________________
તિથિએ અનુક્રમે બે, ત્રણ, ચાર વગેરે કોળિયા આહાર લેવાનો. જેથી પુનમે પંદર કોળિયાથી વધારે આહાર લેવાનું નહિ બને. ત્યાર બાદ વદ એકમ, બીજ, ત્રીજ.વગેરે તિથિએ એક એક કોળિયો ઓછો કરવાથી અનુક્રમે ચૌદ, તેર, બાર વગેરે કોળિયા જેટલો આહાર ગ્રહણ કરવાનો. અને તેથી અમાસના દિવસે એક પણ કોળિયો આહાર લેવાનો ન હોવાથી ઉપવાસ થાય, વાપરવાનું ન બને. આ પ્રમાણે ચાન્દ્રાયણ તપનો વિધિ (કરવાની રીત) છે. ચન્દ્રની વૃદ્ધિ અને હાનિના કાળની સાથે તેનો સંબન્ધ જણાય છે તેથી તે તપને ચાન્દ્રાયણ તપ કહેવાય છે. આ તપમાં ક્ષય પામેલા અને વૃદ્ધિ પામેલા ચન્દ્રની સાથે અયન (આહાર લેવાની પ્રવૃત્તિ) છે. માટે આ તપ ચાન્દ્રાયણ છે. I૧૨-૧૮
કૃચ્છુ તપનું સ્વરૂપ જણાવાય છે – सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ॥१२-१९॥
“સન્તાપન વગેરે પ્રકારે કછુ તપ અનેક પ્રકારનું છે. વિના કરે અત્યન્ત કર સ્વરૂપ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત અપરાધોને વિશે જીવોને તારનારું આ પરમ સાધન છે.” આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સનાપન કૃચ્છ, પાદ કચ્છ અને સંપૂર્ણ કુછુ.વગેરે પ્રકારથી છુ તપ અનેક પ્રકારનું છે. જે અપરાધ (નિષિદ્ધ હિંસાદિ પાપો)ના કારણે પ્રાણીઓને અત્યન્ત કષ્ટમય નરકાદિમાં જઈને પાપનું ફળ ભોગવવું પડે છે એવા અતિકછુ અપરાધો થયે છતે તે તે અપરાધોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રાણીઓને આ છૂ’ તપ શ્રેષ્ઠ એવો તરવાનો
@DHD|D]BEDDED
DEODDDDDDDDDD gિUCGUCUQDCLOUGH