________________
આવી જઈને આપણે એવા દંભયોગી ન બની જઈએ એટલી સાવચેતી ખાતર જ આપણે ઉપરના શાસ્ત્રપાઠો યાદ રાખવાના છે. આપણી નાનામાં નાની અનુકૂળતા મેળવવા માટે બીજા અનેક જીવોને મરણ સુધીની પીડા આપવી જ પડે અને આપણી નાનામાં નાની પ્રતિકૂળતા કાઢવા માટે બીજા અનેક જીવોની અનુકૂળતા ઝૂંટવી જ લેવી પડે-એ સંસારના સુખની એકમાત્ર લાક્ષણિકતા છે. આવા સુખના ત્યાગ વગર ધર્મની– યોગની– સાધનાનો વિચાર પણ થઇ ન શકે. આવા સુખના ત્યાગ સ્વરૂપ ધર્મ પણ, ભવિષ્યમાં એવા વધુ સુખની પ્રાપ્તિ માટે થતો હોય તો એ ધર્મ પણ અનર્થભૂત જ છે. માટે માત્ર સુખના ત્યાગસ્વરૂપે થતો ધર્મ નહિ, પણ સુખના રાગના ત્યાગસ્વરૂપે થતો ધર્મ જ શુદ્ધ ધર્મ છે. સારા આશયથી કરાતો ધર્મ પણ ભગવાનની આજ્ઞા મુજબનો ન હોય તો નિરર્થક છે. ઉપરના શાસ્ત્રપાઠમાંની ‘મોક્ષના કારણ’ અને ‘સર્વજ્ઞોત’ એવા ધર્મની વાત યાદ રાખીએ તો, મોક્ષના એકમાત્ર લક્ષ્યથી અને જ્ઞાનીઓએ ફરમાવેલી વિધિથી થતો નાનો પણ ધર્મ જ સાચો ધર્મ છે, તે સિવાયનો ગમે તેટલો મોટો ધર્મ પણ અધર્મ જ છે
આ વાતમાં કશી શંકા રહેતી નથી. આ વાતને ‘એકાન્તવાદ’ કહેનારા અનેકાન્તની આશાતના કરી રહ્યા છે. યોગ અને ધર્મ વસ્તુતઃ
-
-
એક જ છે – એ વાત આપણે શરૂમાં જ વિચારી આવ્યા. ધર્મારાધના કે યોગસાધના માટે સાધકે જે યોગ્યતા મેળવવાની, કેળવવાની અને જાળવવાની છે તેને પૂર્વસેવા કહેવાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં તે પૂર્વસેવાનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે વાંચતાં સ્પષ્ટ સમજાશે કે સુખના રાગીનું આમાં કામ નથી. સુખનો રાગ અને દુ:ખનો દ્વેષ : આ બંન્ને
nanab
DJDBCD7Qd
૩
DDDDDED 676777607ણે