________________
પ્રારંભમાં શંકાકાર એમ જણાવે છે કે શ્રી સિધપરમાત્માઓ સર્વથા કર્મબન્ધ ટાળીને શ્રી સિદ્ધપદને પામ્યા છે. તેથી શ્રી સિધપદની પ્રામિ પૂર્વે તેમને કર્મબન્ધનો અભાવ હોવાથી જીવત્વમાં કોઈ વિશેષ ન હોવા છતાં તેઓશ્રીને કર્મબન્ધનો પ્રસંગ આવતો નથી. સંસારી જીવોને તો કર્મબન્ધનો અભાવ ન હોવાથી કર્મબન્ધ થાય છે જ. તેથી ઉપર જણાવ્યા મુજબ યોગ્યતા માનવાની જરૂર નથી.
પરન્તુ શંકા કરનારાની એ વાત બરાબર નથી. કારણ કે મુક્તાત્માઓને પૂર્વે કર્મબન્ધનો અભાવ છે, એમાં કર્યું કારણ છે ? તેઓશ્રીની કર્મબન્ધની યોગ્યતાનો ક્ષય થયો છે તેથી જ તો તેઓશ્રીને કર્મબન્ધ થતો નથી. માટે કર્મબન્ધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને માન્યા વિના છૂટકો નથી. “આ યોગ્યતામાં પણ કોણ કારણ છે? શ્રી સિદ્ધપરમાત્માઓની કર્મબન્ધની યોગ્યતાનો ક્ષય થયો છે – એમાં શું પ્રમાણ છે ?” આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે શ્રી સિદ્ધપરમાત્માઓને કર્મબન્ધનો અભાવ હોવાથી એના અનુરોધથી
જ ત્યાં યોગ્યતાના અભાવનું અનુમાન થાય છે. શ્રી સિદ્ધપરમાત્માઓના કર્મબન્ધના અભાવ સ્વરૂપ ફળના કારણે કર્મબન્ધની યોગ્યતાના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ છે તેને પ્રતિયોગી કહેવાય છે. યોગ્યતાના અભાવનો પ્રતિયોગી યોગ્યતા છે.) સ્વરૂપે યોગ્યતાનું અનુમાન કરી શકાય છે. અર્થાત્ શ્રી સિદ્ધપરમાત્માઓને કર્મબન્ધની યોગ્યતા કેમ નથી ?-આ પ્રશ્નના ઉત્તરમાં, તેઓશ્રીને કર્મબન્ધનો (યોગ્યતાના ફળનો) અભાવ છે. એ પ્રમાણે જણાવી શકાય છે. તેથી મુતાત્માઓને પૂર્વે બન્ધ નથી એમાં
[D]D]]D]D]D]D]DY
S
|D]D]D]]D]D]D]D