________________
પ્રકારના મુફત્યષને લઈને કોઈ પણ રીતે સગત નહીં બને, તેથી મુક્તિ પ્રત્યેનો અદ્વેષ અને મુતિ પ્રત્યેનો રાગ -એ બંને એક નથીએ સમજી શકાય છે. ૧૨-૩૧
મુક્તિ પ્રત્યેનો અદ્વેષ-એ મુક્તિ પ્રત્યેના રાગ સ્વરૂપ નથીતેમાં કારણ જણાવાય છે -
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि । रागात् क्षिप्रं क्रमाच्चात: परमानन्दसम्भवः ॥१२-३२॥
“અદ્વેષ ષના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ જ છે (જેથી તેના કારણે યોગીઓના નવ પ્રકાર સત નહિ થાય) તેમ જ મુક્તિના રાગથી શીઘ અને મુત્યદ્વેષથી કમે કરી પરમાનન્દનો સંભવ છે.”- આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ મુત્યષ, દ્વેષ(મુક્તિ પ્રત્યેના દ્વેષ)ના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ છે. તેથી તે એકના કારણે યોગીઓના ભેદ નહીં થાય. યોગીઓના નવ ભેદ (પ્રકાર) યોગાચાર્યોએ જણાવ્યા છે, તે મુક્તિના રાગની અપેક્ષાએ પૂર્વે જણાવ્યા મુજબ સંગત થઈ શકે છે. તેથી મુક્યષસ્વરૂપ મુકિતનો રાગ નથી. એ બંને પરસ્પર ભિન્ન છે. | મુત્યષ અને મુક્તિનો રાગ-એ બેના ફળમાં પણ વિશેષતા છે. તેને લઈને એ બેમાં પણ ભેદ છે-એ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાયું છે. મોક્ષના રાગથી શીઘ્ર એટલે કે બહુ વ્યવધાન (વિલંબ) વિના મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ અપેક્ષાએ મુલ્યદ્વેષથી ક્રમે કરીને