श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ॥१२- २३॥ ‘‘મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ; ભવશર્મા-વિષયસુખની ઉત્કટ ઈચ્છાને લઈને ભવાભિનન્દી જીવોને થાય છે. મોક્ષના વિષયમાં તે તે જીવોને થયેલી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનારાં એ અહિતકર વચનો લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે.’ - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષ પ્રત્યે અનિષ્ટ - પ્રતિપત્તિ(અરુચિ) થવાનું કારણ વિષય- સુખની ઉત્કટ ઇચ્છા છે. મોક્ષમાં સર્વથા ઈચ્છાનો અભાવ છે. તેથી વિષયસુખની ઉત્કટ ઇચ્છાના કારણે તે તે જીવોને મોક્ષ અનિષ્ટ લાગે છે. એ જીવોને શાસ્ત્રમાં ભવાભિનન્દી તરીકે વર્ણવ્યા છે. ભવાભિનન્દી જીવોને; વિષયસુખની ઉત્કટ ઇચ્છા અને મોક્ષ પ્રત્યે અનિષ્ટની પ્રતિપત્તિ: બંન્ને તેમના ભવાભિનન્દિપણાના કારણે છે. કૃપણ; માંગવાના સ્વભાવવાળો, દીન, બીજાના કલ્યાણમાં દુ:ખી, માયાવી અને મૂર્ખ જીવો ભવાભિનન્દી છે. તેઓ સદાને માટે નિષ્ફળ એવી ક્રિયાને કરતા હોય છે.‘દૂધ, દહીં, મુખવાસ, પુષ્પ અને સ્ત્રી વગેરેના અસ્તિત્વના કારણે; અસાર એવો પણ આ સંસાર સારભૂત જણાય છે...' ઇત્યાદિ વચનો દ્વારા સંસારમાં આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ થાય-એ સમજી શકાય છે. આવું એકાન્તે પરમકલ્યાણમય સ્વરૂપ હોય તો મોક્ષમાં ‘અનિષ્ટત્વનું’ જ્ઞાન થાય જ કેવી રીતે? -આવી શક઼ાનો પ્રત્યુત્તર તો ઉપર જણાવ્યો છે. આ શ્લોકના ઉત્તરાર્ધથી (ત્રીજા-ચોથા પાદથી) EDULE ED gu/uZ6UGUQUQU ૬૩ EMBEDDED ddddd76977ddddd Page #67 -------------------------------------------------------------------------- ________________ એ શંકા અસ્થાને છે. તે જણાવવા માટે લોક અને તેમના શાસ્ત્રનાં વચનોનો આધાર છે, તે સામાન્યથી જણાવાયું છે. મોક્ષની અનિષ્ટતાને જણાવનારાં લોકવચનો અને શાસ્ત્રો(કુશાસ્ત્રો)નાં વચનો સંભળાતાં હોવાથી મોક્ષની અનિષ્ટતા સ્પષ્ટપણે થતી જોવા મળે છે. તેથી મોક્ષમાં અનિષ્ટતાની પ્રતિપત્તિનો સંભવ જ નથી એ કહેવાનું સર્વથા અનુચિત છે. ૧ર-૨ મોક્ષના વિષયમાં થતી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનાર લોક્વાશયને જણાવાય છે - मदिराक्षी न यत्राऽस्ति तारुण्यमदविह्वला। जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ॥१२-२४॥ . જ્યાં, યુવાવસ્થાના મદથી વિહવળ બનેલી અને મદિરાના ઘેનથી ઘેરાયેલાં નેત્રોવાળી સ્ત્રીઓ નથી તેને મૂર્ખ માણસ મોક્ષ કહે છે. પરંતુ અમારી માન્યતા એ છે કે તે પ્રિયા જ મોક્ષ છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અત્યન્ત વિષયની આસકિત જીવને કેવી વિષમ સ્થિતિમાં મૂકે છેતેનો ખ્યાલ ઉપરના શ્લોકથી સારી રીતે આવે છે. અનાદિકાળના વિષયના આ સંસ્કારો મોક્ષને પામવા તો દેતા જ નથી પણ માનવા પણ દેતા નથી. આવા ભવાભિનન્દી જીવો આ પ્રમાણે બોલીને કંઈ કેટલાય આત્માઓને મોક્ષ અને મોક્ષની શ્રદ્ધાથી દૂર રાખે છે, જે પરિણામે મોક્ષ પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે. I૧૨-૨૪ આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ પ્રત્યેના દ્વેષને જણાવનારા લોકપ્રલાપને જણાવીને તે વિષયના શાસ્ત્રવચનને જણાવાય છે - DિEDD]D]D]D]D]D' D]D]D]D]D]D]]D Page #68 -------------------------------------------------------------------------- ________________ वरं वृन्दावने रम्ये क्रोष्ठत्वमभिवाञ्छितम् । न त्वेवाविषयो मोक्षः कदाचिदपि गौतम ! ॥१२-२५॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. ગાલવ નામના ઋષિ પોતાના શિષ્ય ગૌતમને જણાવે છે કે; “ગૌતમ ! યમુના નદીના કિનારે રમણીય મથુરાના ઉપવન(બગીચો) વિશેષ સ્વરૂપ વૃન્દાવનમાં પોતાની ઈચ્છા મુજબ જીવી શકાય એવું શિયાળનું જીવન સારું; પરન્તુ સર્વથા કોઈ પણ જાતની પ્રવૃત્તિના અભાવવાળો વિષયશૂન્ય મોક્ષ કોઈ પણ અવસ્થામાં સારો નહિ.' મોક્ષ કરતાં તિર્યચપણું સારું, આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવનાર એ શાસ્ત્રવાક્ય, મોક્ષ પ્રત્યેના ભારોભાર દ્વેષને વ્યક્ત કરે છે. સ્વચ્છન્દીપણું અને વિષયનો ઉપભોગ - એ બન્નેની તીવ્ર આસક્તિ પશુ-જીવનને પણ સારું મનાવનારી છે. ગમે તેવી અવસ્થામાં પણ મોક્ષની અવસ્થા સારી નહિ અને ઈચ્છા મુજબ જીવવા મળે તો શિયાળપણું સારું - એ પ્રમાણે જણાવીને મોક્ષ પ્રત્યે ચિક્કાર દ્વેષ ઠાલવ્યો છે. આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાથી સમજાશે કે સ્વચ્છન્દીપણાનો પ્રેમ કેટલો ભયંકર છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો માણસ ગમે તેવાં દુઃખો વેઠવા તૈયાર થાય છે. પરંતુ મોક્ષ માનવા પણ તૈયાર થતો નથી. ગૃહસ્થજીવનમાં અને સાધુજીવનમાં લગભગ આવી મનોદશા જોવા મળે છે. ઈચ્છા માટે દુઃખ વેઠાય પણ આજ્ઞા માટે ન વેઠાય - આવી વૃત્તિ લગભગ ધર્મીવર્ગમાં પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે. ગૃહસ્થવર્ગમાં માતા-પિતાદિથી જુદા રહેનારાને; તક્લીફ ઘણી હોવા છતાં, પોતાની ઇચ્છા મુજબ રહેવા મળે છે, કોઈની પણ ટકટક નહીં, આપણે આપણી રીતે જીવી શકીએ..વગેરે Page #69 -------------------------------------------------------------------------- ________________ વિચારોથી ઇચ્છા મુજબ વર્ઝન થવાથી આનન્દ થતો હોય છે. આવી જ સ્થિતિ લગભગ ધર્મ કરનારાની છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો મોક્ષ યાદ પણ આવે નહિ ! ઇચ્છાઓનો નિરોધ કરી મોક્ષ મેળવવા આરંભેલી સાધનામાં આથી વધારે ખરાબ સ્થિતિ કઇ હોય ? યોગના અર્થીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક એ સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. એ અંગેની ઉપેક્ષા; મોક્ષ પ્રત્યેના દ્વેષને લઇ આવે એ પૂર્વે જ તેને દૂર કરી લેવાની આવશ્યકતા છે. યોગની પરાકાષ્ઠાએ પહોંચાડનારી સાધનામાં યોગની પૂર્વસેવામાં પણ ન રહેવા દે એવો મુક્તિદ્વેષ છે. મોક્ષની સમગ્ર ગુણમયતા અને સંસારની નિર્ગુણતાનું નિરન્તર પરિભાવન કરીને પૂર્ણ પ્રયત્ને મુક્તિ પ્રત્યેના દ્વેષને દૂર કરવો જોઇએ. ॥૧૨-૨૫૫ મુક્તિ પ્રત્યેના દ્વેષનું ફળ જણાવવા પૂર્વક મુક્તિ પ્રત્યેના અદ્વેષનો ઉપાય જણાવાય છે - द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ॥१२-२६॥ . ‘‘મુક્તિ પ્રત્યેનો દ્વેષ અત્યન્ત અનર્થ માટે થાય છે. પ્રાણીઓને તેનો અભાવ ભવના અનુત્કટ રાગથી સ્વાભાવિક રીતે થયેલી કર્મમલની અલ્પતાથી થાય છે.'' આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ મુક્તિના વિષયમાં થતો આ દ્વેષ અત્યન્ત અનર્થનું કારણ બને છે. અત્યન્ત અનર્થનું સ્વરૂપ સમજાવતાં ગ્રન્થકારશ્રીએ ફરમાવ્યું છે કે બહુલ સંસારની વૃદ્ધિ સ્વરૂપ અત્યન્ત અનર્થ છે. સંસાર સ્વયં અનર્થસ્વરૂપ છે. પુણ્યયોગે સારો દેખાતો પણ સંસાર પરમાર્થથી અનર્થસ્વરૂપ છે. મુક્તિ પ્રત્યે દ્વેષ appDEEDD' udDUuUuUDU ૬૬ 'DEEEE duddu/6ZGUDO Page #70 -------------------------------------------------------------------------- ________________ કરવાથી ઘણો સંસાર વધે છે. સામાન્ય રીતે પાપ કરવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. એ માન્યતા આપણા મનમાં વસેલી છે, પરંતુ પાપ કરવાથી સંસાર વધે છે- એવો વિચાર બહુ જ ઓછો આવતો હોય છે. પ્રસિદ્ધ સઘળા ય અનર્થોનું મૂળ આ સંસાર છે. તેમાં પરિભ્રમણ કરવું પડે છે. એ જ મોટામાં મોટો અનર્થ છે. ઘણા કાળ સુધી સંસારમાં ભટકવું પડે છે, એનું મુખ્ય કારણ મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે. મોક્ષના વિષયમાં થનારા શ્રેષની મહાનર્થકારિતાને જણાવીને તદ્માવતુહિનામ્...ઇત્યાદિ પદોથી મોક્ષના વિષયમાં દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય જણાવ્યો છે. ભવ-સંસાર પ્રત્યેની ઉત્કટ ઈચ્છાના અભાવથી સહજપણે જે કર્મમલની અલ્પતા થાય છે, તેથી પ્રાણીઓને મુક્તિના વિષયમાં દ્વેષ થતો નથી. મોક્ષ પ્રત્યે રાગને ઉત્પન્ન કરી શકે એવા જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે રાગનો અભાવ હોવા છતાં અત્યન્તગાઢ એવા મિથ્યાત્વનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી. પ્રગાઢ મિથ્યાત્વસ્વરૂપ દોષના કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. એ દોષ, કર્મમલની સહજ અલ્પતાના કારણે ન હોવાથી મુત્સદ્વેષ (મોક્ષના દ્વેષનો અભાવ) થાય છે. એ સમજી શકાય છે. ૧૨-૨૬. ઉપરના શ્લોમાં મુત્યષના કારણ તરીકે સહજ અલ્પમલતાને જણાવી છે. ત્યાં મલ કોને કહેવાય છે - એ શક્કાનું સમાધાન જણાવાય છે - मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता। अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याविशेषतः ॥१२-२७॥ “આત્માની કર્મબન્ધ માટેની યોગ-કષાય નામની જે યોગ્યતા gDDDDDDDDD Page #71 -------------------------------------------------------------------------- ________________ છે, તેને મલ કહેવાય છે. આવી યોગ્યતા માનવામાં આવે નહિ તો બધાનું છત્વ (આત્માનું સ્વરૂપ) એકસરખું હોવાથી અથજીવત્વમાં કોઈ વિશેષતા ન હોવાથી શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબન્ધનો પ્રસજ્ઞ આવશે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનાદિકાળથી સમયે સમયે આત્મા કર્મબન્ધ કરે છે. સામાન્ય રીતે દરેક સંસારી આત્માને કર્મબન્ધ થતો હોવા છતાં તે કર્મબન્ધ દરેક જીવને એકસરખો હોતો નથી. દરેક જીવને પોતપોતાની યોગ્યતા(ભૂમિકા) મુજબ કર્મબન્ધ થાય છે. અને યોગ્યતા ક્ષીણ થવાથી શ્રી સિદ્ધપરમાત્માને કર્મબન્ધ થતો નથી. કર્મબન્ધના સામાન્ય રીતે મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગ કારણ છે. એમાંથી મિથ્યાત્વ અને અવિરતિને રાગ-દ્વેષસ્વરૂપ ક્લાયમાં સમાવી લેવાથી કર્મબન્ધના મુખ્ય કારણ કષાય અને યોગ છે. જ્યાં સુધી કષાયોનો ઉદય છે ત્યાં સુધી આત્મા ક્લાયને લઈને કર્મબન્ધનું ભાન બને છે. અને જ્યાં સુધી આત્માના મન-વચન-કાયાના યોગો ચાલુ છે-ત્યાં સુધી આત્માને યોગના કારણે કર્મબન્ધ થાય છે. આથી સમજી શકાશે કે આત્માની કષાયસ્વરૂપ અને યોગસ્વરૂપ અવસ્થા આત્માને