________________
पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया। चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ॥१२-२१॥
“આ પ્રમાણે તે તે પાપાદિની અપેક્ષાએ; જુદા જુદા મત્વનો જાપ જેમાં પ્રાયઃ છે; તે પ્રત્યપત્તિથી (પાપથી પાછા ફરવાની પ્રવૃત્તિથી) વિશુદ્ધ બનાવેલું પાપસૂદન તપ છે.” આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે પૂર્વ
શ્લોકમાં જણાવ્યા મુજબ પાપસૂદન તપ પણ દેવપૂજા, બ્રહ્મચર્યનું પાલન, વગેરે દૈનિકકૃત્યના વિધાનપૂર્વક અને આ લોકાદિ સંબન્ધી કોઈ પણ જાતના ફળની આશંસા વિના કરવાનો છે.
તે તે પાપવિશેષને આશ્રયીને આ તપ અનેક જાતનો છે. દા. ત. સાધુવધનું પાપ (ઇંડા અનગારને મારી નાખવાનું પાપ) કર્યા પછી તેના પશ્ચાત્તાપથી દીક્ષાનો સ્વીકાર કરનાર યમુન રાજર્ષિએ જ્યારે સાધુવધનું પાપ યાદ આવે ત્યારે તે દિવસે ભોજન નહિ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો હતો. પોતાના છ મહિનાના દીક્ષા પર્યાયમાં સારી રીતે આરાધનાને પ્રાપ્ત કરનારા તેઓશ્રીને એક પણ દિવસ ભોજન કરવાનો પ્રસંગ ન આવ્યો. આ રીતે છ મહિનાના ઉપવાસનો તપ થયો. આ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ આ પાપસૂદન (પાપના નાશને કરનાર)તપ અનેકાનેક પ્રકારનો છે. માઁ ફૂગ સિમ ૩ સી નમ:.. ઇત્યાદિમત્રોનો જાપ પણ આ તપમાં મોટા ભાગે કરવાનો હોય છે. જે પાપ-અપરાધને લઈને આ તપનો સ્વીકાર કર્યો હોય તે અપરાધથી, ખૂબ જ ઉત્કટ કોટિના સંવેગ(મોક્ષાભિલાષીપૂર્વક પાછા ફરવાના કારણે આ તપ વિશુદ્ધ બનાવાય છે. ભૂતકાળમાં જે પાપ કર્યું તે ક્યું, હવે એ પાપ કરવું નથી. આવા પ્રકારના અધ્યવસાયને
DEEDED]D]D]D]B'
blog/G/GUCUQDg/DGE