________________
तपश्चान्द्रायणं कृच्छ्रं मृत्युघ्नं पापसूदनम् । आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ॥ १२-१७॥
“ધર્મનો પ્રારંભ કરનારા જીવોને; પોતાની ભૂમિકાનુસાર અધ્યવસાયને પુષ્ટ બનાવનારું લૌકિક તપ પણ યોગ્ય છે; જે ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન –આ ચાર પ્રકારનું છે.’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે; શક્તિ અનુસાર પાપને તપાવનાર તપને કર્યા વિના પૂર્વકૃત કર્મનો ક્ષય શક્ય નથી. અને કર્મક્ષય વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. સંસારની અસારતાનું પરિભાવન કરી સંસારનો ઉચ્છેદ કરવા અને સર્વકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુ આત્માઓને તપ કર્યા વિના ચાલે એવું જ નથી.
સામાન્ય રીતે તપનું વર્ણન કરતાં તેના જાણકારોએ; કર્મને તપાવે તેને તપ કહેવાય છે – એ પ્રમાણે વર્ણવ્યું છે. કર્મના ક્ષય માટે વિહિત તપની આરાધનાથી કર્મ તપે નહિ-એ બનવાજોગ નથી. યોગની પૂર્વસેવામાં સામાન્યથી લૌકિક અને લોકોત્તર તપ ઉચિત છે. લોકોત્તર તપ તો જીવમાત્રને કલ્યાણનું કારણ બને છે. પરન્તુ ધર્મની શરૂઆત કરનારા આદિધાર્મિક જીવોને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ તપ પણ યોગ્ય છે. આહારની નિરીહતા (ઈચ્છાનો અભાવ) એ વાસ્તવિક તપ છે. બાહ્ય અને અભ્યન્તર ભેદથી બે પ્રકારના તપના અનશનાદિ બાર પ્રકાર છે. એ લોકોત્તર તપનું વર્ણન અન્યત્ર વિસ્તારથી કર્યું છે. તપની આરાધના કરનારાએ યાદ રાખવું જોઇએ કે માત્ર કર્મને તપાવવા માટે તપ છે. બીજાને તપાવવા (સંતાપવા) માટે તપ નથી. અનુકૂળતાનો ત્યાગ કરી તપને કરનારા તપ કરતી
AEEEEEEE
CHODODddddddUG ૫૩
ADDED DEE CdDUuUUGOGODUC