કર્મબન્ધનું કારણ બનતી હોય છે. આત્મા, કષાય અને યોગથી રહિત બને તો તેમાં કર્મબન્ધની યોગ્યતા રહેતી નથી. આત્માને કર્મબન્ધની યોગ્યતા કષાય કે યોગને લઈને છે, તેથી તે સ્વરૂપે આત્મા કર્મબન્ધ માટે યોગ્ય છે. અને તેની તે યોગ્યતા કષાય અને યોગ સ્વરૂપ છે. યોગ અને ક્લાય નામની આ કર્મબન્ધની યોગ્યતાને મલ કહેવાય છે. તેની બહુલતાએ દોષોનો ઉત્કર્ષ (વૃદ્ધિ) થાય છે. અને તે મલની અલ્પતાએ દોષોનો અપકર્ષ (હાનિ) થાય છે. કર્મબન્ધની HD]DD]D]D]D]DED D| D|D S |DF\ D]D]> G/DCD/C/BUNTUBME3૮HSSQSQSQSQSQSS Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતાની અલ્પતા કે બહુલતાને ન માનીએ તો દોષોનો અપકર્ષ કે ઉત્કર્ષ શકય નહીં બને. કારણ કે બધાનું આત્મતત્ત્વ સમાન હોવાથી બધા આત્માઓને એકસરખો જ કર્મબન્ધ થશે, સિદ્ધાત્માઓને પણ કર્મબન્ધનો પ્રસંગ આવશે. I૧૨-૨થી ઉપર જણાવ્યા મુજબ કર્મબન્ધની યોગક્ષાયસ્વરૂપ યોગ્યતાને ન માનીએ તે શ્રી સિધપરમાત્માને પણ કર્મબન્ધનો અનિષ્ટ પ્રસંગ આવે છે. તેને દૂર કરવા ઉપાય જણાવનારની શંકા જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે - प्रागबन्धान बन्धश्चेत् किं तत्रैव नियामकम् । યોગ્યતાં તુ પોનેયાં વાથતે ટૂષ ન તત્ ર-રા પૂર્વે બન્ધ ન હોવાથી મુક્તાત્માઓને કર્મબન્ધ થતો નથી. મુતાત્માઓને પૂર્વે કર્મબન્ધ થયો ન હતો તેમાં કોણ નિયામક (કારણ) છે “સિદ્ધાત્માઓમાં કર્મબન્ધની યોગ્યતા નથી-' આ પ્રમાણે કહેવામાં પણ કોણ નિયામક છે ? આ પ્રમાણે કહેવાનો જે દૂષણનો પ્રસંગ આવે છે, તે યોગ્યતાનું બાધક નથી. કારણ કે યોગ્યતાનું અનુમાન તેના ફળથી થાય છે.” આ પ્રમાણે અઠાવીશમાં શ્લોકનો શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ એ છે કે જીવની દરેકની યોગક્ષાયસ્વરૂપ કર્મબન્ધની યોગ્યતા જુદી જુદી હોવાથી જ દરેક જીવને કર્મબન્ધ જુદો જુદો થાય છે. આ રીતે યોગ્યતાને માનીએ નહિ તો બધાનું જીવતત્ત્વ એકસ્વરૂપ હોવાથી જીવત્વને લઈને જ શ્રી સિદ્ધપરમાત્માઓને પણ કર્મબન્ધનો પ્રસંગ આવશે. એ પ્રસંગને દૂર કરતા આ બન્ના DિDDDDDDD SEED]D]D]DD]]D Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં શંકાકાર એમ જણાવે છે કે શ્રી સિધપરમાત્માઓ સર્વથા કર્મબન્ધ ટાળીને શ્રી સિદ્ધપદને પામ્યા છે. તેથી શ્રી સિધપદની પ્રામિ પૂર્વે તેમને કર્મબન્ધનો અભાવ હોવાથી જીવત્વમાં કોઈ વિશેષ ન હોવા છતાં તેઓશ્રીને કર્મબન્ધનો પ્રસંગ આવતો નથી. સંસારી જીવોને તો કર્મબન્ધનો અભાવ ન હોવાથી કર્મબન્ધ થાય છે જ. તેથી ઉપર જણાવ્યા મુજબ યોગ્યતા માનવાની જરૂર નથી. પરન્તુ શંકા કરનારાની એ વાત બરાબર નથી. કારણ કે મુક્તાત્માઓને પૂર્વે કર્મબન્ધનો અભાવ છે, એમાં કર્યું કારણ છે ? તેઓશ્રીની કર્મબન્ધની યોગ્યતાનો ક્ષય થયો છે તેથી જ તો તેઓશ્રીને કર્મબન્ધ થતો નથી. માટે કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને માન્યા વિના છૂટકો નથી. “આ યોગ્યતામાં પણ કોણ કારણ છે? શ્રી સિદ્ધપરમાત્માઓની કર્મબન્ધની યોગ્યતાનો ક્ષય થયો છે – એમાં શું પ્રમાણ છે ?” આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે શ્રી સિદ્ધપરમાત્માઓને કર્મબન્ધનો અભાવ હોવાથી એના અનુરોધથી જ ત્યાં યોગ્યતાના અભાવનું અનુમાન થાય છે. શ્રી સિદ્ધપરમાત્માઓના કર્મબન્ધના અભાવ સ્વરૂપ ફળના કારણે કર્મબન્ધની યોગ્યતાના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ છે તેને પ્રતિયોગી કહેવાય છે. યોગ્યતાના અભાવનો પ્રતિયોગી યોગ્યતા છે.) સ્વરૂપે યોગ્યતાનું અનુમાન કરી શકાય છે. અર્થાત્ શ્રી સિદ્ધપરમાત્માઓને કર્મબન્ધની યોગ્યતા કેમ નથી ?