________________
કહેવાનો આશય એ છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત આ સંસારથી મુક્ત બનવાના ઉપાયો દર્શાવતાં પૂર્વે દરેક દર્શનકારોએ સામાન્યથી સંસારમાં આત્માના અસ્તિત્વનાં કારણો પણ જણાવ્યાં છે.પરમતારક શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા શ્રી જૈનશાસનમાં આ સંસારમાં આપણા આત્માના અસ્તિત્વનું એકમાત્ર કારણ આપણા આત્માની કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતા છે. સાંખ્યદર્શનકારોએ દિક્ષાને તે કારણ તરીકે વર્ણવી છે. તેમની માન્યતા મુજબ પુરુષ (આત્મા) શુદ્ધ, બુધ, નિરંજન અને નિરાકાર છે. તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન આવતું નથી. નિત્ય વિકૃતિને ધારણ કરનારી પ્રકૃતિના અનાદિના સંયોગથી પુરુષને પ્રકૃતિના વિકારોને જોવાની જે ઈચ્છા છે તેને દિક્ષા કહેવાય છે. તેને લઈને જીવને (પુરુષને) આ સંસારમાં રહેવું પડે છે. શૈવોએ આત્માના સંસારમાં અસ્તિત્વના કારણ તરીકે ભવબીજને વર્ણવ્યું છે. તેના નામથી જ તેના સ્વરૂપનો સ્પષ્ટપણે ખ્યાલ મળી રહે છે. આ કારણ(ભવતારણ)નું વર્ણન કરતાં વેદાન્તદર્શનકારોએ અવિદ્યા-અજ્ઞાન (મિથ્યાજ્ઞાન)ને વર્ણવ્યું છે, જે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. બૌદ્ધોએ આ સ્થાને અનાદિવાસનાને જણાવી છે, જે રાગાદિના અનાદિકાળના સંસ્કાર સ્વરૂપ છે. એ સંસ્કારોને લઈને આત્માનું આ સંસારમાં પરિભ્રમણ છે.
આ બધા દાર્શનિકોની માન્યતાઓનું ચોક્કસ જ્ઞાન મેળવવા માટે તે તે દર્શનના ગ્રન્થોનું વ્યવસ્થિત અધ્યયન કરવું જોઈએ. અહીં એ બધું સમજાવવાનું શક્ય નથી. મોક્ષના અર્થી બન્યા પછી, જગતને
IND|D]BEDIENDS|DDGET|EDDED