________________
શું પ્રમાણ છે-આ પ્રમાણે જણાવીને જે દોષ જણાવ્યો હતો તે દોષ યોગ્યતાના વિષયમાં નથી.
આ પ્રમાણે કર્મબન્ધની પ્રત્યે યોગ્યતા માનવાનું યુક્ત જ છે. બન્ધ, બધ્યમાન(કર્મ વગેરે)ની યોગ્યતા સાપેક્ષ છે. વસ્ત્ર વગેરે પણ મંજિષ્ઠાદિના રાગથી (રંગથી) ત્યારે જ રંગાય છે; (બંધાય છે;) કે જ્યારે તેમાં તેવી જાતની યોગ્યતા હોય છે. વસ્ત્રાદિની યોગ્યતાવિશેષને લઇને તેના રંગાદિ ફળમાં પણ વિશેષતા અનુભવાય છે. વસ્ત્રાદિની તેવા પ્રકારની રંગાદિને ધારણ કરવાની યોગ્યતા અન્તરગ (સ્કૂલ દૃષ્ટિએ ન જણાય) હોવાથી તેના પરિપાક માટે બાહ્ય કારણોની અપેક્ષા રહેતી હોય છે. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાદિ આચાર્યભગવન્તો ફરમાવે છે. ।૧૨-૨૮॥
કર્મબન્ધ માટેની યોગ્યતાને પ્રકારાન્તરથી અન્યદર્શનીઓએ પણ સ્વીકારી છે - એ જણાવાય છે. અર્થાત્ તે તે દર્શનકારોની પણ તેવા પ્રકારની યોગ્યતાને માનવામાં સમ્મતિ જણાવાય છે –
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना । भङ्ग्येषैवाश्रिता साङ्ख्यशैववेदान्तिसौगतैः ॥१२- २९॥
“આ સંસારમાં બદ્ધાવસ્થાના કારણ તરીકે સાખ્યોએ દિક્ષાને માની છે. શૈવોએ ભવબીજ માન્યું છે. વેદાન્તીઓએ અવિદ્યાને માની છે. અને બૌદ્ધોએ અનાદિવાસનાને માની છે. પ્રકારાન્તરે આ રીતે કર્મબંધની યોગ્યતાને જ તે બધાએ માની છે.’’ આ પ્રમાણે ‘વિવૃક્ષા...’ આ શ્લોકનો અર્થ છે.
pne GODODGI
૭૧
D5000000
D