-આ પ્રશ્નના ઉત્તરમાં, તેઓશ્રીને કર્મબન્ધનો (યોગ્યતાના ફળનો) અભાવ છે. એ પ્રમાણે જણાવી શકાય છે. તેથી મુતાત્માઓને પૂર્વે બન્ધ નથી એમાં [D]D]]D]D]D]D]DY S |D]D]D]]D]D]D]D Page #74 -------------------------------------------------------------------------- ________________ શું પ્રમાણ છે-આ પ્રમાણે જણાવીને જે દોષ જણાવ્યો હતો તે દોષ યોગ્યતાના વિષયમાં નથી. આ પ્રમાણે કર્મબન્ધની પ્રત્યે યોગ્યતા માનવાનું યુક્ત જ છે. બન્ધ, બધ્યમાન(કર્મ વગેરે)ની યોગ્યતા સાપેક્ષ છે. વસ્ત્ર વગેરે પણ મંજિષ્ઠાદિના રાગથી (રંગથી) ત્યારે જ રંગાય છે; (બંધાય છે;) કે જ્યારે તેમાં તેવી જાતની યોગ્યતા હોય છે. વસ્ત્રાદિની યોગ્યતાવિશેષને લઇને તેના રંગાદિ ફળમાં પણ વિશેષતા અનુભવાય છે. વસ્ત્રાદિની તેવા પ્રકારની રંગાદિને ધારણ કરવાની યોગ્યતા અન્તરગ (સ્કૂલ દૃષ્ટિએ ન જણાય) હોવાથી તેના પરિપાક માટે બાહ્ય કારણોની અપેક્ષા રહેતી હોય છે. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાદિ આચાર્યભગવન્તો ફરમાવે છે. ।૧૨-૨૮॥ કર્મબન્ધ માટેની યોગ્યતાને પ્રકારાન્તરથી અન્યદર્શનીઓએ પણ સ્વીકારી છે - એ જણાવાય છે. અર્થાત્ તે તે દર્શનકારોની પણ તેવા પ્રકારની યોગ્યતાને માનવામાં સમ્મતિ જણાવાય છે – दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना । भङ्ग्येषैवाश्रिता साङ्ख्यशैववेदान्तिसौगतैः ॥१२- २९॥ “આ સંસારમાં બદ્ધાવસ્થાના કારણ તરીકે સાખ્યોએ દિક્ષાને માની છે. શૈવોએ ભવબીજ માન્યું છે. વેદાન્તીઓએ અવિદ્યાને માની છે. અને બૌદ્ધોએ અનાદિવાસનાને માની છે. પ્રકારાન્તરે આ રીતે કર્મબંધની યોગ્યતાને જ તે બધાએ માની છે.’’ આ પ્રમાણે ‘વિવૃક્ષા...’ આ શ્લોકનો અર્થ છે. pne GODODGI ૭૧ D5000000 D Page #75 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત આ સંસારથી મુક્ત બનવાના ઉપાયો દર્શાવતાં પૂર્વે દરેક દર્શનકારોએ સામાન્યથી સંસારમાં આત્માના અસ્તિત્વનાં કારણો પણ જણાવ્યાં છે.પરમતારક શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા શ્રી જૈનશાસનમાં આ સંસારમાં આપણા આત્માના અસ્તિત્વનું એકમાત્ર કારણ આપણા આત્માની કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતા છે. સાંખ્યદર્શનકારોએ દિક્ષાને તે કારણ તરીકે વર્ણવી છે. તેમની માન્યતા મુજબ પુરુષ (આત્મા) શુદ્ધ, બુધ, નિરંજન અને નિરાકાર છે. તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન આવતું નથી. નિત્ય વિકૃતિને ધારણ કરનારી પ્રકૃતિના અનાદિના સંયોગથી પુરુષને પ્રકૃતિના વિકારોને જોવાની જે ઈચ્છા છે તેને દિક્ષા કહેવાય છે. તેને લઈને જીવને (પુરુષને) આ સંસારમાં રહેવું પડે છે. શૈવોએ આત્માના સંસારમાં અસ્તિત્વના કારણ તરીકે ભવબીજને વર્ણવ્યું છે. તેના નામથી જ તેના સ્વરૂપનો સ્પષ્ટપણે ખ્યાલ મળી રહે છે. આ કારણ(ભવતારણ)નું વર્ણન કરતાં વેદાન્તદર્શનકારોએ અવિદ્યા-અજ્ઞાન (મિથ્યાજ્ઞાન)ને વર્ણવ્યું છે, જે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. બૌદ્ધોએ આ સ્થાને અનાદિવાસનાને જણાવી છે, જે રાગાદિના અનાદિકાળના