________________
વખતે અનુકૂળતા શોધે તો તપની આરાધના વાસ્તવિક રીતે કરી શકશે નહિ. આજે જે રીતે તપ કરાય છે અને કરાવાય છે, એ જોતાં તપનું
સ્વરૂપ સમજાવવાનું લગભગ શક્ય નથી. ખરી રીતે તો આજે તપનો અભ્યાસ કરતાં પૂર્વે ખાવું કેમ-તે શીખવાની જરૂર છે. એની સમજણાદિના અભાવે તપ વાસ્તવિક રીતે કર્મનિર્જરાનું કારણ બનતો નથી. ધર્મના નામે આજે અનુકૂળતા પ્રાપ્ત કરવાનાં વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યાં છે-એમ લાગ્યા વિના રહેતું નથી.
લૌકિક તપ પણ, લોકોત્તર તપના જ્ઞાનના અભાવે આદિધાર્મિક જનો માટે યોગ્ય છે. એમાં મુખ્યપણે આહારની નિરીહતાનો ભાવ પામવાનો આશય રહેલો હોય છે. પોતાની ભૂમિકા મુજબના તે તે અધ્યવસાયને એ તપ પુષ્ટ-મજબૂત બનાવતો હોવાથી તેની ઉત્તમતા છે. અન્યથા તે તપ પણ ઉત્તમ નથી. આ શ્લોકમાં ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુબ અને પાપસૂદન-આ ચાર પ્રકારના તપનાં નામો જ વર્ણવ્યાં છે. તેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. I૧૨-૧ળા
પૂર્વોક્ત ચાન્દ્રાયણ તપનો વિધિ જણાવાય છે - एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् । भुञ्जीत नामावस्यायामेष चान्द्रायणो विधिः ॥१२-१८॥
શુક્લપક્ષમાં એક એક કોળિયો વધારવો અને કૃષ્ણપક્ષમાં એક એક કોળિયો ઓછો કરવો. તે મુજબ અમાસે વાપરવું નહિ. આ ચાન્દ્રાયણ તપનો વિધિ છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાન્દ્રાયણ તપ કઈ રીતે કરવો તે આ શ્લોકમાં જણાવ્યું છે. સુદ પક્ષની એકમે એક કોળિયો જ આહારનો લેવાનો. તેથી વધારે નહિ લેવાનો. આવી રીતે સુદ બીજ, ત્રીજ, ચોથ..વગેરે
DDDDDDDDDDDDDDD
EDEDDDDDDDDDDD