________________
વિચારોથી ઇચ્છા મુજબ વર્ઝન થવાથી આનન્દ થતો હોય છે. આવી જ સ્થિતિ લગભગ ધર્મ કરનારાની છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો મોક્ષ યાદ પણ આવે નહિ ! ઇચ્છાઓનો નિરોધ કરી મોક્ષ મેળવવા આરંભેલી સાધનામાં આથી વધારે ખરાબ સ્થિતિ કઇ હોય ? યોગના અર્થીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક એ સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. એ અંગેની ઉપેક્ષા; મોક્ષ પ્રત્યેના દ્વેષને લઇ આવે એ પૂર્વે જ તેને દૂર કરી લેવાની આવશ્યકતા છે. યોગની પરાકાષ્ઠાએ પહોંચાડનારી સાધનામાં યોગની પૂર્વસેવામાં પણ ન રહેવા દે એવો મુક્તિદ્વેષ છે. મોક્ષની સમગ્ર ગુણમયતા અને સંસારની નિર્ગુણતાનું નિરન્તર પરિભાવન કરીને પૂર્ણ પ્રયત્ને મુક્તિ પ્રત્યેના દ્વેષને દૂર કરવો જોઇએ.
॥૧૨-૨૫૫
મુક્તિ પ્રત્યેના દ્વેષનું ફળ જણાવવા પૂર્વક મુક્તિ પ્રત્યેના અદ્વેષનો ઉપાય જણાવાય છે -
द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् ।
भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ॥१२-२६॥
.
‘‘મુક્તિ પ્રત્યેનો દ્વેષ અત્યન્ત અનર્થ માટે થાય છે. પ્રાણીઓને તેનો અભાવ ભવના અનુત્કટ રાગથી સ્વાભાવિક રીતે થયેલી કર્મમલની અલ્પતાથી થાય છે.'' આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ મુક્તિના વિષયમાં થતો આ દ્વેષ અત્યન્ત અનર્થનું કારણ બને છે. અત્યન્ત અનર્થનું સ્વરૂપ સમજાવતાં ગ્રન્થકારશ્રીએ ફરમાવ્યું છે કે બહુલ સંસારની વૃદ્ધિ સ્વરૂપ અત્યન્ત અનર્થ છે. સંસાર સ્વયં અનર્થસ્વરૂપ છે. પુણ્યયોગે સારો દેખાતો પણ સંસાર પરમાર્થથી અનર્થસ્વરૂપ છે. મુક્તિ પ્રત્યે દ્વેષ
appDEEDD'
udDUuUuUDU ૬૬
'DEEEE duddu/6ZGUDO