સંસ્કાર સ્વરૂપ છે. એ સંસ્કારોને લઈને આત્માનું આ સંસારમાં પરિભ્રમણ છે. આ બધા દાર્શનિકોની માન્યતાઓનું ચોક્કસ જ્ઞાન મેળવવા માટે તે તે દર્શનના ગ્રન્થોનું વ્યવસ્થિત અધ્યયન કરવું જોઈએ. અહીં એ બધું સમજાવવાનું શક્ય નથી. મોક્ષના અર્થી બન્યા પછી, જગતને IND|D]BEDIENDS|DDGET|EDDED Page #76 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનો માર્ગ બતાવનારા પણ પોતે અજ્ઞાનમાં કેવી રીતે અટવાતા હોય છે તેનો સાચો પરિચય, તેમના તે તે ગ્રન્થોના પરિશીલનથી પ્રામ થાય છે. જગતના અજ્ઞાનને દૂર કરવા માટે રાત-દિવસ કાર્યરત બનનારા પણ પોતાના અજ્ઞાનને દૂર કરી ના શક્યા. ભારે વિષમતા છે આ મિથ્યાત્વની ! આપણ સદ્ભાગ્યની કોઈ અવધિ નથી. નૈસર્ગિક રીતે જ આપણને શુદ્ધ માર્ગપ્રરૂપ અને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થઇ. એની એકાન્તે કલ્યાણકારિતાને સમજીને કર્મબન્ધની યોગ્યતાને દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. ૧૨-૨૯ ઉપર જણાવ્યા મુજબ દરેક આત્માની યોગકષાયસ્વરૂપ કર્મની (કર્મબન્ધની) યોગ્યતા જુદી જુદી છે-એ સિદ્ધ થાય છે, તેથી યોગ્યતાનો ક્રમે કરી હ્રાસ થયે છતે આત્માનું કલ્યાણ થાય છે-તે જણાવાય છે - - प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ॥१२- ३०॥ “પ્રત્યેક પુદ્ગલપરાવર્તને આશ્રયીને આ કર્મબન્ધની યોગ્યતાનો વ્યય-નાશ પણ થાય છે. આવી જાતની યોગ્યતાની અલ્પતા થયે છતે મુક્તિ પ્રત્યે અદ્વેષ થાય છે. આ મુત્યુદ્વેષથી પણ કલ્યાણની પરંપરા સર્જાય છે, તો મુત્યનુરાગથી શું પૂછવું ?'' -આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવને, કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાના કારણે સમયે સમયે કર્મબન્ધ ચાલુ છે. UuUD ૭૩ panDEE DOCU DDDDDD Page #77 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે આજ સુધી અનન્તાનન્ત પુદ્ગલપરાવર્તો વ્યતીત થયા છે. અનન્તી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓના કાળને એક પુદ્ગલપરાવર્ત્ત કાળ કહેવાય છે. દરેક પુદ્ગલપરાવર્તે એ યોગ્યતાનો ક્રમિક હ્રાસ-વ્યય થાય છે. અન્યથા કષાયાદિ દોષોનો ક્રમિક હ્રાસ ન થાય તો ભવ્યાત્મા મોક્ષે જઇ શકશે નહિ. યોગ્યતાની અલ્પતાથી મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ ઉપપન્ન બને છે. આ વાત યોગબિંદુ ગ્રંથના એકસો સિત્તેરમા શ્લોકમાં પણ જણાવી છે. આ રીતે આ કર્મબન્ધની યોગ્યતા હોતે છતે દોષોના ક્રમિક હ્રાસની સુનીતિથી દરેક આવર્તે મલની અલ્પતા પ્રાપ્ત થયે ચોક્કસપણે ભાવશુદ્ધિ પણ થાય છે. અન્યથા મલના અપગમનો જ અભાવ થશે. આ પ્રમાણે યોગ્યતાની અલ્પતાએ થયેલા મુત્યુદ્વેષથી કુશલ અનુબન્ધની પરંપરા થાય છે, તો પછી મુક્તિના અનુરાગથી કુશલ અનુબન્ધની ઉપપત્તિ થાયએમાં કહેવાનું જ શું હોય ? અર્થાર્ મુક્તિના અનુરાગથી કુશલનો અનુબન્ધ થાય - એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૨-૩૦ના ઉપર જણાવ્યા મુજબ મુર્ત્યદ્વેષથી અને મુર્ત્યનુરાગથી કલ્યાણની પરંપરાની ઉપપત્તિ થાય છે -એ તો સમજી શકાય છે. પરન્તુ મુત્યુદ્વેષ સ્વરૂપ જ મુફ્તિરાગ છે, તેથી હિં પુનર્મુત્તિરત: આ ગ્રન્થ સંગત કઇ રીતે બને ? આ શંકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે - ]] न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः । तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ॥