________________
નિરન્તર ઉપવાસ કરવાના છે. એ વખતે યથાશક્ય પચ્ચપરમેષ્ઠી નમસ્કારમંત્રનો જાપ કરવાનો હોય છે. તપની સાથે દરરોજ કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનપૂજા અને શ્રી જિનવાણીનું શ્રવણ વગેરે દૈનિક કૃત્યો કરવા જોઈએ. આ તપ પણ આ લોક કે પરલોકાદિ સંબન્ધી ફળની આશંસા(ઈચ્છા)થી રહિત પરિશુદ્ધ હોવું જોઈએ. આવા તપને તપની પ્રધાનતાવાળા મુનિભગવન્તો મૃત્યુબ તપ તરીકે વર્ણવે છે. ' આ શ્લોમાંના વિધાનતા અને પરિશુધ-આ બંને પદો તપની આરાધના કરનારાએ સારી રીતે વિચારવા જોઈએ. એક મહિનાના ઉપવાસના કાળમાં પણ દેવપૂજાદિદૈનિક કૃત્યો નિયમિતપણે કરવા જોઈએ. અને સાથે સાથે કષાયોનો ત્યાગ વગેરે પણ કરવો જોઈએ. આટલું કષ્ટ વેઠ્યા પછી આ લોક કે પરલોક સંબધી કોઈ પણ ફૂલની ઈચ્છા નહિ સેવવી. આવી સ્થિતિમાં જ એક મહિનાના ઉપવાસને મૃત્યુન તપ કહેવાય છે. માત્ર એક મહિનાના ઉપવાસ કરવાથી મૃત્યુબ તપ કહેવાતો નથી. ઉપર જણાવ્યા મુજબ તપની સાથે દેવપૂજાદિ વિધાનોનું જ્યાં પાલન છે અને કષાયોનો નિરોધ છે - તે આશંસારહિત તપ જ શુદ્ધ તપ છે, જે કર્મનિર્જરાનું પરમ કારણ બને છે. કષ્ટ સહન કરતી વખતે ચોક્કસ રીતે કર્મનિર્જરાનું ધ્યેય હોય તો શુદ્ધ તપ સારી રીતે આરાધી શકાય. માત્ર કરી નાખવા માટે તપ કરવાનો કોઈ અર્થ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિહિત તપ, અજ્ઞાનાદિના કારણે નિરર્થક ન બને એ જોવું જોઈએ. I૧૨-૨ના.
પાપસૂદન તપનું સ્વરૂપ જણાવાય છે –
UDDDDDDDDDD', BC/SC/SC/ST/AgECBGST
HD D]D]D]D]D]D]D gિgggLggLgglણ