________________
એ શંકા અસ્થાને છે. તે જણાવવા માટે લોક અને તેમના શાસ્ત્રનાં વચનોનો આધાર છે, તે સામાન્યથી જણાવાયું છે. મોક્ષની અનિષ્ટતાને જણાવનારાં લોકવચનો અને શાસ્ત્રો(કુશાસ્ત્રો)નાં વચનો સંભળાતાં હોવાથી મોક્ષની અનિષ્ટતા સ્પષ્ટપણે થતી જોવા મળે છે. તેથી મોક્ષમાં અનિષ્ટતાની પ્રતિપત્તિનો સંભવ જ નથી એ કહેવાનું સર્વથા અનુચિત છે. ૧ર-૨
મોક્ષના વિષયમાં થતી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનાર લોક્વાશયને જણાવાય છે -
मदिराक्षी न यत्राऽस्ति तारुण्यमदविह्वला। जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ॥१२-२४॥ .
જ્યાં, યુવાવસ્થાના મદથી વિહવળ બનેલી અને મદિરાના ઘેનથી ઘેરાયેલાં નેત્રોવાળી સ્ત્રીઓ નથી તેને મૂર્ખ માણસ મોક્ષ કહે છે. પરંતુ અમારી માન્યતા એ છે કે તે પ્રિયા જ મોક્ષ છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અત્યન્ત વિષયની આસકિત જીવને કેવી વિષમ સ્થિતિમાં મૂકે છેતેનો ખ્યાલ ઉપરના શ્લોકથી સારી રીતે આવે છે. અનાદિકાળના વિષયના આ સંસ્કારો મોક્ષને પામવા તો દેતા જ નથી પણ માનવા પણ દેતા નથી. આવા ભવાભિનન્દી જીવો આ પ્રમાણે બોલીને કંઈ કેટલાય આત્માઓને મોક્ષ અને મોક્ષની શ્રદ્ધાથી દૂર રાખે છે, જે પરિણામે મોક્ષ પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે. I૧૨-૨૪
આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ પ્રત્યેના દ્વેષને જણાવનારા લોકપ્રલાપને જણાવીને તે વિષયના શાસ્ત્રવચનને જણાવાય છે -
DિEDD]D]D]D]D]D'
D]D]D]D]D]D]]D