________________
છે. તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞોએ ફરમાવેલો ધર્મ મોક્ષને માટે
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । જ્ઞાનાનાત્રિ- રત્નત્રયં સો (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧)
ચાર પુરુષાર્થમાં પ્રધાન મોક્ષપુરુષાર્થ છે. તે મોક્ષનું કારણ (સાધન) યોગ છે અને તે યોગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી છે. મોક્ષે યોગના : સર્વોડાવા દ્યો (જ્ઞાનસાર, યોગાષ્ટક)
આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી, બધોય (સાધુધર્મ અને શ્રાવકધર્મ સ્વરૂપ) આચાર યોગ તરીકે ઈષ્ટ (સ્વીકાર્ય) છે....
આ શાસ્ત્રાધારોના પ્રકાશમાં જોઈએ તો મોક્ષ મેળવવાના એકમાત્ર લક્ષ્યથી અને શુક્રધવિધિથી આરાધાતો ધર્મ એ જ સાચો યોગ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે.
વર્તમાનમાં યોગના નામે આચારશૂન્ય, વિવેકશૂન્ય અને અર્થશૂન્ય એવી અનેક વાતો અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મન, વચન અને કાયાને જરાય કષ્ટ ન આપવું; મન, વચન અને કાયાને ગમતી બધી જ મોહાધીન પ્રવૃત્તિઓ કર્યો જવી, અને સાક્ષીભાવ',
અનાસતિભાવ', 'નિર્લેપભાવ” વગેરે જેવા શબ્દો સમજ્યાસમજાવ્યા વિના રમાયે જવા-આવું તો ઘણું બધું અત્યારે યોગના નામે ચાલી રહ્યું છે. યોગસાધના એ ધર્મારાધના કરતાં કોઈ તદ્દન જાદી અને ઊંચી ચીજ હોય - એવી ભ્રમણા ઊભી કરાતી હોય છે. આપણે એ બધી લાંબી ચર્ચામાં ઊતરવું નથી. પણ એવી બધી વાતોમાં
DDDDDDDDDD; G/GU/UCDC///
DDDDDDDDDDDD 'GGEDGEGGAZINGS