________________
કરવાથી ઘણો સંસાર વધે છે. સામાન્ય રીતે પાપ કરવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. એ માન્યતા આપણા મનમાં વસેલી છે, પરંતુ પાપ કરવાથી સંસાર વધે છે- એવો વિચાર બહુ જ ઓછો આવતો હોય છે. પ્રસિદ્ધ સઘળા ય અનર્થોનું મૂળ આ સંસાર છે. તેમાં પરિભ્રમણ કરવું પડે છે. એ જ મોટામાં મોટો અનર્થ છે. ઘણા કાળ સુધી સંસારમાં ભટકવું પડે છે, એનું મુખ્ય કારણ મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે.
મોક્ષના વિષયમાં થનારા શ્રેષની મહાનર્થકારિતાને જણાવીને તદ્માવતુહિનામ્...ઇત્યાદિ પદોથી મોક્ષના વિષયમાં દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય જણાવ્યો છે. ભવ-સંસાર પ્રત્યેની ઉત્કટ ઈચ્છાના અભાવથી સહજપણે જે કર્મમલની અલ્પતા થાય છે, તેથી પ્રાણીઓને મુક્તિના વિષયમાં દ્વેષ થતો નથી. મોક્ષ પ્રત્યે રાગને ઉત્પન્ન કરી શકે એવા જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે રાગનો અભાવ હોવા છતાં અત્યન્તગાઢ એવા મિથ્યાત્વનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી. પ્રગાઢ મિથ્યાત્વસ્વરૂપ દોષના કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. એ દોષ, કર્મમલની સહજ અલ્પતાના કારણે ન હોવાથી મુત્સદ્વેષ (મોક્ષના દ્વેષનો અભાવ) થાય છે. એ સમજી શકાય છે. ૧૨-૨૬.
ઉપરના શ્લોમાં મુત્યષના કારણ તરીકે સહજ અલ્પમલતાને જણાવી છે. ત્યાં મલ કોને કહેવાય છે - એ શક્કાનું સમાધાન જણાવાય છે - मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता। अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याविशेषतः ॥१२-२७॥
“આત્માની કર્મબન્ધ માટેની યોગ-કષાય નામની જે યોગ્યતા
gDDDDDDDDD