१२- ३१॥ nu d0b696969 ૭૪ FEE םםם Page #78 -------------------------------------------------------------------------- ________________ “મુકૃત્યષસ્વરૂપ જ મુક્તિરાગ છે. આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે મુક્તિના રાગના વિષયમાં અને મુક્તિના ઉપાયના વિષયમાં મૃદુ,મધ્યમ અને અધિકતાને આશ્રયીને યોગીઓના પ્રકાર નવ રીતે બતાવ્યા છે.” આ પ્રમાણે એક્ઝીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મુક્તિના અષને જ મુકિતનો રાગ માનવાનું યોગ્ય નથી. કારણ કે જઘન્ય (મૂદ) મધ્યમ (મધ્ય) અને ઉત્કૃષ્ટ (અધિક) સ્વરૂપે મુક્તિનો રાગ અને મુક્તિનો ઉપાય- એ બંનેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકાર વર્ણવ્યા છે. મુક્તિનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેના દ્વેષના સામાન્યાભાવ સ્વરૂપ હોવાથી એક જ પ્રકારનો છે. આવા મુક્ષ્યદ્વેષને મુત્યનુરાગસ્વરૂપ માની લેવામાં આવે તો તેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકારનું નિરૂપણ સદ્ગત નહિ બને. તેથી યોગી જનોના નવ પ્રકારના વર્ણનના અનુરોધથી મુત્યષને મુત્યનુરાગસ્વરૂપ માનવાનું ઉચિત નથી. મોક્ષનો અનુરાગ સંવેગ સ્વરૂપ છે. અને સમ્યજ્ઞાનાદિ મોક્ષના ઉપાય છે. તેને આશ્રયીને નીચે જણાવ્યા મુજબ યોગી જનોના નવ પ્રકાર છે. મૃદૂપાય મૃદુસંગ, મધ્યોપાય મૃદુસંવેગ, અથુપાય મૃદુસંગઆ ત્રણ પ્રકાર જઘન્ય મોક્ષરાગને આશ્રયીને છે. મૃદૂપાય મધ્યસંગ, મધ્યોપાય મધ્યસંવેગ, અદ્ભપાય મધ્યસંવેગ - આ ત્રણ પ્રકાર મધ્યમ પ્રકારના મોક્ષરાગને આશ્રયીને છે. અને મૃદૂપાય અધિસંવેગ, મધ્યોપાય અધિસંવેગ, અબુપાય અધિસંવેગ -આ ત્રણ પ્રકાર ઉત્કૃષ્ટ મોક્ષરાગને આશ્રયીને છે. આ રીતે યોગીઓ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મોક્ષરાગ તથા મોક્ષોપાયને આશ્રયીને નવ પ્રકારના છે. એ નવ પ્રકાર, એક જ NEDDDDDEDGED Dudhd/B/ST/ BdBS9dBdBODIES dE SON Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના મુફત્યષને લઈને કોઈ પણ રીતે સગત નહીં બને, તેથી મુક્તિ પ્રત્યેનો અદ્વેષ અને મુતિ પ્રત્યેનો રાગ -એ બંને એક નથીએ સમજી શકાય છે. ૧૨-૩૧ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ-એ મુક્તિ પ્રત્યેના રાગ સ્વરૂપ નથીતેમાં કારણ જણાવાય છે - द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि । रागात् क्षिप्रं क्रमाच्चात: परमानन्दसम्भवः ॥१२-३२॥ “અદ્વેષ ષના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ જ છે (જેથી તેના કારણે યોગીઓના નવ પ્રકાર સત નહિ થાય) તેમ જ મુક્તિના રાગથી શીઘ અને મુત્યદ્વેષથી કમે કરી પરમાનન્દનો સંભવ છે.”- આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ મુત્યષ, દ્વેષ(મુક્તિ પ્રત્યેના દ્વેષ)ના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ છે. તેથી તે એકના કારણે યોગીઓના ભેદ નહીં થાય. યોગીઓના નવ ભેદ (પ્રકાર) યોગાચાર્યોએ જણાવ્યા છે, તે મુક્તિના રાગની અપેક્ષાએ પૂર્વે જણાવ્યા મુજબ સંગત થઈ શકે છે. તેથી મુક્યષસ્વરૂપ મુકિતનો રાગ નથી. એ બંને પરસ્પર ભિન્ન છે. | મુત્યષ અને મુક્તિનો રાગ-એ બેના ફળમાં પણ વિશેષતા છે. તેને લઈને એ બેમાં પણ ભેદ છે-એ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાયું