________________
તરફ ઢેષ જાગે તો જ આ પૂર્વસેવા જીવનમાં ઊતરે તેવી છે. આ પૂર્વસેવાને સેવ્યા વિના યોગી બની ગયેલાઓના યોગ, પોતાને અને બીજાઓને ઠગનારા દંભ સિવાય બીજું કશું જ નથી. આ પૂર્વસેવાની અપૂર્વ-અત્યાર સુધી ક્યારેય કોઇની ન કરી હોય તેવી-સેવા કરીશું તો જ સાચા યોગી બનીશું. આવા યોગી ક્રિયામાર્ગના વિરોધી ન હોય. વિરોધ અશુદ્ધ ક્રિયાનો હોય, શુદ્ધ કિયા તો યોગસાધનાનું અવિભાજ્ય અંગ છે, તેની ઉપાસના વિના યોગ સિદ્ધ ન થાય. યોગમાર્ગના સાચા જ્ઞાનના અભાવે આજે યોગ, ધ્યાન, સાધના વગેરેના નામે નરી સુખશીલતા પોષાઈ રહી છે. આપણે એ બધી ગરબડમાં પડવું નથી.
આ પૂર્વસેવા જ્ઞાનીઓની દૃષ્ટિએ તો સાધનામાં પ્રવેશવા માટેની સાવ પ્રાથમિક કક્ષાની યોગ્યતા છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ યોગી કે ધર્મી બનવા માટે તો ઘણી સાધના કરવાની બાકી રહે છે. પરંતુ આપણી કક્ષા એટલી નીચી છે કે આવી પ્રાથમિક યોગ્યતા પણ આપણા માટે ઘણી ઊંચી લાગે છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ યોગી-ધર્મી તરીકેનું પ્રમાણપત્ર મેળવવાની વાત તો આપણા માટે ઘણી અઘરી છે. પણ એ પરીક્ષામાં બેસવા માટેના પ્રવેશપત્ર જેવી આ પૂર્વસેવા ય પામી શકીએ તો આપણા માટે મોટી વાત છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ સારી શરૂઆત છે. આ ભવમાં આવી સારી શરૂઆત થઈ જાય અને પછી વહેલી તકે સાચા સાધક બનીને સિદ્ધ થઈએ એ જ એક શુભાલિભાષા --- વિ. સં. ૨૦૧૬
આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ પોષ વદ : ૬ : બુધવાર છાપરીયા શેરી : સુરત
PDFDGL D]D]DDED
DEDDED]D]]D]D' GS/BdBdUDrug