SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષનો માર્ગ બતાવનારા પણ પોતે અજ્ઞાનમાં કેવી રીતે અટવાતા હોય છે તેનો સાચો પરિચય, તેમના તે તે ગ્રન્થોના પરિશીલનથી પ્રામ થાય છે. જગતના અજ્ઞાનને દૂર કરવા માટે રાત-દિવસ કાર્યરત બનનારા પણ પોતાના અજ્ઞાનને દૂર કરી ના શક્યા. ભારે વિષમતા છે આ મિથ્યાત્વની ! આપણ સદ્ભાગ્યની કોઈ અવધિ નથી. નૈસર્ગિક રીતે જ આપણને શુદ્ધ માર્ગપ્રરૂપ અને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થઇ. એની એકાન્તે કલ્યાણકારિતાને સમજીને કર્મબન્ધની યોગ્યતાને દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. ૧૨-૨૯ ઉપર જણાવ્યા મુજબ દરેક આત્માની યોગકષાયસ્વરૂપ કર્મની (કર્મબન્ધની) યોગ્યતા જુદી જુદી છે-એ સિદ્ધ થાય છે, તેથી યોગ્યતાનો ક્રમે કરી હ્રાસ થયે છતે આત્માનું કલ્યાણ થાય છે-તે જણાવાય છે - - प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ॥१२- ३०॥ “પ્રત્યેક પુદ્ગલપરાવર્તને આશ્રયીને આ કર્મબન્ધની યોગ્યતાનો વ્યય-નાશ પણ થાય છે. આવી જાતની યોગ્યતાની અલ્પતા થયે છતે મુક્તિ પ્રત્યે અદ્વેષ થાય છે. આ મુત્યુદ્વેષથી પણ કલ્યાણની પરંપરા સર્જાય છે, તો મુત્યનુરાગથી શું પૂછવું ?'' -આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવને, કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાના કારણે સમયે સમયે કર્મબન્ધ ચાલુ છે. UuUD ૭૩ panDEE DOCU DDDDDD
SR No.023217
Book TitleYog Purv Seva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy