________________
(પાપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે. એ માટે યોગની પૂર્વસેવામાં લોકોની દૃષ્ટિએ નિન્દનીય મનાતા એવા કોઇ પણ કામમાં પ્રવૃત્ત ન થવું જોઇએ. આ સદાચારની અનિવાર્યતા ઋષિ તૈ: પ્રાગૈ: આ પદથી સમજી શકાય છે. મરણાન્ત કષ્ટ આવે તોપણ કુળને દુષ્ટ કરનારા અનાચારાદિમાં પ્રવૃત્તિ કરવી ના જોઇએ. નિન્દનીય કામની પ્રવૃત્તિના ત્યાગનું મહત્ત્વ સમજાય તો પ્રાણના ભોગે પણ એ ગર્હણીય પ્રવૃત્તિથી આત્માને સર્વથા દૂર કરી શકાશે. અન્યથા એ શક્ય નહિ બને....... ||૧૨-૧૫॥
બાકીના કેટલાક આચારો જણાવાય છે –
O
mam Du
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ॥१२- १६ ॥
‘‘વિશિષ્ટ ફળને આપનારા કાર્યમાં આગ્રહ; સદ્વ્યય; અસદ્બયનો ત્યાગ; ઉચિત એવું લોકાનુસરણ અને પ્રમાદનું વર્જનઆ સદાચારો છે.’’ - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રધાન કાર્યમાં આગ્રહ રાખવો- એ ચૌદમો સદાચાર છે. સામાન્ય રીતે ગૃહસ્થપણામાં અનેક જાતનાં સ્વ-પરનાં કાર્યો કરવાના પ્રસંગો ઊભા થતા હોય છે. આવા પ્રસંગે જે કાર્ય કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી હોય એવાં કાર્ય જ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. મહેનત વધારે અને ફળમાં કોઈ વિશેષ નહિ -એવી પ્રવૃત્તિમાં આગ્રહ નહિ રાખવો જોઇએ. આ લોકમાં અને પરલોકમાં હિતકર એવું વિશિષ્ટ ફળ જેનાથી પ્રાપ્ત થતું હોય એવા કાર્યને પ્રધાન કાર્ય કહેવાય છે. બુદ્ધિમાન પુરુષોએ એવા જ કાર્ય માટે આગ્રહ સેવવો જોઇએ, જેથી અલ્પ પ્રયત્ને અધિક ફળને પ્રાપ્ત કરી શકાય.
૫૦
ને
D
009D7DOD