________________
છે, તેને મલ કહેવાય છે. આવી યોગ્યતા માનવામાં આવે નહિ તો બધાનું છત્વ (આત્માનું સ્વરૂપ) એકસરખું હોવાથી અથજીવત્વમાં કોઈ વિશેષતા ન હોવાથી શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબન્ધનો પ્રસજ્ઞ આવશે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે અનાદિકાળથી સમયે સમયે આત્મા કર્મબન્ધ કરે છે. સામાન્ય રીતે દરેક સંસારી આત્માને કર્મબન્ધ થતો હોવા છતાં તે કર્મબન્ધ દરેક જીવને એકસરખો હોતો નથી. દરેક જીવને પોતપોતાની યોગ્યતા(ભૂમિકા) મુજબ કર્મબન્ધ થાય છે. અને યોગ્યતા ક્ષીણ થવાથી શ્રી સિદ્ધપરમાત્માને કર્મબન્ધ થતો નથી. કર્મબન્ધના સામાન્ય રીતે મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગ કારણ છે. એમાંથી મિથ્યાત્વ અને અવિરતિને રાગ-દ્વેષસ્વરૂપ ક્લાયમાં સમાવી લેવાથી કર્મબન્ધના મુખ્ય કારણ કષાય અને યોગ છે. જ્યાં સુધી કષાયોનો ઉદય છે ત્યાં સુધી આત્મા ક્લાયને લઈને કર્મબન્ધનું ભાન બને છે. અને જ્યાં સુધી આત્માના મન-વચન-કાયાના યોગો ચાલુ છે-ત્યાં સુધી આત્માને યોગના કારણે કર્મબન્ધ થાય છે. આથી સમજી શકાશે કે આત્માની કષાયસ્વરૂપ અને યોગસ્વરૂપ અવસ્થા આત્માને કર્મબન્ધનું કારણ બનતી હોય છે. આત્મા, કષાય અને યોગથી રહિત બને તો તેમાં કર્મબન્ધની યોગ્યતા રહેતી નથી. આત્માને કર્મબન્ધની યોગ્યતા કષાય કે યોગને લઈને છે, તેથી તે સ્વરૂપે આત્મા કર્મબન્ધ માટે યોગ્ય છે. અને તેની તે યોગ્યતા કષાય અને યોગ સ્વરૂપ છે.
યોગ અને ક્લાય નામની આ કર્મબન્ધની યોગ્યતાને મલ કહેવાય છે. તેની બહુલતાએ દોષોનો ઉત્કર્ષ (વૃદ્ધિ) થાય છે. અને તે મલની અલ્પતાએ દોષોનો અપકર્ષ (હાનિ) થાય છે. કર્મબન્ધની
HD]DD]D]D]D]DED
D| D|D S |DF\ D]D]> G/DCD/C/BUNTUBME3૮HSSQSQSQSQSQSS