________________
નહિ કરવો જોઇએ; એ જણાવતાં પૂર્વે આ શ્લોકમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યું છે. અને ત્યાર બાદ તેની પ્રત્યે દ્વેષ થવાનું જે કારણ છે તે જણાવ્યું છે. સલ કર્મનો ક્ષય થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગની આસક્તિ સ્વરૂપ સફ્લેશથી સર્વથા રહિત મોક્ષ છે, સામાન્ય રીતે રાગ –દ્વેષના પરિણામને સંફ્લેશ કહેવાય છે. એમાં પણ રાગની પરિણતિ સ્વરૂપ સફ્લેશની મુખ્યતા છે. કારણ કે એ પરિણતિ; દુ:ખ પ્રત્યેના દ્વેષની પરિણતિનું મુખ્ય કારણ છે. ભોગની આસિત, એ બધાં જ દુ:ખનું કારણ હોવાથી તેને સર્વ સફ્લેશરૂપે અહીં વર્ણવી છે. જીવના સંસારનું એ એકમાત્ર કારણ છે. મોક્ષમાં આ સફ્લેશનો લેશ પણ નથી. અનન્તજ્ઞાનીઓએ વર્ણવેલા આ મોક્ષસ્વરૂપની શ્રદ્ધાને પ્રામ કરવાનું પણ ઘણું જ અઘરું છે. ભોગના સંક્લેશની પીડાનો અનુભવ થાય તો ચોક્કસ જ મોક્ષનું સ્વરૂપ હૈયે વસી જાય એવું છે. દુ:ખની પીડાનો અનુભવ; ભોગની આસક્તિના દુ:ખને અનુભવવા દે -એ વાતમાં કોઇ જ તથ્ય નથી.
ન
મોક્ષની એકાન્તે પરમસુખમય સ્વરૂપ અવસ્થા હોવા છતાં એમાં દ્વેષ દૃઢ અજ્ઞાનના કારણે થાય છે. બાધ્ય ન બની શકે એવા મિથ્યાજ્ઞાનને દૃઢ અજ્ઞાન કહેવાય છે.અનન્તજ્ઞાનીઓ યુક્તિ પ્રયુક્તિઓથી મોક્ષની અનન્તસુખમયતા અને સંસારની અનન્તદુ:ખમયતા ગમે તેટલી વાર સમજાવે તોપણ જે મિથ્યા(વિપરીત) જ્ઞાનને દૂર કરી ન શકાય, એ મિથ્યાજ્ઞાન દૃઢ અજ્ઞાન છે. એ ६ અજ્ઞાનને લઇને મોક્ષમાં અનિષ્ટરૂપે જ્ઞાન થાય છે. મોક્ષ વાસ્તવિક રીતે અનિષ્ટ તો નથી જ પરન્તુ અનિષ્ટનો અનુબન્ધી પણ નથી. સંસારનાં સુખો ઇષ્ટ હોય તોપણ અનિષ્ટના અનુબન્ધી છે. એવું
DEN ab dug
૬૧
AppD DEED
767699794670