________________
ધર્મમાં વિરોધ ન આવે તે રીતે લોકોના ચિત્તની આરાધના કરવી; તે લોકાનુવૃત્તિ છે. લોકમાં જે આચારો પ્રસિદ્ધ છે, તે જો ધર્મના વિરોધી ન બનતા હોય તો તેનું પાલન કરવું જોઈએ. દરેક ધર્માત્માને લોકની નિશ્રાએ ધર્મ કરવાનો છે. પોતાના ધર્મના વિરોધી ન હોય એવા લોકપ્રસિદ્ધ આચારોના પાલનથી લોકના ચિત્તની આરાધના થાય છે. આગળ જતાં આ અભ્યાસ ભવનિસ્તારક પૂ. ગુરુદેવાદિના ચિત્તની આરાધના માટે ઉપયોગી બને છે.
અઢારમો સદાચાર પ્રમાદના વર્જન સ્વરૂપ છે. મધપાનાદિ સ્વરૂપ પ્રમાદનો ત્યાગ કરવો; એ પણ એક સદાચાર છે. નિદ્રા, વિકથા, મદિરા, વિષય અને કષાય- આ પાંચ પ્રમાદ છે. પરમપુણ્યોદયે પ્રાપ્ત ધર્માદિના અવસરે પ્રમાદના યોગે એ અવસરો નિરર્થક બનતા હોય છે. સર્વવિરતિધર્મની આરાધના કરનારા મહાત્માઓને પણ પ્રમાદના કારણે કેવી સ્થિતિનો અનુભવ કરવો પડે છે-એ આપણે બરાબર જાણીએ છીએ. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડે એવી સ્થિતિ આ પ્રમાદને લઈને ઊભી થાય છે. નિદ્રા-વિઠ્યાદિ પ્રમાદો ત્યાગ કરવાનું ઘણું જ કપરું છે. જીવની અનાદિકાળથી જે સુખશીલતાની પરિણતિ છે; તે પરિણતિના કારણે પ્રમાદપ્રિયતાની પ્રાપ્તિ થાય છે. અને તેથી પ્રમાદનો ત્યાગ કરવાનું શક્ય બનતું નથી. સાધનાની પૂર્ણતાના આરે આવેલાને પણ સાધનાથી દૂર-સુદૂર લઈ જનાર આ પ્રમાદ છે. યોગના અર્થીએ પ્રમાદનું વર્જન કરી સાધનાનો મંગલ પ્રારંભ યોગની પૂર્વસેવાથી કરવો જોઈએ આ રીતે યોગની પૂર્વસેવામાં સદાચારનું વર્ણન પૂર્ણ થયું. ૧૨-૧૬
હવે યોગની પૂર્વસેવાન્તર્ગત “તપ” નું નિરૂપણ કરાય છે.
D]D]D]D]D]D]D]BA
D DDDDDDDDDED