છે. મોક્ષના રાગથી શીઘ્ર એટલે કે બહુ વ્યવધાન (વિલંબ) વિના મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ અપેક્ષાએ મુલ્યદ્વેષથી ક્રમે કરીને Page #80 -------------------------------------------------------------------------- ________________ એટલે કે ઘણાં વ્યવધાન(વધારે ભવના વિલંબ)થી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાનન્દસ્વરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિના વિલંબ અને અવિલંબના કારણે પણ મુફત્યષ અને મુકિતના રાગમાં ભેદ છે. જેના કાર્યમાં વિશેષતા છે તે કારણમાં પણ વિશેષતા છે, એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે મુત્યષ અને મુકિતનો રાગ બંને એક નથી. બંનેમાં ઘણું અત્તર છે. મુત્યદ્વેષના કારણે મોક્ષપ્રામિમાં અનેક ભવોનું વ્યવધાન થાય છે. અને મુક્તિ પ્રત્યે રાગ હોય તો મોક્ષની પ્રાપ્તિમાં તેવું વ્યવધાન થતું નથી. યોગની પૂર્વસેવા બત્રીશીના બત્રીશમા છેલ્લા શ્લોમાં જણાવેલી વાતને ખૂબ જ ગંભીરતાથી વિચારવી જોઈએ. મુક્તિ પ્રત્યેનો અદ્દેષ પણ કાલાન્તરે પરમાનન્દ-મોક્ષનું કારણ બને છે એ જાણ્યા પછી મુમુક્ષુ આત્માએ પળે પળે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ રીતે મોક્ષ પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ. મોક્ષ પ્રત્યે રાગ જન્મે તો ઘણી સારી વાત છે. પરન્તુ જ્યાં સુધી એન બને ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય-એનો સતત ખ્યાલ રાખ્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની આપણી પ્રવૃત્તિ ઉપર એક નજર માંડીને આપણને મોક્ષ પ્રત્યે રાગ છે કે દ્વેષ છે- એ પ્રશ્નનો ઉત્તર, કોઈ પણ જાતની માયા સેવ્યા વિના મેળવી લેવો જોઈએ. એ પ્રશ્નનો વાસ્તવિક ઉત્તર મેળવી લેવા માટે યોગબિન્દુમાં જણાવેલી વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાં તે (૨૪૦મા) શ્લોમાં જણાવ્યું છે કે, “આગમના આધારે પ્રવૃત્તિ શરૂ કરનારા આગમનું ઉલ્લંઘન કરી જેઓ પ્રવૃત્તિ કરે છે, તે Page #81 -------------------------------------------------------------------------- ________________ જડ માણસો આગમના અર્થને (પ્રવૃત્તિ-નિવૃત્તિ) કરનારા હોવા છતાં નિયમે કરી છે તે અર્થના તેઓ દ્વેષી હોય છે.” આગમમાં જણાવેલા વિધિથી નિરપેક્ષપણે આગમમાં જણાવેલા અનુષ્ઠાન કરતા હોવા છતાં તેઓ આગમ પ્રત્યે ભક્તિભાવવાળા નથી. પરંતુ આગમ પ્રત્યે તેઓ દ્વેષ-વાળા જ છે. કારણ કે આગમ પ્રત્યેના દ્વેષ વિના આગમાર્થનું ઉલ્લંઘન શક્ય નથી. આપણા દ્વેષને ઓળખી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાત પરિપૂર્ણ છે. એનો વિચાર કરવાથી આપણને આપણી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. મોક્ષની સાધનાનો પ્રારંભ કરી ચૂકેલા અને મોક્ષની સાધનાનો પ્રારંભ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુ જનો પોતાના આત્માને મોક્ષ પ્રત્યેના દ્વેષથી રહિત બનાવે અને યોગની પ્રાપ્તિ દ્વારા વહેલામાં વહેલી તકે પરમાત્મા બનાવે એ જ એકની એક શુભાભિલાષા.... ૧૨-૩રા || કૃતિ યોગીપૂર્વસેવા-દ્વત્રિશિT | अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ DિDED]D]D]D]DF\D GSEB/GB/S/NTS 9 DDDDDDDD Page #82 -------------------------------------------------------------------------- _