Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ પરમેષ્ટ છે અને અનિષ્ટનો અનનુબન્ધી છે(અનુબન્ધી નથી). આમ છતાં મોક્ષને દૃઢ અજ્ઞાનના કારણે અનિષ્ટ માનવાનું બને છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. મોક્ષ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં નથી હોતો. મુક્તિ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં બાધક છે. - પુણ્યથી મળતાં સુખો જે રીતે ઇષ્ટ લાગે છે તે રીતે મોક્ષ ઈટ લાગે છે કે નહિ-આ પ્રશ્નનો જવાબ મેળવવાનું ખૂબ જ કપરું છે. મોક્ષ અનિષ્ટ જણાય તો તેની પ્રત્યે દ્વેષ થશે જ. પુણ્યથી મળતાં સુખોનો ત્યાગ વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. પુણ્યથી મળનારા સુખના રાગે, મોક્ષને સુખનો બાધક જણાયાથી મોક્ષ અનિટ લાગે -તે સમજી શકાય છે. પરમેષ્ટ અનિષ્ટ સ્વરૂપે સ્વીકારાય તો મોક્ષની સાધનાનો પ્રારંભ પણ કઈ રીતે થાય ? વર્તમાનમાં આપણી આરાધનામાં ક્યાંય મોક્ષના દ્વેષની છાયા તો પડી નથી ને એ વિચારવાની જરૂર છે. કારણ કે વાતવાતમાં અટકી પડતી અને અસ્તવ્યસ્ત થતી મોક્ષની સાધનાનું બીજું કોઈ કારણ દેખાતું નથી. મોક્ષનો દ્વેષ દૂર કરવા મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું વારંવાર પરિશીલન કરવું પડશે. અને પુણ્યથી મળતા સુખની અસારતાદિનું પરિભાવન કરવું પડશે. વિષયોની ભયંકરતાનું દૃઢજ્ઞાન જ; મોક્ષના દ્વેષના કારણભૂત દૃઢ અજ્ઞાનને દૂર કરે છે. ૧૨-૨૨ા અનન્તસુખની ખાણ તુલ્ય મોક્ષમાં અનિષ્ટની પ્રતિપત્તિ કોને થાય છે અને ક્યા કારણે થાય છે - તે જણાવવા પૂર્વક પરમ રમણીય એવા મોક્ષ પ્રત્યે કોઈને દ્વેષનો સંભવ જ નથી' – આવી શંકાનું નિરાકરણ કરાય છે – શિDિDDDDDDD; HD]D]D]D]D] DRD

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82