________________
પંદરમો સદાચાર “સચ્ચર્ય છે. પુરુષાર્થની સાધના માટે ઉપયોગી બને એવો ધનનો વ્યય કરવો જોઇએ. અન્ય ગ્રન્થોમાં સવ્યયનો અર્થ જણાવતાં ફરમાવ્યું છે કે દેવપૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં જે ધનનો ઉપયોગ થાય છે- તે સવ્યય છે. સામાન્ય રીતે ધર્મ,અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ છે. પરમાર્થથી મોક્ષ એક જ પુરુષાર્થ છે. મોક્ષનું કારણ શુદ્ધ ધર્મ હોવાથી તે કારણસ્વરૂપ પુરુષાર્થ છે. અર્થ અને કામ તો પુરુષની ઈચ્છાના વિષય બનતા હોવાથી તે પુરુષાર્થ કહેવાય છેપરંતુ પરમાર્થથી અનર્થભૂત છે. મોક્ષમાં બાધક ન બને એ રીતે પોતાના ધનનો ધર્માદિમાં વ્યય કરવો જોઈએ. પુણ્યથી મળેલા ધનનો વ્યય એવી રીતે તો ન જ કરાય જેથી પરિણામે મોક્ષપ્રાપ્તિમાં બાધક બને.
ઉપર જણાવ્યા મુજબ પુણ્યથી મળેલા ધનનો જેમ સવ્યય કરવો જોઈએ તેમ અવ્યયનો ત્યાગ કરવો જોઈએ એ પણ સદાચાર છે. સોળમા એ સદાચારનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અર્થની અનર્થકારિતાનો પ્રારંભ જ આ અસવ્યયમાંથી થતો હોય છે. અસલ્ચય સ્વરૂપ અનાચારનું દૂષણ આજે ખૂબ જ વિસ્તર્યું છે. ધર્મી ગણાતા વર્ગમાં પણ એ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. વિષયની અત્યન્ત આસક્તિ અસચ્ચય કરાવે છે. અને તે અનર્થદંડનું કારણ બને છે. ગૃહસ્થપણામાં પાપની કોઈ સીમા નથી. સર્વથા પાપથી વિરામ પામવાની ભાવનાવાળાએ પોતાની ભાવના સફળ બનાવવી હોય તો અસધ્યયના પરિત્યાગથી પ્રારંભ કરવો જોઈએ. જેથી ખૂબ જ સરળતાપૂર્વક અનર્થદંડથી વિરામ પામી શકાશે.
સત્તરમા સદાચાર તરીકે ઉચિત એવી લોકાનુવૃત્તિને વર્ણવી છે.
UDDDDDDDDDDD;
DO DO CEDO 0000 000 GIDC/EGILGIDC GIDC GID