Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ આવી રીતે આજ સુધી અનન્તાનન્ત પુદ્ગલપરાવર્તો વ્યતીત થયા છે. અનન્તી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓના કાળને એક પુદ્ગલપરાવર્ત્ત કાળ કહેવાય છે. દરેક પુદ્ગલપરાવર્તે એ યોગ્યતાનો ક્રમિક હ્રાસ-વ્યય થાય છે. અન્યથા કષાયાદિ દોષોનો ક્રમિક હ્રાસ ન થાય તો ભવ્યાત્મા મોક્ષે જઇ શકશે નહિ. યોગ્યતાની અલ્પતાથી મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ ઉપપન્ન બને છે. આ વાત યોગબિંદુ ગ્રંથના એકસો સિત્તેરમા શ્લોકમાં પણ જણાવી છે. આ રીતે આ કર્મબન્ધની યોગ્યતા હોતે છતે દોષોના ક્રમિક હ્રાસની સુનીતિથી દરેક આવર્તે મલની અલ્પતા પ્રાપ્ત થયે ચોક્કસપણે ભાવશુદ્ધિ પણ થાય છે. અન્યથા મલના અપગમનો જ અભાવ થશે. આ પ્રમાણે યોગ્યતાની અલ્પતાએ થયેલા મુત્યુદ્વેષથી કુશલ અનુબન્ધની પરંપરા થાય છે, તો પછી મુક્તિના અનુરાગથી કુશલ અનુબન્ધની ઉપપત્તિ થાયએમાં કહેવાનું જ શું હોય ? અર્થાર્ મુક્તિના અનુરાગથી કુશલનો અનુબન્ધ થાય - એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૨-૩૦ના ઉપર જણાવ્યા મુજબ મુર્ત્યદ્વેષથી અને મુર્ત્યનુરાગથી કલ્યાણની પરંપરાની ઉપપત્તિ થાય છે -એ તો સમજી શકાય છે. પરન્તુ મુત્યુદ્વેષ સ્વરૂપ જ મુફ્તિરાગ છે, તેથી હિં પુનર્મુત્તિરત: આ ગ્રન્થ સંગત કઇ રીતે બને ? આ શંકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે - ]] न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः । तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ॥१२- ३१॥ nu d0b696969 ૭૪ FEE םםם

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82